
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી આકાશદીપે 7 ઓગસ્ટના રોજ ટોયોટા ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. જેનો રંગ બ્લેક હતો. હાલમાં તે પોતાની આ કાર ચલાવી શકશે નહી.ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આકાશ દીપને નોટિસ ફટકારી છે. તેના પર રજિસ્ટ્રેશન અને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ વગર લક્ઝરી કાર ખરીદવાનો આરોપ છે.આકાશદીપને રજિસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી કાર ન ચલાવવાનું કહેવામાં આવ્યું છે અને ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો ગાડી રસ્તા પર ચાલતી જોવા મળી તો તેને સીઝ કરી દેવામાં આવશે.
આકાશ દીપે ગાડી લખનૌમાં ખરીદ્યી હતી, પરંતુ તેનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયું નથી અને હાઈસિક્યોરિટી નંબર પ્લેટ પણ મળી નથી. મોટર વ્હિકલ એકટ મુજબ રજિસ્ટ્રેશન વગર અને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટની કોઈ પણ ગાડી ચલાવી શકાતી નથી. વાહનવ્યવહાર વિભાગે તે શોરૂમ પર પણ દંડ ફટકાર્યો છે જ્યાંથી કાર લીધી છે અને ડીલરશીપને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે કારણ કે કાયદા મુજબ, શોરૂમ રજિસ્ટ્રેશન વગર અને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ વિના ગ્રાહકને વાહન આપી શકતું નથી.
આકાશદીપે ભારતીય ટીમ માટે વર્ષ 2024માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે અત્યારસુધી 10 ટેસ્ટ મેચમાં કુલ 28 વિકેટ પોતાને નામ કરી છે. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પણ પર રમતો જોવા મળ્યો હતો. શાનદાર પ્રદર્શન કરી 13 વિકેટ લીધી હતી.આકાશદીપનો ઘરેલું ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે,તેમણે 41 ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ 141 વિકેટ પોતાના નામ કરી છે. આ સિવાય 28 લિસ્ટ એ મેચમાં 42 વિકેટ લીધી છે. આઈપીએલમાં તે આરસીબી અને લખનૌ સુપર જાયન્ટસ તરફથી રમી ચૂક્યો છે.