Video : અજિંક્ય રહાણે-અનુપમ ખેર માંડ-માંડ બચી ગયા, લેન્ડિંગ પછી તરત ફ્લાઈટમાં બની અજીબ ઘટના

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે સાથે અજીબ ઘટના બની. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.

Video : અજિંક્ય રહાણે-અનુપમ ખેર માંડ-માંડ બચી ગયા, લેન્ડિંગ પછી તરત ફ્લાઈટમાં બની અજીબ ઘટના
Anupam Kher & Ajinkya Rahane
Image Credit source: X
| Updated on: Nov 18, 2025 | 10:43 PM

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં માંડ માંડ બચી ગયા. બંને દિગ્ગજોએ ફ્લાઇટમાં એક ભયાનક ઘટનાનો અનુભવ કર્યો. અભિનેતા અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં ચાહકોને આ ઘટના વિશે જણાવ્યું. આ ખતરનાક ક્ષણ એટલી ભયાનક હતી કે અનુપમ ખેર પણ ગભરાઈ ગયા.

અનુપમ ખેર-રહાણે એક જ ફ્લાઈટમાં 

વાસ્તવમાં, અનુપમ ખેર અને અજિંક્ય રહાણે દિલ્હીથી મુંબઈ માટે એકસાથે ઉડાન ભરી હતી. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા પણ તેની પુત્રી સાથે ફ્લાટમાં મુસાફરી કરી રહી હતી. લેન્ડિંગ દરમિયાન ફ્લાટ અચાનક ફરી ઉડાન ભરી, જેનાથી બધા જ લોકો ડરી ગયા. જોકે, થોડા સમય પછી, ફ્લાટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ, અને બધાએ રાહતનો શ્વાસ લીધો. અનુપમ ખેરે સમગ્ર ઘટનાનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં રહાણે પણ તેની સાથે જોવા મળી રહ્યો છે.

 

અનુપમ ખેરે વીડિયો શેર કર્યો

વીડિયો શેર કરતા અનુપમ ખેરે લખ્યું, “પ્રિય અજિંક્ય રહાણે, દિલ્હીથી મુંબઈ સુધીની તમારી સાથેની સફર અદ્ભુત રહી. એક મહાન ખેલાડી તરીકે મેં હંમેશા તમારી પ્રશંસા કરી છે. પણ એક માણસ તરીકે તમારી નમ્રતા અને શિષ્ટાચારની પણ મને પ્રશંસા છે. માફ કરશો. અમારું વિમાન ઉતર્યું અને પછી અચાનક ફરી ઉડાન ભરી ત્યાં સુધી મારી ભાષા અને હું સારા અને સભ્ય હતા. તે ભયાનક ક્ષણે મને સજ્જન બનવાથી રોક્યો, અને મારા મોંમાંથી કેટલાક સરસ, શુદ્ધ હિન્દી શબ્દો નીકળી ગયા. પરંતુ સારી વાત એ છે કે હવે અમે બંને એકબીજાને એક કરતાં વધુ કારણોસર યાદ રાખીશું. પ્રેમ અને આશીર્વાદ હંમેશા. જય હિંદ.”

અજિંક્ય રહાણે રણજી ટ્રોફી રમી રહ્યો છે

અજિંક્ય રહાણે ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તે હાલમાં રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે. આ દરમિયાન તે ફક્ત એક જ મહત્વપૂર્ણ નિંગ રહી શક્યો છે. તેણે છત્તીસગઢ સામે શાનદાર 159 રનની નિંગ રમી હતી. તે સિવાય રહાણે એક પણ વાર 30 રન સુધી પણ પહોંચી શક્યો નથી.

આ પણ વાંચો: યુવરાજ સિંહ દર મહિને તેના પિતા યોગરાજ સિંહના ખાતામાં કેટલા પૈસા જમા કરાવે છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો