પહેલી ટેસ્ટમાં હાર બાદ રોહિતની કપ્તાની પર ઉઠયા સવાલ, વિરાટને કેપ્ટન બનાવવા ઉઠી માંગ

દક્ષિણ આફ્રિકા સામે પહેલી ટેસ્ટમાં ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની સાથે કેપ્ટન રોહિત શર્માની રણનીતિ પર પણ સવાલ ઊભા થયા છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર એસ બદ્રીનાથે આ અંગે મોટું નિવેદન આપતા રોહિતના સ્થાને વિરાટને ફરી ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવાની વાત કરી છે.

પહેલી ટેસ્ટમાં હાર બાદ રોહિતની કપ્તાની પર ઉઠયા સવાલ, વિરાટને કેપ્ટન બનાવવા ઉઠી માંગ
Virat & Rohit
| Updated on: Jan 01, 2024 | 2:27 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સૌથી મોટો તફાવત શું હતો? સવાલ મોટો છે અને તેનો જવાબ ભારતીય કેપ્ટન રોહિત શર્માની વિચારસરણીમાં દેખાતો હતો. તેમની નબળી વિચારસરણીએ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. વિરાટ કોહલીની આગ તેમનામાં દેખાતી ન હતી, જેનું પરિણામ બધાની સામે છે.

રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બેકફૂટ પર

SENA દેશોમાં ટેસ્ટ શ્રેણી જીતવા ખેલડીઓની સાથે કેપ્ટને પણ આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઊતરવું જરૂરી છે, ત્યાંની પીછો પર બેટિંગ અને બોલિંગ બંનેમાં ધાર અને ઊંડાણ હોવું જરૂરી છે, જે હાલની ટીમમાં દેખાઈ રહ્યું નથી. જેનું એ પરિણામ આવ્યું કે ભારતે પહેલી ટેસ્ટમાં કારમી હારનું સમણું કરવું પડ્યું હતું.

બદ્રીનાથે કોહલીને ટેસ્ટ કેપ્ટન બનાવવા જણાવ્યું

સેન્ચુરિયનની હારથી દિલ તૂટી ગયા અને સવાલો ઉભા થવા લાગ્યા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ. બદ્રીનાથ ફરી વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટનશિપ સોંપવાની વાત કરી. તેણે કહ્યું કે વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટન બનાવવો જોઈએ. રોહિતે ન તો કેપ્ટનશીપ કે ના બેટિંગના કોઈ ખાસ કમાલ કરી શક્યો, જ્યારે વિરાટ બંને ઈનિંગમાં પરિસ્થિતિ મુજબ બેટિંગ કરી રહ્યો હતો.

રોહિત અને વિરાટની વિચારસરણીમાં ઘણો ફરક

રોહિત અને વિરાટ વચ્ચે ટેસ્ટ કેપ્ટનશિપને લઈને વિચારસરણીમાં કેટલો તફાવત છે તે તમે દક્ષિણ આફ્રિકાની પિચોને લઈને બંનેના નિવેદનો પરથી પણ જાણી શકો છો. જે પિચ પર રોહિત શર્મા 2018ના પ્રવાસની સરખામણીમાં 2023માં વધુ ઉછાળો અને ગતિ જોઈ રહ્યો છે. આ જ પિચને લઈને વિરાટ કોહલીએ એકવાર કહ્યું હતું કે તેના માટે પિચ અને સ્થિતિ કેવી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે રમવા માટે આવીએ છીએ, પછી ભલે ગમે તેવા સંજોગો હોય. તેથી અમે બહાનું બનાવી શકતા નથી.

આ પણ વાંચો : વર્ષ 2024માં નવો કીર્તિમાન રચશે વિરાટ, રોહિત-અશ્વિન પણ બનાવશે મહા-રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો