NCA ના વડા તરીકે રાહુલ દ્રાવિડે કાયમ રહેવા માટે ફરી ઉમેદવારી કરતા જ હલચલ મચી, શાસ્ત્રી બાદ દ્રાવિડ મજબૂત દાવેદાર

|

Aug 19, 2021 | 8:02 AM

રાહુલ દ્રાવિડ T20 વિશ્વકપ બાદ ટીમ ઇન્ડીયાના હેડ કોચની જવાબદારી નિભાવે તેવી શક્યતાઓ લગાવાઇ રહી છે. આ દરમ્યાન જે તેમણે એનસીએના તેમના પદને જાળવી રાખવા માટે ફરીથી ઉમેદવારી કરી છે.

NCA ના વડા તરીકે રાહુલ દ્રાવિડે કાયમ રહેવા માટે ફરી ઉમેદવારી કરતા જ હલચલ મચી, શાસ્ત્રી બાદ દ્રાવિડ મજબૂત દાવેદાર
Rahul Dravid

Follow us on

ભારતીય ટીમને હેડ કોચને લઇને રાહુલ દ્રાવિડ (Rahul Dravid) નુ નામ ખૂબ જ ચર્ચાઇ રહ્યુ છે. ટીમ ઇન્ડીયા (Team India) ના વર્તમાન કોચ રવિ શાસ્ત્રી (Shastri) T20 વિશ્વકપ બાદ રાજીનામુ ધરી દેવાની ચર્ચા ચાલી રહી છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન વ્હાઇટ બોલ ક્રિકેટના બંને ફોર્મેટની સિરીઝ રમાઇ હતી. જેના મુખ્ય કોચ ભારતીય ટીમ વતી રાહુલ દ્રાવિડને (Rahul Dravid) ટીમ સાથે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદથી દ્રાવિડનુ નામ કોચ તરીકે લેવામાં આવી રહ્યુ છે. હવે નેશનલ ક્રિકેટ એકડમી (NCA) ના અધ્યક્ષ તરીકે દ્રાવિડે ફરી વાર ઉમેદવારી કરી છે.

રાહુલ દ્રાવિડનો (Rahul Dravid) NCA ના ડાયરેક્ટર પદનો કાર્યકાળ 2 વર્ષનો હતો. જે ખતમ થઇ રહ્યો હોવાને લઇ, BCCI એ નવા ડીરેક્ટર પદને લઇ ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. જેને લઇને રાહુલ દ્રાવિડે ફરી એકવાર ઉમેદવારી કરી છે. રાહુલની ઉમેદવારીને લઇને હેડ કોચની દૃષ્ટીથી કરાતી ચર્ચાઓ પર હાલમાં પૂર્ણ વિરામ લાગી ચુક્યુ છે. જે હવે વિશ્વકપ બાદ ફરી એકવાર ચર્ચાઓ શરુ થઇ શકે છે.

મીડિયા રુપોર્નુસાર બીસીસીઆઇના એક સૂત્ર એ આ અંગેની જાણકારી આપી હતી. તેણે કહ્યુ, હા રાહુલે ક્રિકેટ એનસીએના અધ્યક્ષ પદે રહેવા માટે ફરીથી અરજી કરી છે. રાહુલ સિવાય કોઇ જ અન્ય મોટા ખેલાડીએ અરજી આ પદ માટે કરી નથી. રાહુલ દ્રાવિડે એનસીએને બદલવાનુ કામ કર્યુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અરજી સ્વિકારવાનો સમય વધાર્યો

સાથે જ એ પણ જાણકારી આવી રહી છે કે, એનસીએના ડીરેક્ટર પદ માટે અરજી સ્વિકારવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી યોગ્ય ઉમેદવારોને અરજી કરવા માટે પૂરતો સમય મળી રહેશે. બીસીસીઆઇના સુત્રએ મીડિયા રિપોર્ટનુસાર કહ્યુ હતુ કે, બીસીસીઆઇના પદાધીકારીઓએ સમય મર્યાદા 15 ઓગષ્ટથી કેટલાક દિવસોને વધારવા માટે નિર્ણય કર્યો હતો. જેથી કોઇ બાકી રહેલા ઉમેદવાર પણ પોતાના અનુભવને પીરસવા માટેની તકનો ઉપયોગ કરી શકે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝ-નોટિંગહામમાં ફ્લોપ શો, હેડિંગ્લે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે બે મોટા ફેરફાર કર્યા, સ્ફોટક બેટ્સમેનને બોલાવ્યો

આ પણ વાંચોઃ ICC Test Rankings: લોર્ડઝ ટેસ્ટ જીતવા બાદ રોહિત શર્મા, રાહુલ, સિરાજને રેન્કિંગમાં ફાયદો, ઇંગ્લેન્ડનો જો રુટ ટોપ પર

Next Article