IND vs SA : સતત 20 વનડેમાં હાર બાદ આખરે જીત્યું ભારત, 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો અટકાવ્યો

વોશિંગ્ટન સુંદર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એક એવા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જેણે ફક્ત ચાર મેચ રમી છે. આ વનડેમાં ભારતે 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો અટકાવ્યો હતો.

IND vs SA : સતત 20 વનડેમાં હાર બાદ આખરે જીત્યું ભારત, 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો અટકાવ્યો
KL Rahul
Image Credit source: X/BCCI
| Updated on: Dec 06, 2025 | 5:01 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ વનડેમાં ભારતે 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો તોડ્યો છે. સતત 20 વનડેમાં ટોસ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ આખરે ટોસ જીત્યો હતો. વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે પહેલા ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં ટોસ જીત્યો હતો. વિશાખાપટ્ટનમ વનડેમાં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર જોવા મળ્યો છે.

વોશિંગ્ટન બહાર, તિલકને તક મળી

ડાબોડી બેટ્સમેન તિલક વર્માને વિઝાગ વનડે માટે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં વોશિંગ્ટન સુંદરની જગ્યાએ સામલે કરવામાં આવ્યો છે. આ તિલક વર્માની પાંચમી વનડે છે. અગાઉની ચાર વનડેમાં તેણે એક અડધી સદી સાથે 68 રન બનાવ્યા છે. સદનસીબે, તેણે તેની છેલ્લી વનડેમાં અડધી સદી ફટકારી હતી. તિલકની છેલ્લી વનડે ઇનિંગ પણ દક્ષિણ આફ્રિકા સામે જ હતી, જેમાં તેણે 52 રન બનાવ્યા હતા. બે વર્ષ પછી તિલકની 50-ઓવરના ફોર્મેટમાં વાપસી થઈ છે.

 

સુંદર છેલ્લી બે વનડેમાં ખરાબ રીતે નિષ્ફળ

શ્રેણીની છેલ્લી બે વનડેમાં વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. જોકે, તેનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું. સુંદર બંને વનડેમાં બેટિંગમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો. તેણે છેલ્લી બે વનડેમાં 27 બોલનો સામનો કર્યો અને માત્ર 14 રન જ બનાવી શક્યો. સુંદરની બેટિંગ જ તેને ODI શ્રેણીમાં નિષ્ફળ બનાવતી ન હતી, પરંતુ તે બોલિંગમાં પણ ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. તેણે છેલ્લી બે ODIમાં કુલ સાત ઓવર ફેંકી, પરંતુ તે 46 રન આપીને એક પણ વિકેટ લઇ શક્યો નહીં.

 

ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમે વોશિંગ્ટન સુંદરના રૂપમાં ફક્ત એક જ ફેરફાર કર્યો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાએ બે ફેરફાર કર્યા હતા.

ભારત – યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (કેપ્ટન), તિલક વર્મા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.

દક્ષિણ આફ્રિકા – રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, એડન માર્કરામ, ડેવોલ્ડ બ્રેવિસ, માર્કો જેનસેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, લુંગી એનગીડી, ઓટનિયેલ બાર્ટમેન.

આ પણ વાંચો: 6 ડિસેમ્બરના દિવસે જન્મેલા ક્રિકેટરોની સ્પેશિયલ પ્લેઈંગ ઈલેવન, જાડેજા-બુમરાહ સહિત 5 ભારતીય ખેલાડીઓનો સમાવેશ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો