
અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝના જે બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા, તેમણે દિલ્હી ટેસ્ટમાં કમાલ પ્રદર્શન કર્યું. દિલ્હી ટેસ્ટના પોતાના બીજા દાવમાં, વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ શાનદાર લડત આપી અને ન માત્ર ઈનિંગની હાર ટાળી પરંતુ તેમની ટીમના સ્કોરને 100 થી વધુ રનની લીડ સુધી પહોંચાડ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 390 રન સુધી પહોંચી ગઈ. તમને જણાવી દઈએ કે 42 વર્ષ પછી ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે આવા દિવસનો સામનો કરવો પડ્યો.
1983 પછી વેસ્ટ ઈન્ડિઝે ભારતમાં છેલ્લી વિકેટ માટે પચાસથી વધુની ભાગીદારી નોંધાવી છે. 1983માં અમદાવાદ ટેસ્ટમાં વિન્સ્ટન ડેવિડ અને જેફ ડુજોને 51 રનની ભાગીદારી નોંધાવી હતી અને હવે જસ્ટિન ગ્રીવ્સ અને જેડન સીલ્સે આ સિદ્ધિ હાંસલ કરી છે. નોંધપાત્ર રીતે, ગ્રીવ્સે 85 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા, જ્યારે જેડન સીલ્સે 67 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું.
આ ભાગીદારી ભારતીય બોલરો માટે ખૂબ જ શરમજનક છે કારણ કે 2013 પછી પહેલી વાર કોઈ વિદેશી ટીમે ભારતમાં બીજી ઈનિંગમાં 350 થી વધુ રન બનાવ્યા હોય. વધુમાં, 2011 પછી આ પહેલી વાર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે આટલો મોટો સ્કોર બનાવ્યો હોય. આ વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ભારત સામે 10મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી પણ છે.
વેસ્ટ ઈન્ડીઝની છેલ્લી જોડીએ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી હતી, પરંતુ દિલ્હીમાં મેચ જીતવામાં તેમને બહુ મુશ્કેલી ન પડવી જોઈએ. શુભમન ગિલ સહિત તમામ બેટ્સમેન સારા ફોર્મમાં છે. દિવસની રમતના અંત સુધી સુદર્શન અને રાહુલ ક્રીઝ પર હાજર હતા. બોલરોની વાત કરીએ તો, કુલદીપ અને બુમરાહએ બીજી ઈનિંગ્સમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જયારે સિરાજે બે, જાડેજા અને સુંદરે એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: IND vs WI : જસપ્રીત બુમરાહને આવ્યો ગુસ્સે, બોલને જોરથી સ્ટમ્પ પર માર્યો, દિલ્હી ટેસ્ટમાં આ શું થયું?