Afghanistan: તાલિબાન શાસનમાં ક્રિકેટને લઇને રાહતના સમાચાર, આગામી મહિને અફઘાનિસ્તાન શ્રીલંકામાં વન ડે સિરીઝ રમશે

|

Aug 20, 2021 | 8:38 AM

એક તરફ અફઘાનિસ્તાનમાં ચોમેર ભય ફેલાયેલો છે, એ દરમ્યાન કાબુલમાં ક્રિકેટરો હવે તૈયારીઓ કરી રહ્યા છે. પહેલા પાકિસ્તાન સામે અને બાદમાં T20 વિશ્વકપ (T20 World Cup) માં પણ અફઘાન ટીમ ભાગ લેશે.

Afghanistan: તાલિબાન શાસનમાં ક્રિકેટને લઇને રાહતના સમાચાર, આગામી મહિને અફઘાનિસ્તાન શ્રીલંકામાં વન ડે સિરીઝ રમશે
Afghanistan-cricketers

Follow us on

આગામી 3 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Afghanistan vs Pakistan) વચ્ચે વન ડે સિરીઝ રમાનારી છે. પરંતુ હાલમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતીને લઇને સિરીઝ પર સંકટ તોળાવા લાગ્યુ હતુ. જોકે આ દરમ્યાન જ હવે અફઘાનિસ્તાન ક્રિકેટરોને માટે રાહતના સમાચાર તાલિબાન (Taliban) શાસન દરમ્યાન આવ્યા છે. જે મુજબ તેમનો ક્રિકેટ કાર્યક્રમ જારી રહેશે. આમ હવે પાકિસ્તાન સામેની સિરીઝ પરથી સંકટ હટ્યુ છે.

શ્રીલંકામાં આયોજીત કરવામાં આવેલી વન ડે સિરીઝને સપ્ટેમ્બર માસમાં આયોજીત કરવામાં આવી છે. તાલિબાનના ફેલાઇ રહેલા ભય દરમ્યાન આ ક્રિકેટને લઇને રાહત સર્જાઇ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO હામિદ શિનવારીએ આ અંગે ની જાણકારી મીડિયા રિપોર્ટસમાં આપી હતી. શિનવારીએ કહ્યુ હતુ કે, ક્રિકેટ સારુ કરી રહ્યુ છે. અમ બધા દૈનિક ધોરણે ઓફીસે જઇ રહ્યા છે.

આગળ કહ્યુ, અમારી ક્રિકેટ ટીમ શ્રીલંકામાં પાકિસ્તાન સાથે થનારી સિરિઝની તૈયારીઓ માટે લાગેલી છે. અમે તેને જલ્દી થી શ્રીલંકા મોકલીશુય અફધાનિસ્તાનમાં પરિવર્તનનો તબક્કો છે. જોકે અમને ફ્લાઇટની ઉપલબ્ધતતાની સમસ્યા આવી રહી છે. જેવી અમને ફ્લાઇટની સુવિધા મળશે અમે શ્રીલંકા માટે રવાના થઇશુ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમારી ટીમના તમામ સભ્યો કાબુલમાં એકઠા થઇને પ્રેકટીશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ, અમે આશા રાખીએ છીએ કે, ટીમ ચારેક દિવસમાં જ શ્રીલંકા માટે રવાના થઇ જાય. અમે આ અંગે શ્રીલંકા અને પાકિસ્તાન બંને બોર્ડને બતાવી દીધુ છે. હું શ્રીલંકન બોર્ડનો આભારી છુ કે, તે અમારી આ સિરીઝનુ આયોજન કરી રહ્યુ છે.

તાલિબાન સંકટનુ ક્રિકેટ પર અસર નહી-ACB CEO

શિનવારી એ વિશ્વાસ દર્શાવ્યો હતો કે, દેશ પર તાલિબાનના કબ્જા નો ક્રિકેટ પર કોઇ પ્રભાવ નહી પડે. તેમણે કહ્યુ તાલિબાની લોકોને ક્રિકેટ થી લગાવ છે. તેઓ આ રમતને પસંદ કરે છે. મને આશા છે કે, દેશ પર તેમના કબ્જાના ક્રિકેટ પર પ્રભાવ નહી પડે તેના બે કારણો છે. પ્રથમ આ રમતનુ પ્રભુત્વ જે પાછળના 20 વર્ષથી છે. બીજુ અફઘાનિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલુ કામ, જે પહેલાની જેમ જ ફ્લોમાં છે.

ખેલાડીઓ પાકિસ્તાન સામેની સિરીઝ રમવા માટે તૈયાર

CEO શનિવારીએ કહ્યુ કે, ક્રિકેટર શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. તે તમામને આશ્વાસન આપવામાં આવ્યુ છે. તેઓ તમામ ખુશ છે. તેઓ શ્રીલંકા જઇને પાકિસ્તાન સામે રમવાના માટે તૈયાર છે. ત્યાર બાદ T20 વિશ્વકપ (T20 World Cup) માં ભાગ લેવા માટે પણ ઉત્સુક છે. તેઓએ કહ્યુ, અમારા માટે બસ એક જ મુશ્કેલી છે, તે એ કે તાલિબાનીઓ નો મહિલા ક્રિકેટ ના માટે શુ દૃષ્ટીકોણ હશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: પહેલા ક્યારેય ના જોવા મળ્યો હોય એવા અનોખો અંદાજમાં જોવા મળ્યો ધોની

આ પણ વાંચોઃ T20 World Cup: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મહત્વનો ખેલાડી સાબિત થશે, આ દિગ્ગજે ગણાવ્યા તેના કારણો

Next Article