Afghanistanની ક્રિકેટ ટીમ ભારતમાં જ રહીને કરી રહે છે વિશ્વકપની તૈયારીઓ, આ સ્થળને માને છે હોમગ્રાઉન્ડ

|

Aug 18, 2021 | 11:37 PM

અફઘાનિસ્તાન (Afghanistan)ની ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી જબરદસ્ત પ્રદર્શન કરી રહી હતી. તે હવે ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મેળવવાના સ્તર પર પહોંચી ચુકી છે. ત્યાં જ હવે તેનુ ભવિષ્ય ધૂંધળુ બની ગયુ છે.

Afghanistanની ક્રિકેટ ટીમ ભારતમાં જ રહીને કરી રહે છે વિશ્વકપની તૈયારીઓ, આ સ્થળને માને છે હોમગ્રાઉન્ડ
Afghanistan-cricket

Follow us on

હાલમાં અફઘાનિસ્તાન (Afghanistan)નું નામ વિશ્વના દરેક ખૂણા ચર્ચામાં છે, તેનું કારણ એ છે કે તાલિબાનો (Taliban) પરત ફર્યા છે અને લોકતંત્ર ત્યાં ખતમ થઈ ચુક્યુ છે. તાલિબાને અફઘાન પર કબ્જો જમાવી લીધો છે. તાલિબાનોએ અફઘાન પર રાજ લેવાને લઈને દેશમાં રમતના ભવિષ્યને લઈને ચિંતા વ્યાપવા લાગી છે. અફઘાનિસ્તાને હાલના સમયમાં જ ક્રિકેટમાં સારુ નામ કમાયુ હતુ. ટીમ ટેસ્ટ મેચ રમવા સુધીનું સ્તર હાંસલ કરી લીધુ હતુ.

 

 

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

અફઘાનિસ્તાનના ક્રિકેટના ખેલાડીઓ વિશ્વભરની લીગમાં રમી રહ્યા છે. પરંતુ તાલિબાનોના આવ્યા બાદથી ચિંતા એ પણ છે કે હવે તેમના દેશમાં ક્રિકેટનું શું થશે. જોકે પાછળના દિવસોમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board) તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તાલિબાન ક્રિકેટને પસંદ કરે છે. આવામાં રમતને નુકશાન નહીં થાય. હાલમાં અફઘાન ખેલાડીઓ T20 વિશ્વકપ (T20 World Cup)ની તૈયારીઓમાં લાગ્યા છે.

 

અફઘાનિસ્તાન ક્રિકેટની પ્રગતિમાં ભારતે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ટીમે તેનું હોમ ગ્રાઉન્ડ ભારતમાં જ બનાવ્યું હતુ. આ અંતર્ગત વર્ષ 2015માં અફઘાનિસ્તાને ગ્રેટર નોઈડામાં શહિદ વિજય સિંહ પથિક ક્રિકેટ સંકુલમાં ધામા નાખ્યા હતા. તેણે અહીં તૈયારી કરી હતી અને આયર્લેન્ડ જેવી ટીમ સાથે શ્રેણી પણ રમી હતી.

 

BCCIએ આગળ વધીને ગ્રેટર નોઈડા સ્ટેડિયમને અફઘાનિસ્તાનને બેઝ બનાવવાની ઓફર કરી હતી. અગાઉ આ ટીમ શારજહામાં રમતી હતી. બાદમાં અફઘાનિસ્તાને દેહરાદૂન અને લખનૌ જેવા સ્થળોએ પણ પોતાની ઘરેલુ શ્રેણી રમી હતી. તેણે દેહરાદૂનમાં બાંગ્લાદેશ અને લખનૌમાં વેસ્ટ ઈન્ડીઝ સામે શ્રેણી રમી હતી. આ બંને મેદાનો પર ભારતીય પ્રેક્ષકોએ તેમને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું.

 

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં તેમના હોમ ગ્રાઉન્ડને પસંદ કર્યું. કારણ કે સ્વદેશમાં સતત હિંસાને કારણે મેચો શક્ય નહોતી. આ સાથે ક્રિકેટ સંબંધિત સુવિધાઓનો પણ અભાવ હતો. આવા સમયે ભારતમાં સુવિધાઓ પણ સારી હતી અને ટીમો માટે આવવુ પણ સરળ હતું. ત્યારબાદ BCCIએ પણ મદદની ઓફર કરી હતી.

 

ભારતે બે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું એલાન કર્યુ હતુ

ભારતે અફઘાનિસ્તાનમાં બે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની દિશામાં તૈયારી શરુ કરી હતી. આ સ્ટેડિયમ કંદહાર અને મઝાર-એ-શરીફમાં બનાવવામાં આવી રહ્યા હતા. કંદહારના સ્ટેડિયમ માટે ભારત સરકારે 2014માં 10 લાખ ડોલરની સહાય મંજૂર કરી હતી. અહીં 44 એકર જમીન પર સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું હતું.

 

 

કંદહાર તાલિબાનનો ગઢ રહ્યો છે. આ દરમ્યાન મઝાર-એ-શરીફમાં સ્ટેડિયમ માટે કામ ચાલી રહ્યું હતું. ભારતે અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત ઘોરમાં ફૂટબોલ મેદાન અને રમતગમત સુવિધાઓ ઉભી કરવાની પણ જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનમાં તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ નથી. આ કારણોસર અફઘાનિસ્તાન ટીમ તેની તમામ ઘરેલુ મેચો માત્ર અન્ય દેશોમાં રમી રહી છે. તાલિબાનના આગમન સાથે અફઘાનિસ્તાનમાં ભવિષ્યમાં પણ ક્રિકેટ મેચ આયોજીત થવાની સંભાવના નથી લાગી રહી.

 

આ પણ વાંચોઃ ICC Test Rankings: લોર્ડઝ ટેસ્ટ જીતવા બાદ રોહિત શર્મા, રાહુલ, સિરાજને રેન્કિંગમાં ફાયદો, ઇંગ્લેન્ડનો જો રુટ ટોપ પર

આ પણ વાંચોઃ IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા જ ઇંગ્લેન્ડને સતાવવા લાગી, પૂર્વ કેપ્ટને કહ્યુ ટીમ પર વર્તાશે આવી અસર

Next Article