Breaking News : કાવ્યા મારને પોતાની ટીમમાં પાકિસ્તાની ખેલાડી અબરારને ખરીદવા પર BCCI એ આપ્યું સૌથી મોટું નિવેદન, જુઓ Video

ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ લીગમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને ખરીદતા વિવાદ સર્જાયો છે. ભારતીય ચાહકોમાં નારાજગી વ્યાપી છે અને કેટલાક IPL બહિષ્કારની માંગ કરી રહ્યા છે.

Breaking News : કાવ્યા મારને પોતાની ટીમમાં પાકિસ્તાની ખેલાડી અબરારને ખરીદવા પર BCCI એ આપ્યું સૌથી મોટું નિવેદન, જુઓ Video
| Updated on: Mar 13, 2026 | 3:59 PM

ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ લીગમાં પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને ખરીદવાના નિર્ણયને લઈને હાલમાં ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. IPL ફ્રેન્ચાઇઝ સનરાઇઝર્સ હૈદરાબાદના જૂથની ટીમ સનરાઇઝર્સ લીડ્સે અબરાર અહેમદને પોતાની ટીમમાં સામેલ કરતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણા ચાહકો સોશિયલ મીડિયામાં આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

અબરાર અહેમદને £190,000 એટલે કે આશરે ₹2.3 કરોડમાં ખરીદ્યો

કાવ્યા મારન માલિકીની સનરાઇઝર્સ લીડ્સે 12 માર્ચે ઇંગ્લેન્ડમાં યોજાયેલી હરાજીમાં પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને £190,000 એટલે કે આશરે ₹2.3 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે સનરાઇઝર્સ લીડ્સ ધ હન્ડ્રેડ લીગમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદનાર એકમાત્ર ભારતીય માલિકીની ફ્રેન્ચાઇઝી બની છે. અન્ય ત્રણ ભારતીય માલિકીની ફ્રેન્ચાઇઝીઓએ પાકિસ્તાની ખેલાડીઓ માટે બોલી પણ લગાવી નહોતી.

આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે અને કેટલાક ચાહકો IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બહિષ્કાર કરવાની માંગ પણ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે BCCIએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

IPLમાં આવું કંઈ નથી

BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કહ્યું કે વિદેશી લીગમાં કોઈ ટીમ કયા ખેલાડીને ખરીદે છે તે બોર્ડના અધિકારક્ષેત્રમાં આવતું નથી. તેમણે જણાવ્યું, “IPLમાં આવું કંઈ નથી. તે અમારા અધિકારક્ષેત્રની બહાર છે. કોઈ ટીમ બીજી લીગમાં કયા ખેલાડીને ખરીદે છે તેની સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે તેમાં કેવી રીતે દખલ કરી શકીએ? જો કોઈ ટીમ કોઈ લીગમાં કોઈ ખેલાડી ખરીદી રહી છે, તો તેનાથી અમને કોઈ ફરક પડતો નથી.”

ઉલ્લેખનીય છે કે IPLની ચાર ફ્રેન્ચાઇઝીઓએ ધ હન્ડ્રેડ લીગની ટીમોમાં હિસ્સો ખરીદ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે નોર્ધન સુપરચાર્જર્સને ખરીદી તેને હવે સનરાઇઝર્સ લીડ્સ બનાવ્યું છે. લખનૌ સુપર જાયન્ટ્સે માન્ચેસ્ટર ઓરિજિનલ્સને હસ્તગત કરી તેને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ બનાવ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સે ઓવલ ઇન્વિન્સિબલ્સને ખરીદી હવે તેને MI લંડન તરીકે ઓળખાવવામાં આવે છે, જ્યારે દિલ્હી કેપિટલ્સના સહ-માલિક GMRએ સધર્ન બ્રેવમાં હિસ્સો લીધો છે.

આ ચાર ભારતીય માલિકીની ફ્રેન્ચાઇઝીઓમાંથી માત્ર સનરાઇઝર્સ લીડ્સે જ પાકિસ્તાની ખેલાડી અબરાર અહેમદને પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જેના કારણે હાલ ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા અને વિવાદ બંને જોવા મળી રહ્યા છે.

Breaking News: કાવ્યા મારનના પિતાની કંપનીએ CSK સામે કેસ દાખલ કર્યો

Published On - 3:56 pm, Fri, 13 March 26