Abhinav Manohar Sadarangani, IPL 2022 Auction: માત્ર 4 T20 મેચો રમનારા ‘અજાણ્યા’ પ્લેયર પર ગુજરાત ટાઇટન્સે અઢી કરોડ નો ખેલ્યો છે દાવ, જાણો કોણ છે તે ખેલાડી

|

Feb 13, 2022 | 11:03 AM

Abhinav Manohar Sadarangani Auction Price : અભિનવ મનોહર સદરંગાની સૌરાષ્ટ્ર સામેની ડેબ્યૂ મેચમાં જ પોતાનો દમ દેખાડી ચુક્યો છે.

Abhinav Manohar Sadarangani, IPL 2022 Auction: માત્ર 4 T20 મેચો રમનારા અજાણ્યા પ્લેયર પર ગુજરાત ટાઇટન્સે અઢી કરોડ નો ખેલ્યો છે દાવ, જાણો કોણ છે તે ખેલાડી
Abhinav Manohar Sadarangani ગુજરાતની ટીમમાંથી રમતો જોવા મળશે

Follow us on

અભિનવ મનોહર સદરંગાની (Abhinav Manohar Sadarangani) આ નામ હવે ગુજરાતની આઇપીએલ ટીમમાં સાંભળવા મળશે. જોકે આ નામની બોલી બોલાઇ ત્યારે તેના પ્રત્યે ખૂબ ઓછા લોકોને તેની જાણકારી હશે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રુપિયા હતા અને તેના પર બિડિંગ શરુ થતા જ હરાજી (IPL 2022 Auction) માં હાજર થી લઇને ટીવી સ્ક્રિન પર જોઇ રહેલા સૌ કોઇ આશ્વર્ય પામી રહ્યા હતા. કારણ કે આ અજાણ્યા લાગતા ખેલાડી પર તેની બેઝ પ્રાઇઝ કરતા અનેક ગણી કિંમત આગળ બોલાવા લાગી હતી. અભિનવ હવે તેની બેઝ પ્રાઇઝથી 13 ગણી વધુ કિંમતની સેલરી સાથે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમમાં સામેલ થયો છે. એટલે કે ગુજરાતની ટીમે તેની પાછળ 2.60 કરોડ રુપિયાનો દાવ લગાવ્યો છે.

હવે સવાલ એ પણ થઇ રહ્યો હશે કે આખરે અભિનવ મનોહર સદરંગાની નામનો આ ખેલાડી છે કોણ. તે ક્યા રાજ્યની ટીમ માટે રમે છે અને કેવો અને કેટલો અનુભવ ધરાવે છે. તો એ વાતનો પણ જવાબ આપી દઇ એ કે અભિનવ કર્ણાટકનો ઓલરાઉન્ડર છે. જે મિડલ ઓર્ડરમાં શાનદાર બેટીંગ કરી જાણે છે. તેમજ સ્પિન બોલીંગ પણ કરે છે, તે કમાલનો લેગ સ્પિનર બોલીંગ કરે છે. તેના અનુભવની વાત કરવામાં આવે તો તે ઘરેલુ ક્રિકેટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યુ હતુ અને 4 મેચમાં જ પોતાની શક્તિ બતાવી દીધી હતી. જે તેને અહીં સુધી લઇ આવી છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

સૌરાષ્ટ્ર સામે રમી દમ દેખાડ્યો હતો

અભિનવ મનોહર સદારંગાનીએ કર્ણાટક માટે 4 T20 મેચમાં 54ની એવરેજથી 162 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 150 છે અને માત્ર 162 રનમાં તેણે 11 સિક્સ અને 11 ફોર ફટકારી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પ્રિલિમિનરી ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક દ્વારા અભિનવ મનોહર સદરંગાની એ ડેબ્યૂ કર્યું હતું. સૌરાષ્ટ્ર સામેની પોતાની ડેબ્યુ મેચમાં અભિનવે 70 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. કર્ણાટક ટીમને માત્ર 1 બોલ, પ્રથમ 2 વિકેટે જીત અપાવી અને તેણે પોતાની ઇનિંગમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં અભિનવ મનોહર સદરંગાનીએ માત્ર 9 બોલમાં 19 રન ફટકાર્યા હતા. સેમીફાઈનલમાં તેના બેટથી 13 બોલમાં 27 રન અને ફાઇનલમાં તે 37 બોલમાં 46 રન બનાવવામાં સફળ રહ્યો હતો, જોકે તેની ટીમ ટાઈટલ મેચ હારી ગઈ હતી. આમ છતાં IPL 2022ની હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સ દ્વારા કરોડપતિ બનાવવામાં આવ્યો છે.

 

ગુજરાત ટાઇટન્સે કયા ખેલાડીઓ ખરીદ્યા?

IPL 2022ની હરાજીના પહેલા દિવસે ગુજરાત ટાઇટન્સે કેટલાક મહત્વપૂર્ણ ખેલાડીઓને ખરીદ્યા. આ ટીમે મોહમ્મદ શમીને 6.25 કરોડમાં, જેસન રોયને 2 કરોડમાં, લોકી ફર્ગ્યુસનને 10 કરોડમાં પોતાનો બનાવ્યો હતો. ગુજરાતે રાહુલ ટીઓટિયાને પણ 9 કરોડમાં ખરીદ્યો હતો.

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: પ્રથમ દિવસની હરાજી બાદ ટીમોની કેવી છે સ્થિતી, જાણો કઇ ટીમમાં કયા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો

 

Published On - 10:57 am, Sun, 13 February 22

Next Article