ભારત (India) અને પાકિસ્તાન ક્રિકેટમાં બે સૌથી મોટા હરીફ છે. જ્યારે પણ આ બંને ટીમો વચ્ચે મેચ થાય છે ત્યારે સમગ્ર ક્રિકેટ જગતની નજર આ મેચ પર હોય છે. પાકિસ્તાન (Pakistan) ના ચાહકો ઈચ્છે છે કે તેમની ટીમ ભારતને હરાવે અને ભારતીય ચાહકો ઈચ્છે છે કે આપણી ટીમ પાકિસ્તાનને હરાવે. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનની ટીમમાં એક એવા વ્યક્તિ છે જે ભારતીય ટીમના ફેન છે. આ ચાહકનું નામ છે ચાચા બશીર (Chacha Basheer).
રોહિત શર્મા અને એમએસ ધોની પણ ચાચા બશીરના ફેન છે. રોહિતે તેમની સાથે બેસી વાતચીત કરી હતી ચા પણ પીધી હતી જ્યારે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ તેમણે મેચની ટિકિટ પણ આપી હતી. 2011 વર્લ્ડ કપમાં પણ ચાચા ભારત આવ્યા હતા અને આ વખતે પણ તેઓ વર્લ્ડ કપ જોવા ભારત આવ્યા છે. પરંતુ તેમની પાસે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ નથી. જો કે, આ ફેન આનાથી નારાજ નથી, કારણ કે તેમને આશા છે કે ટીમ ઈન્ડિયા તેમને ટિકિટ આપશે. તેના કુર્તા પર લખ્યું હતુંઃ ચાચા ગરીબ નવાઝ.
ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવી છે. પાકિસ્તાનની ટીમ બુધવારે હૈદરાબાદ પહોંચી હતી અને આ દરમિયાન બંને ટીમના પ્રશંસકો પણ જોવા મળ્યા હતા.પાકિસ્તાને તેની વોર્મ અપ મેચ હૈદરાબાદમાં રમવાની છે.
આ પણ વાંચો : World Cup 2023: પાકિસ્તાનની ટીમનું હૈદરાબાદમાં કેસરી શાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું, જુઓ Video
આ ફેન હૈદરાબાદ એરપોર્ટ પર પાકિસ્તાન ટીમનું સ્વાગત કરવા ઉછ હતા.આ દરમિયાન ઈવેન્ટ્સ એન્ડ હેપનિંગ નામની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ટીમ ઈન્ડિયા સાથેની પોતાની યાદો તાજી કરી અને કહ્યું કે તે ધોનીનો ફેન છે. ઇન્ટરવ્યુની શરૂઆતમાં જ તેમણે કહ્યું હતું કે, ‘હું ધોનીને ખૂબ પ્રેમ કરું છું’. તેમણે જણાવ્યું કે 2011માં જ્યારે વર્લ્ડ કપની સેમિ ફાઈનલ મેચ મોહાલીમાં યોજાઈ હતી ત્યારે તેની પાસે ટિકિટ નહોતી અને પછી ધોનીએ તેને મેચની ટિકિટ આપી હતી અને ત્યારથી તેની અને ધોની વચ્ચે મિત્રતા શરૂ થઈ ગઈ હતી. આ પછી કાકાએ કહ્યું કે અહીંથી તેમની દોસ્તી રોહિત અને વિરાટ કોહલી સાથે થઈ ગઈ. તેમણે કહ્યું કે રોહિતે તેને ચા પણ પીવડાવી હતી. તેણે કહ્યું કે તે પ્રેમનો ભૂખો છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ફાઇનલમાં રમશે.
જ્યારે કાકાને પૂછવામાં આવ્યું કે આ વખતે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટ તેમની પાસે છે કે કેમ, તો તેમણે પૂરા વિશ્વાસ સાથે કહ્યું કે ટિકિટ તેમની પાસે નથી, પરંતુ તેમણે વિશ્વાસ છે કે ભારતીય ટીમ તેમને ટિકિટ આપશે.