ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાએ શેર કર્યો મજેદાર Video
શુક્રવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ શરૂ થશે. પહેલી મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. BCCIએ સોશિયલ મીડીયા પર આ વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્ટન સહિત તમામ ખેલાડીઓ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની તૈયારી માટે મહત્વપૂર્ણ ગણાતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની વનડે સીરિઝ શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે, જેમાં વર્લ્ડ કપમાં ભાગ લેનાર મોટેભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ત્રણેય મેચ બંને દેશના ખેલાડીઓ માટે વર્લ્ડ કપ પહેલાની સૌથી મહત્વપૂર્ણ સીરિઝ છે, જેને લઈ ફેન્સની સાથે બંને ટીમના ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સાહમાં છે. જેનો પુરવો છે આ વીડિયો. જેમાં ટીમ ઈન્ડિયા (Team India) ના 13 ખેલાડીઓનો જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ શેર કરી વીડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝ શરૂ થવાના એક દિવસ પહેલા BCCIએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ભારતના તમામ ખેલાડીઓ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. આ વીડિયોમાં દરેક ખેલાડીના હાથમાં બોલ હોય છે અને બધા બોલથી કેમેરા તરફ ઈશારો કરી રહ્યા છે. દરેક પોતાની સ્ટાઈલમાં બોલ સાથે રમી રહ્યા છે અને લાગી રહ્યું છે બધા ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા તૈયાર છે.
Excitement Levels High
CAN. NOT. WAIT for #INDvAUS to begin ⏳#TeamIndia pic.twitter.com/g9GsKird7y
— BCCI (@BCCI) September 21, 2023
13 ખેલાડીઓ વીડિયોમાં જોવા મળ્યા
આ વીડિયોમાં ભારતીય ટીમના કુલ 13 ખેલાડીઓ જોવા મળ્યા હતા. જેમાં પહેલી બે મેચમાં ટીમનો કપ્તાન કેએલ રાહુલ સૌથી પહેલા દેખાઈ છે. ત્યારબાદ વાઈસ કેપ્ટન રવીન્દ્ર જાડેજા આવે છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, સૂર્યકુમાર યાદવ, મહોમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, તિલક વર્મા અને શાર્દૂલ ઠાકુર જોવા મળે છે.
આ પણ વાંચો : County : ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર ભારતીય ખેલાડીની ઈંગ્લેન્ડમાં દમદાર સેન્ચુરી
Coming next #INDvAUS
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia pic.twitter.com/Jl7bLEz2tK
— BCCI (@BCCI) September 18, 2023
વિરાટ-રોહિત-હાર્દિકની ગેરહાજરી
આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી જોવા મળ્યા નહીં. આ સિવાય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને કુલદીપ યાદવ પણ વીડિયોમાં દેખાયા નહીં. આ ખેલાડીઓ પહેલી બે મેચમાં ટીમનો ભાગ નહીં હોય. આ તમામ ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમત જોવા મળશે.