ZIM vs IND : ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વેમાં એન્ટ્રી, શુભમન ગિલ પણ અમેરિકાથી સીધો હરારે પહોંચ્યો, જુઓ વીડિયો

|

Jul 03, 2024 | 10:16 AM

શુભમન ગિલની કેપ્ટનશીપમાં 5 ટી20 મેચની સીરિઝ રમવા માટે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસની શરુઆત 6 જુલાઈથી થશે. આ પ્રવાસની છેલ્લી મેચ 14 જુલાઈના રોજ રમાશે.

ZIM vs IND  : ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વેમાં એન્ટ્રી, શુભમન ગિલ પણ અમેરિકાથી સીધો હરારે પહોંચ્યો, જુઓ વીડિયો

Follow us on

ઝિમ્બાબ્વેમાં 5 ટી20 સીરિઝ રમવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડી હરારે પહોંચી ચુક્યા છે. આ પ્રવાસ પર ભારતીય ટીમને 5 ટી20 મેચની સીરિઝ રમવાની છે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પ્રવાસ પર કોચની ભૂમિકા વીવીએસ લક્ષ્મણ ભારતીય ખેલાડીઓ સાથે પહોંચી ગયા છે. ઝિમ્બાબ્વે ટીમની વાત કરીએ તો તેમણે ભારતીય ટીમ હરારે પહોંચે તે પહેલા પ્રેક્ટિસ શરુ કરી દીધી છે.

શુભમન ગિલ અને ટીમ ઈન્ડિયાના હરારે પહોંચવાના ફોટો અને વીડિયો ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ભારતથી ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. તો શુભમન ગિલ ટી20 સીરિઝ માટે સીધી અમેરિકાથી હરારે પહોંચ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 08-07-2024
સોમવારે ભૂલથી પણ ન કરતાં આ 7 કામ, કષ્ટથી ઘેરાઈ જશે જિંદગી !
Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર

 

 

અમેરિકામાં રજાઓનો આનંદ માણી હરારે પહોંચ્યો ગિલ

ગિલ ટી20 વર્લ્ડકપ 2024 દરમિયાન ભારતીય ટીમના રિઝર્વ સ્કોવોર્ડનો ભાગ હતો. તેમણે ગ્રુપ સ્ટેજ બાદ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. ટીમમાંથી રિલીઝ થયા બાદ ગિલ અમેરિકામાં રજાઓનો આનંદ માણી રહ્યો હતો. હવે ટીમ સાથે જોડાઇ ગયો છે.

 

 

પહેલી વખત 5 ટી20 મેચની સિરીઝ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી વખત 5 ટી20 મેચની મોટી સિરીઝ રમાશે. આ પહેલા ક્યારે પણ ટીમે ઝિમ્બાબ્વેની સાથે 5ટી20 મેચની આટલી મોટી સીરિઝરમી નથી, વર્ષ 2010માં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતે 2 ટી20 મેચની સિરીઝ રમી અને 2-0થી જીતી. ત્યારબાદ 2015માં પણ 2 મેચની સીરિઝ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમી હતી. જે 1-1થી ડ્રો રહી હતી. 2016માં ભારતીય ટીમે 3 ટી20 મેચની સિરીઝ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમી અને 2-1થી પોતાને નામ કરી હતી.

Next Article