‘નરેન્દ્ર મોદી’, ‘સચિન તેંડુલકર’, ‘અમિત શાહ’, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે આ નામો સાથે અરજીઓ આવી

ભારતીય ટીમના મુખ્ય કોચ માટે અરજી કરવાની છેલ્લી પૂર્ણ થઈ ચુકી છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરના નામની અરજીઓ આવી છે. લોકોએ રાજકીય નેતાઓના નામનો ઉપયોગ કરી નકલી અરજી કરી છે.

નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, અમિત શાહ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે આ નામો સાથે અરજીઓ આવી
| Updated on: May 28, 2024 | 3:38 PM

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને 3000 થી વધુ અરજીઓ મળી હોવાના અહેવાલ છે. રસપ્રદ વાત એ છે કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે, પરંતુ તેના નામ પર અરજી આવી નથી. પરંતુ નરેન્દ્ર મોદી, સચિન તેડુંલકર અને અમિત શાહ જેવા નામ સાથે અન્ય લોકોએ પણ અરજી કરી છે.

ટીમ ઈન્ડિયાના કોચ માટે આવ્યા નકલી ફોર્મ

બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે આવેદનમાટે નકલી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પ્રખ્યાત હસ્તીઓ અને રાજકીય નેતાઓના નકલી નામોનો ઉપયોગ કરીને અરજીઓ સબમિટ કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બોર્ડને તેંડુલકર, ધોની, હરભજન સિંહ અને વિરેન્દ્ર સેહવાગ સહિત પૂર્વ ક્રિકેટરોના નામ પર અનેક અરજીઓ મળી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પણ છે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતુ કે, ગત્ત વર્ષ પણ બીસીસીઆઈને આવી નકલી અરજી મળી હતી. આ વખતે પણ આવું જ જોવા મળ્યું છે. હવે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે, ટીમ ઈન્ડિયાનો નવો કોચ કોણ હશે.

ટી20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થશે

ટીમ ઈન્ડિયાનો હાલમાં કોચ રાહુલ દ્વવિડ છે. જેનો કાર્યકાળ ટી20 વર્લ્ડકપ બાદ પૂર્ણ થઈ જશે. આ મોટી ઈવેન્ટ બાદ બીસીસીઆઈને ભારતીય ટીમનો નવો હેડ કોચ મળશે.ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે 3000 લોકોએ અરજી કરી છે.

આ પણ વાંચો : IPLમાં ચેમ્પિયન બન્યા બાદ KKRની પાર્ટીમાં અનન્યા પાંડેએ આન્દ્રે રસેલ સાથે ડાન્સ કર્યો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો