
તંજીદ હસન તમીમે ઓસ્ટ્રેલિયા સામે તેમના જ ઘરમાં શુક્રવારે 14 ઓગસ્ટે જે કામ કર્યું, તે આ પહેલા ક્યારેય થયું નહોતું. પ્રથમ ટેસ્ટના બીજા દિવસે તમીમે પોતાની સદી પૂરી કરી. આ સાથે જ તેનું નામ ઇતિહાસના પાનામાં નોંધાઈ ગયું છે.
તમીમે ઓસ્ટ્રેલિયા સામે કમાલની બેટિંગ કરી. તે પહેલા જ દિવસે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવા આવ્યો હતો અને બીજા દિવસે જોરદાર સદી ફટકારી. તે ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર બાંગ્લાદેશનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સાથે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગ્સના આધારે લીડ પણ મેળવી લીધી છે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બીજા સેશનમાં તંજીદ હસન તમીમે જબરદસ્ત બેટિંગ કરતા પોતાની સદી ફટકારી. તેણે 188 બોલ રમીને 100 રન પૂરા કર્યા.
Tanzid Hasan has the first Test century of his career! #MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/lXkIJrXHAO
— cricket.com.au (@cricketcomau) August 14, 2026
તંજીદ બાંગ્લાદેશનો નવો અને યુવા બેટ્સમેન છે. આ પહેલા તેણે માત્ર એક જ ટેસ્ટ મેચ રમી હતી અને તેમાં 30 રનની ઇનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે, તે પહેલીવાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રમવા આવ્યો છે. જો કે, પ્રથમ મેચમાં જ તેણે જબરદસ્ત રંગ જમાવ્યો અને સદી ફટકારી દીધી.
આ પહેલા માત્ર એક જ બાંગ્લાદેશી ક્રિકેટરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી ફટકારી હતી. વર્ષ 2006 માં શહરયાર નફીસે 138 રનની ઇનિંગ રમી હતી. હવે જઈને તંજીદે આ દુકાળનો અંત આણ્યો છે.
ટૂંકમાં, ઓસ્ટ્રેલિયા સામે પૂરા 20 વર્ષ પછી કોઈ બાંગ્લાદેશી ખેલાડીએ ટેસ્ટ સદી ફટકારવાનું કામ કર્યું છે. આ સદી એટલા માટે મહત્વની છે, કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આવી છે.
આ દરમિયાન જો મેચની વાત કરવામાં આવે તો, તેના પર બાંગ્લાદેશે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 198 રન પર ઓલઆઉટ થનારી ઓસ્ટ્રેલિયાની બોલિંગ પણ બહુ અસરકારક રહી નહોતી. બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધીમાં 300 થી વધુ રન બનાવી ચૂકી છે અને પ્રથમ ઇનિંગ્સના આધારે સારી એવી લીડ પણ મેળવી ચૂકી છે.
MAIDEN TEST CENTURY!
Tanzid Hasan Tamim reaches his first Test century in style against Australia! What a moment! #Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/ylTeh1QVdx
— Bangladesh Cricket (@BCBtigers) August 14, 2026
બાંગ્લાદેશની ટીમે 6 વિકેટ ગુમાવીને 351 રન બનાવી દીધા છે અને લીડ પણ 153 રનની થઈ ગઈ છે. પોતાની સદી પૂરી કર્યા પછી તંજીદ થોડી જ વારમાં આઉટ પણ થઈ ગયો. તેણે 197 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
તંજીદની સદી ઉપરાંત કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. હવે અહીંથી ઓસ્ટ્રેલિયાએ આ મેચ બચાવવી હોય તો બોલિંગ અને બેટિંગમાં જોરદાર પ્રદર્શન કરવું પડશે.
100 થી વધુ ટેસ્ટ મેચ રમનારા દિલીપ વેંગસરકરના નામે 17 સદી છે. જો કે, ઓસ્ટ્રેલિયામાં તેઓ 16 મેચ રમ્યા પછી પણ સદી ફટકારી શક્યા નહોતા. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં 10 જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 9 ટેસ્ટ રમી હતી.
આ બંનેના નામે પણ ત્યાં ટેસ્ટ ફોર્મેટમાં સદી નથી. તેમના સિવાય મહાન કપિલ દેવ, નવાબ પટોડી, શુભમન ગિલ, ગૌતમ ગંભીર અને શિખર ધવન જેવા બેટ્સમેનો પણ ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી શક્યા નથી.