મોહમ્મદ શમીની એન્ડોર્સમેન્ટ ફીમાં 100 ટકાનો વધારો, બમણી થઈ કમાણી

|

Nov 17, 2023 | 2:28 PM

વર્લ્ડ કપ 2023માં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ધમાકેદાર બોલિંગ પ્રદર્શન કરી ટીમને વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચાડવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેનો ફાયદો ટીમને તો થયો જ છે, સાથે જ શમીની બ્રાન્ડ વેલ્યૂમાં પણ તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. શમીની એન્ડોર્સમેન્ટ ફીમાં 100 ટકાનો વધારો થયો છે.

મોહમ્મદ શમીની એન્ડોર્સમેન્ટ ફીમાં 100 ટકાનો વધારો, બમણી થઈ કમાણી
Mohammad Shami

Follow us on

જ્યારે વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં શમીને સ્થાન મળશે કે નહીં તેની પણ કોઈને ખબર ન હતી, પરંતુ હાર્દિક પંડ્યા ઘાયલ થતા શમીને ટીમમાં સ્થાન મળ્યું અને બાદમાં જે થયું એ ઈતિહાસ બની ગયો. શમીએ વર્લ્ડ કપમાં તરખાટ મચાવતા માત્ર 6 મેચમાં 23 વિકેટ ઝડપી સૌથી સફળ બોલર બની ગયો.

સેમી ફાઈનલમાં સાત વિકેટ ઝડપી

ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં શમીએ એકલા હાથે 7 વિકેટ ઝડપી હતી. જ્યારે વિશ્વ કપમાં બીજા નંબરે સૌથી વધુ વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા છે જેણે 10 મેચમાં 22 વિકેટ ઝડપી છે. હવે તમારે મોહમ્મદ શમી અને વિશ્વના અન્ય બોલરો વચ્ચેનો તફાવત સમજવો જોઈએ.

શમી મોટો પોસ્ટર બોય બની ગયો

કદાચ આ જ કારણ છે કે 10 મેચમાં 700થી વધુ રન બનાવનાર વિરાટ કોહલી નહીં પરંતુ 6 મેચમાં 23 વિકેટ લેનાર મોહમ્મદ દેશ અને દુનિયાની મોટી કંપનીઓ માટે સૌથી મોટો પોસ્ટર બોય બની ગયો છે. તેને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ વર્લ્ડ કપ દરમિયાન તેની એન્ડોર્સમેન્ટ ફીમાં 100 ટકા એટલે કે બમણો વધારો થયો છે. મતલબ કે તેમના પર પૈસાનો વરસાદ સતત થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં તેમાં વધારો થવાનો છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

મોહમ્મદ શમીની ડિમાન્ડ જોરદાર વધી

કોલકાતા સ્થિત એથ્લેટ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની ફ્લેર મીડિયાના સ્થાપક સૌરજિત ચેટર્જીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ન્યુટ્રિશનથી લઈને આરોગ્ય, પીણાં, ઈલેક્ટ્રોનિક્સ અને હેડફોન સુધીની કંપનીઓ શમીને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા આતુર છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં કેટલીક કંપનીઓ સાથે એન્ડોર્સમેન્ટ ડીલ થવાની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું કે લગભગ બે થી ત્રણ અઠવાડિયામાં ઘણા મેલ અને ફોન કોલ્સ આવ્યા છે. આમાં વાર્ષિક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી લઈને સોશિયલ મીડિયા સહયોગ અને વર્લ્ડ કપ બાદ શો અને કાર્યક્રમોમાં હાજરી સુધીનો સમાવેશ થાય છે.

એન્ડોર્સમેન્ટ ફી બમણી થઈ ગઈ

જો કે ચેટર્જીએ કોઈ નાણાકીય વિગતો આપી નથી, તેમ છતાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન શમીની એન્ડોર્સમેન્ટ ફી 100 ટકા વધી છે એટલે કે બમણી. અગાઉ શમીની ડીલ દીઠ 40 થી 50 લાખ રૂપિયા હતી. જે વર્લ્ડ કપ દરમિયાન 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્લ્ડ કપ પહેલા, સ્પોર્ટસવેર ફર્મ પુમા, હેલ એનર્જી ડ્રિંક અને વિઝન 11 ફેન્ટસી એપએ શમીને તેમની સાથે જોડ્યો હતો. શમીના પ્રદર્શન બાદ આ કંપનીઓને જોરદાર ફાયદો મળી રહ્યો છે.

વર્લ્ડ કપમાં શમીની દમદાર બોલિંગ પ્રદર્શન

વર્લ્ડ કપ 2023ની પ્રથમ ચાર મેચમાં પ્લેઇંગ 11માંથી બહાર રહ્યા બાદ શમીએ 6 મેચમાં 23 વિકેટ લીધી છે, જેમાં ત્રણ વાર પાંચ કે તેથી વધુ વિકેટનો સમાવેશ થાય છે. તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનાર બોલર પણ બન્યો હતો. સેમી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે મોહમ્મદ શમીએ સાત વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો.

આ પણ વાંચો: પીએમ મોદી છે ‘ક્રિકેટ ફેન’, ભારતની મેચ જોવા આટલી વાર રહ્યા મેદાનમાં હાજર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 2:27 pm, Fri, 17 November 23

Next Article