તમારા બાળકને Jasprit Bumrah જેવી ક્રિકેટની તાલીમ અપાવવી છે? જાણી લો Ahmedabadના શ્રેષ્ઠ ટ્રેનિંગ સેન્ટર્સ વિશે

અમદાવાદમાં ક્રિકેટ માટેનો ઉત્સાહ વધતા શહેરમાં અનેક પ્રોફેશનલ એકેડેમીઓ ઉભી થઈ છે, જે યુવાનોને કરિયર બનાવવાની નવી તક આપી રહી છે.

તમારા બાળકને Jasprit Bumrah જેવી ક્રિકેટની તાલીમ અપાવવી છે? જાણી લો Ahmedabadના શ્રેષ્ઠ ટ્રેનિંગ સેન્ટર્સ વિશે
Cricket Future Star Enroll your kid to get trained as Jasprit Bumrah in Ahmedabad top 5 training centre
Image Credit source: Social Media
| Updated on: Mar 30, 2026 | 1:11 PM

તમને ખબર જ હસે કે જસપ્રીત બુમરાહે પોતાના આરંભિક દિવસોમાં અમદાવાદમાં તાલીમ લીધી. તેઓ રોયલ ક્રિકેટ એકેડેમી અને નિર્માણ હાઈ સ્કૂલ (વસ્ત્રાપુર)ના નેટ્સ પર પ્રેક્ટિસ કરતા. બુમરાહ અનેકવાર દિવાલ સામે બોલિંગ કરીને પોતાના સિગ્નેચર યોર્કર પર કામ કરતા, જેના કારણે તેમની બોલિંગમાં પ્રેશર અને ટેક્નિક વિકસીત થઈ. શું તમે પણ તમારા બાળકને બુમરાહ જેવા ક્રિકેટનો ઉમદા ખેલાડી બનાવવા માંગો છો તો જાણો આ સંપૂર્ણ માહિતી.

અમદાવાદ શહેર હવે માત્ર વેપાર અને શિક્ષણ માટે જ નહીં, પરંતુ ક્રિકેટ માટે પણ એક ઉદયમાન કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરમાં યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. અમદાવાદ શહેરમાં અનેક પ્રોફેશનલ એકેડેમીઓ શરૂ થઈ છે જે યુવાનોને બેઝિકથી એડવાન્સ લેવલ સુધી તાલીમ આપે છે. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ ખાસ કરીને ક્રિકેટ શીખવા માટે એકેડેમીઓમાં જોડાઈ રહ્યા છે. માતા-પિતાઓ પણ હવે બાળકોને અભ્યાસ સાથે સાથે સ્પોર્ટ્સમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.

અમદાવાદની જાણીતી એકેડેમી અને સુવિધાઓ

અમદાવાદની જાણીતી એકેડેમીઓ જેમ કે Cricket Academy of Gujarat, Universal Cricket Academy, Future Sports Academy, Sunrising Cricket Academy અને Royal Cricket Academy યુવાનોને ટેકનિક, ફિટનેસ, ડાયેટ અને રમતની સ્ટ્રેટેજી શીખવે છે. ટ્રેનિંગ સેશન્સ સવારે અને સાંજે યોજવામાં આવે છે, જેથી વિદ્યાર્થી પોતાના સુવિધા અનુસાર તાલીમ લઈ શકે. કેટલાક સેન્ટર્સમાં બોલિંગ મશીન, વિડિયો એનાલિસિસ અને મલ્ટી-લેયર હેંગર્સ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ તમામ એકેડેમીઓમાં અંદાજે ₹1,700 થી ₹30,000 (કોર્સ મુજબ ફેરફાર) ફી સ્ટ્રક્ચર છે જે કોચિંગ પ્રકાર, સમય અને સુવિધા પ્રમાણે બદલાઈ શકે છે.

Association અને Training Centre માં શું ફરક હોય છે?

ક્રિકેટ એસોસિએશનએ સંગઠન છે જે રાજ્ય અને સ્થાનિક સ્તરે ક્રિકેટનું સંચાલન કરે છે, જેમ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA). તે ખેલાડીઓના સિલેક્શન, ટૂર્નામેન્ટ્સ અને ટ્રાયલ્સનું આયોજન કરે છે.

જ્યારે ટ્રેનિંગ સેન્ટર/ક્રિકેટ એકેડેમીએ વ્યક્તિગત કે ખાનગી સંસ્થા છે જે ખેલાડીઓની ટેકનિક, પ્રેક્ટિસ અને રમતની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત, અહીં ફિટનેસ, ગેમ સ્ટ્રેટેજી અને પ્રોફેશનલ કોચિંગ પણ આપવામાં આવે છે.

Training Centre થી National Team Selection સુધીનો માર્ગ

  • સ્થાનિક ટ્રેનિંગ સેન્ટર્સ (Local Training Centres): ખેલાડીઓ સૌથી પહેલા નજીકની ટ્રેનિંગ સેન્ટર અથવા એકેડેમી ખાતે મૂળભૂત તાલીમ લઈ શરૂ કરે છે. અહીં બેઝિક ટેકનિક, ફિટનેસ અને રમતના નિયમો શીખવવામાં આવે છે.
  • ક્લબ/જિલ્લા સ્તરની ટ્રાયલ્સ (Club/District Trials):એકેડેમી દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત ખેલાડીઓ શહેર અથવા જિલ્લા સ્તરે આયોજિત ટ્રાયલ્સમાં ભાગ લે છે. આ એકેડેમીમાં ખેલાડીઓની પર્ફોર્મન્સ અને ટેકનિક પર નજર રાખવામાં આવે છે.
  • રાજ્ય સ્તરની પસંદગી (State Association Selection): ટ્રાયલ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ રાજ્ય ટીમ માટે પસંદ કરવામાં આવે છે. અહીંથી તેમની રમતના સ્તર અને કૌશલ્યને વધુ વિકસાવવામાં આવે છે.
  • રાષ્ટ્રીય/ઝોનલ કેમ્પ્સ (National Camps/Zonal Trials): રાજ્ય સ્તરે પસંદ થયેલા ખેલાડીઓને ઝોનલ અથવા રાષ્ટ્રીય સ્તરના કેમ્પમાં બોલાવવામાં આવે છે. અહીં વધુ કઠિન પ્રેક્ટિસ, તકનિકી તાલીમ અને સ્પર્ધાત્મક રમતનો અનુભવ આપવામાં આવે છે.
  • ભારત રાષ્ટ્રીય ટીમ (India National Team): સૌથી શ્રેષ્ઠ અને સતત પ્રદર્શન કરનારા ખેલાડીઓ આખરે ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે પસંદ થાય છે.

તાલીમ માટે ગ્રુપ-વાઈઝ શ્રેણી

અકાદમીમાં ખેલાડીઓને તેમની ક્ષમતા, ઉમર અને કૌશલ્ય અનુસાર અલગ-અલગ કેટેગરીમાં ગોઠવવામાં આવે છે:

  • ઉમરના ગ્રુપ (Age Groups): U-12, U-14, U-16, U-19, અને સીનિયર
  • કૌશલ્ય સ્તર (Skill Level): બિગીનર, ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ
  • ખેલના ફોકસ (Format Focus): બેટિંગ, બોલિંગ, વિકેટકીપિંગ , ઓલરાઉન્ડર
  • સીઝનલ/કેમ્પ તાલીમ (Seasonal/Camp Training): સમર કેમ્પ, વિંટર કેમ્પ, સ્પેશિયલ કોચિંગ

આ રીતે દરેક ખેલાડીની ક્ષમતા અનુસાર કસ્ટમાઇઝ્ડ તાલીમ મળે છે, જે તેમને સ્પર્ધાત્મક સ્તરે તૈયાર કરે છે.

નિષ્ણાતોના મતે ક્રિકેટનું ભવિષ્ય

ગુજરાતના ક્રિકેટ નિષ્ણાતો માને છે કે, યોગ્ય માર્ગદર્શન અને સતત પ્રેક્ટિસથી અમદાવાદના યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે છે. આ સાથે, યુવાનોને નેટવર્કિંગ, ટૂર્નામેન્ટ્સનો અનુભવ અને કોચિંગનો ફાયદો મળે છે. અમુક સ્પોર્ટ્સ એનાલિસ્ટો અનુસાર, જો આ ટ્રેન્ડ આગળ વધે તો આગામી વર્ષોમાં અમદાવાદમાંથી ઘણા પ્રતિભાશાળી ક્રિકેટરો દેશને મળવાનું સંભવ છે. આ શહેર હવે માત્ર કારકિર્દી કે શિક્ષણ માટે નહીં, પરંતુ ક્રિકેટ માટે પણ એક મહત્વપૂર્ણ હબ બની રહ્યું છે.

નોંધ: આ સમગ્ર પ્રોસેસમાં સતત પ્રેક્ટિસ, ટેક્નિકલ કૌશલ્ય, ગેમની સમજ અને પ્રદર્શન અત્યંત મહત્વપૂર્ણ છે.

IPL Breaking: વર્લ્ડ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો 300 ટી20 મેચ રમનારી દુનિયાની પ્રથમ ફ્રેન્ચાઈઝી ટીમ બની

Follow Us