Cricket: ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વાર! સ્વરુપવાન મહિલા ખેલાડી, પુરુષ ખેલાડીઓના કોચના રુપમાં જોવા મળશે

|

Mar 17, 2021 | 11:04 AM

ક્રિકેટ ઇતિહાસ (Cricket History) માં એવું પ્રથમ વાર થવા જઇ રહ્યુ છે કે, એક મહિલા ખેલાડી દ્વારા પુરુષ ટીમને કોચિંગ આપતી નજર આવશે. ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટ (English County Cricket) ક્લબ સક્સેસ દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે.

Cricket: ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વાર! સ્વરુપવાન મહિલા ખેલાડી, પુરુષ ખેલાડીઓના કોચના રુપમાં જોવા મળશે
Sara Taylor

Follow us on

ક્રિકેટ ઇતિહાસ (Cricket History) માં એવું પ્રથમ વાર થવા જઇ રહ્યુ છે કે, એક મહિલા ખેલાડી દ્વારા પુરુષ ટીમને કોચિંગ આપતી નજર આવશે. ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટ (English County Cricket) ક્લબ સક્સેસ દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, સારા ટેલર (Sara Taylor) આગામી સિઝન માટે કોચિંગ સ્ટાફના રુપે સામેલ થશે. આ સાથે જ સક્સેસ ક્રિકેટ ક્લબ (Success Cricket Club) એ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, અમને એ બતાવતા ખુશી થઇ રહી છે કે, અમારા કોચિંગ સ્ટાફ (Coaching Staff) ના રુપમાં સારા ટેલર અને એશલે રાઇટ (Ashley Wright) કામ કરશે, આ બંને પૂર્ણ સમયના રુપે ટીમને કોચિંગ આપશે.

ઇંગ્લંડ (England) ની ટીમની પૂર્વ મહિલા વિકેટકીપર બેટ્સમેન સારા ટેલર સક્સેસ ટીમના વિકેટકીપર્સ પર ધ્યાન આપતુ કામ કરશે અને તેમને વિકેટકીપીંગના ગુણો પણ શિખવશે. તેમને પુર્ણ રુપની જવાબદારી સોંપવામા આવી છે, જેથી ખેલાડીઓના પ્રદર્શનમાં સુધારો આવે. તેમણે સ્વાસ્થ્ય ઠીક નહી રહેવાને લઇને 13 વર્ષ લાંબા ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. હવે તે ક્રિકેટમાં નવા સ્વરુપે આવી રહી છે. તેમના કોચિંગ સ્ટાફમાં આવવાને લઇને ભવિષ્યમાં મહિલાઓની પુરુષ ક્રિકેટમાં ભાગીદારી પણ વધી જશે.

Sara Taylor

સારાએ ક્લબ સાથે જોડાવવાને લઇને કહ્યુ હતુ કે, ક્લબમાં વિકેટકીપરો સાથે કામ કરવાને લઇને હું ખુશ છું. અમારા ક્લબ સક્સેસની પાસે સારા વિકેટકીપરોનું ગૃપ છે. જેમની સાથે કામ કરવા માટે હુ ખૂબ જ ઉત્સાહિત છુ. સાથે કહ્યુ હતુ કે, પુરુષ ક્રિકેટમાં હવે મહિલાઓની હિસ્સેદારી વધી રહી છે. કારણ કે હવે અંપાયર અને કોચિંગ સ્ટાફમાં પણ મહિલાઓ આવી રહી છે. ક્રિકેટના સપોર્ટ સ્ટાફના રુપે પણ મહિલાઓ કામ કરી રહી છે. જોકે પ્રથમ વાર કોઇ મહિલા હવે પુરુષ ખેલાડીઓને કોચિંગ આપશે, જે આ પહેલા ક્યારેય જોવા નથી મળ્યું. સારા આમ કરનારી પ્રથમ મહિલા ખેલાડી બની જશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સારા ટેલર એ ઇંગ્લેંડ માટે 226 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 10 ટેસ્ટ, 126 વન ડે અને 90 T20 મેચમાં ઇંગ્લેંડનું પ્રતિનિધીત્વ કર્યું છે. આ દરમ્યાન તેણે 6000 થી વધારે રન કર્યા છે. તેણે કેરિયરમાં 7 શતક લગાવ્યા છે. સારાએ પોતાના કેરિયરની શરુઆત 2006 માં કરી હતી અને 2019માં ક્રિકેટને અલવિદા કહી દીધી હતી.

Next Article