Cricket: ક્રિસે ગેઇલનું વધુ એક પરાક્રમ, દરિયાના તળીયામાં જઇ પાણીમાં પુશઅપ કરવા લાગ્યો, જુઓ વિડીયો

|

May 19, 2021 | 1:44 PM

આઇપીએલ 2021 સ્થગીત થયા બાદ વિદેશી ક્રિકેટરોને માલદિવ (Maldives) સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ઓસ્ટ્રેલીયન અને વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરો માલદિવમાં રોકાણ કર્યુ હતુ. આ દરમ્યાન આ આરામના દિવસોને ખેલાડીઓએ કોરોનાની ચિંતા વચ્ચે હળવા રહેવા મોજ મસ્તી સાથે પસાર કર્યા હતા.

Cricket: ક્રિસે ગેઇલનું વધુ એક પરાક્રમ, દરિયાના તળીયામાં જઇ પાણીમાં પુશઅપ કરવા લાગ્યો, જુઓ વિડીયો
Chris Gayle

Follow us on

આઇપીએલ 2021 સ્થગીત થયા બાદ વિદેશી ક્રિકેટરોને માલદિવ (Maldives) સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ઓસ્ટ્રેલીયન અને વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરો માલદિવમાં રોકાણ કર્યુ હતુ. આ દરમ્યાન આ આરામના દિવસોને ખેલાડીઓએ કોરોનાની ચિંતા વચ્ચે હળવા રહેવા મોજ મસ્તી સાથે પસાર કર્યા હતા. ખાસ કરીને માલદિવમાં સૌથી વધારે આનંદ ક્રિસ ગેઇલે (Chris Gayle) ઉઠાવ્યો છે.

ગેઇલના મસ્તી ભરી તસ્વીરો અને તેના પરાક્રમો સોશિયલ મીડિયા પર જોવા મળતી રહેતી હતી. આ દરમ્યાન તે દરિયા ના તળીયે પાણીમાં પુશઅપ કરી રહ્યો હોવાનો વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. વિડીયો મુજબ તે દરિયામાં વર્ક આઉટ કરે છે અને દરિયામાં રહેલી રંગબેરંગી માછલીઓને પકડવા માટે ની મસ્તિ પણ કરે છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ક્રિસ ગેઇલ આઇપીએલ 2021 ની સિઝનમાં આમ તો કોઇ ખાસ પ્રભાવ ઉભો કરી શક્યો નહોતો. તેણે પોતાની ટીમ પંજાબ કિંગ્સ તરફ થી 8 મેચ રમી હતી. જે દરમ્યાન તેણે 25.42 ની સરેરાશ થી 178 રન બનાવ્યા હતા. જોકે તેણે આઇપીએલ 2021 ની સિઝનમાં રમતી વેળા ટુર્નામેન્ટમાં 350 છગ્ગા લગાવનારો તે પ્રથમ બેટ્સમેન બનાવની ઉપલબ્ધી હાંસલ કરી હતી. આઇપીએલમાં તે સૌથી વધારે છગ્ગા લગાવનારો બેટ્સમેન છે. આઇપીએલમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ ક્રિસ ગેઇલના નામે નોંધાયેલો છે.

આઇપીએલ 2021 ને કોરોના વાયરસના વધતા જતા પ્રમાણને લઇને અશ્નિત સમય સુધી રોકી દેવાઇ હતી. લીગની બાકી રહેલી 31 મેચોને રમાડવા માટેના આગળના આયોજનને લઇને હાલ સુધી કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી. લીગ દરમ્યાન બાયોબલમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઇને કોરોના સંક્રમણ લાગવાને લઇને ટુર્નામેન્ટને રોકી દેવાઇ હતી.

Next Article