IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ, જાણો ક્યારે, ક્યા અને કઈ રીતે જોઈ શકશો મેચ

Cricket : ભારત અને પાકિસ્તાન (IND vs PAK) બંને ટીમો પોતાની પ્રથમ મેચમાં પરાજય પામ્યા હતા અને હવે બંને ટીમો એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે.

IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ, જાણો ક્યારે, ક્યા અને કઈ રીતે જોઈ શકશો મેચ
India vs Pakistan Cricket Match CWG 2022 (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 4:31 PM

બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)માં રવિવારનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે યુદ્ધ થશે અને આ યુદ્ધ ક્રિકેટના મેદાન પર થશે. ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો આમને સામને થશે અને જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાના હાથે હારી ગયું હતું. જ્યારે પાકિસ્તાનની ટીમ બાર્બાડોસ જેવી ટીમ સામે હારી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયા સામે આઠ વિકેટે 154 રન બનાવ્યા હતા. પરંતુ ટીમના બોલરો આ લક્ષ્યનો બચાવ કરી શક્યા ન હતા અને મેચ હારી ગયા હતા. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં સાત વિકેટે 157 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ હારથી ભારતને મોટુ નુકસાન થયું છે અને હવે તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન સામે હારવા માંગતી નથી. જ્યારે પણ પાકિસ્તાન સાથે મેચ હોય છે, ત્યારે રોમાંચ ચરમસીમા પર હોય છે અને આ મેચ બંને દેશોની વિશ્વસનીયતા બની જાય છે. તેથી આ મેચ જીતવા માટે બંને ટીમો પોતાનો જીવ રેળી દેશે.

પાકિસ્તાન બારબાડોસ સામે હારી ગઈ, હવે ભારત સામે ટક્કર

બાર્બાડોસ જેવી નવી ઉભરી રહેલી ટીમ સામે પાકિસ્તાનનો પરાજય થશે તેવી કોઈએ અપેક્ષા ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાર્બાડોસે ચાર વિકેટના નુકસાને 144 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 129 રનથી આગળ વધી શકી ન હતી. તેને પણ આ મેચમાં જીતની સખત જરૂર છે. જો બંનેમાંથી કોઈ એક ટીમ હારશે તો આગળના રાઉન્ડમાં જવાનું ખૂબ જ મુશ્કેલ બની જશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો, ક્યારે, ક્યાં અને કઈ રીતે જોઈ શકશો મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ 2022ની લીગ રાઉન્ડની મેચ ક્યારે રમાશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ રવિવાર, 31 જુલાઈના રોજ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ ક્યાં રમાશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સની લીગ રાઉન્ડની મેચ ક્યારે શરૂ થશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચ બપોરે 3.30 કલાકે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું જીવંત પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે કોમનવેલ્થ ગેમ્સના લીગ રાઉન્ડની મેચનું સોની લિવ એપ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">