CWG 2022: ભારતીય એથ્લેટિક્સ દળ ડોપિંગ પોઝિટિવને લઈ મુશ્કેલીમાં, હવે આ બે ખેલાડીઓ બહાર થયા

|

Jul 24, 2022 | 9:13 PM

અગાઉ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં ભાગ લેવા જઈ રહેલી એથ્લેટ એસ ધનલક્ષ્મી અને ટ્રિપલ જમ્પમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક ઐશ્વર્યા બાબુ પણ ડોપિંગમાં ફસાયા હતા.

CWG 2022: ભારતીય એથ્લેટિક્સ દળ ડોપિંગ પોઝિટિવને લઈ મુશ્કેલીમાં, હવે આ બે ખેલાડીઓ બહાર થયા
CWG 2022: બે ખેલાડીઓ ગેમ્સમાં નહીં રમી શકે

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) પહેલા એક પછી એક ભારત ડોપિંગના મામલામાં ફસાઈ રહ્યું છે. તાજેતરનો મામલો પેરા એથ્લેટ્સનો છે. ટ્રિબ્યુનના સમાચાર મુજબ, 28 જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા બે પેરા એથ્લેટ નાડાના ડોપિંગ ટેસ્ટ (Doping Test) માં પોઝિટિવ મળ્યા છે. આ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એક સપ્તાહમાં આ બીજો કિસ્સો છે જ્યારે ડોપિંગના કારણે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હોય. અગાઉ પણ બે ખેલાડીઓ બહાર થઈ ચુક્યા છે. ત્યાં હવે વધુ બે ખેલાડીઓને લઈ મુશ્કેલી સર્જાઈ છે.

ગીતા અને અનીશ ડોપિંગમાં ફસાયા

શોટપુટની IF1 કેટેગરીમાં અનીશ કુમાર અને પાવરલિફ્ટર ગીતા બંને પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના ટેસ્ટમાં પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરવાનો આરોપ છે. બંનેને બે દિવસ પહેલા AF દ્વારા નોટિસ આપવામાં આવી છે. અનીશનો સેમ્પલ પૂણેમાં લેવામાં આવ્યો હતો, જ્યારે ગીતાનો સેમ્પલ જવાહરલાલ નેહરુ કેન્દ્ર ખાતેથી જૂનમાં લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અનીશે બ્લડ પ્રેશરની દવા લીધી હતી જેમાં માસ્કિંગ એજન્ટ મળી આવ્યો હતો. ગીતાના સેમ્પલમાં સ્ટેરોઈડ મળી આવ્યું હતું જેના પર પ્રતિબંધ છે. ગીતા નેશનલ પાવરલિફ્ટિંગ કોચ જેપી સિંહ સાથે તાલીમ લઈ રહી છે જે પાવરલિફ્ટિંગ પેરાલિમ્પિક કમિટિ ઑફ ઈન્ડિયાના પ્રમુખ છે.

ધનલક્ષ્મી અને ઐશ્વર્યા પણ બહાર થઈ ગઈ હતી

અગાઉ, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલી ભારતની એથ્લેટિક્સ ટુકડીમાં એથ્લેટ એસ ધનલક્ષ્મી અને ટ્રિપલ જમ્પમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક ઐશ્વર્યા બાબુ પ્રતિબંધિત પદાર્થોના સેવન માટે દોષિત ઠર્યા હતા. આ બંનેને 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી બર્મિંગહામમાં યોજાનારી ગેમ્સમાં ભાગ લેવા પર પણ રોક લગાવવામાં આવી છે. વર્લ્ડ એથ્લેટિક્સની એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ દ્વારા હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં ધનલક્ષ્મીને પ્રતિબંધિત સ્ટેરોઇડ્સનું સેવન કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. ધનલક્ષ્મી 100m અને 4×100m રિલેમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની હતી. તેણે યુજેનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો ન હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

ધનલક્ષ્મીએ 26 જૂને કોસાનોવ મેમોરિયલ એથ્લેટિક્સ મીટમાં 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 22. 89 સેકન્ડ અને રાષ્ટ્રીય રેકોર્ડ ધારકો સરસ્વતી સાહા (22.82 સેકન્ડ) અને હિમા દાસ (22.88 સેકન્ડ) પછી 23 સેકન્ડથી ઓછી ઘડિયાળમાં ત્રીજી ભારતીય બની. તે પછી જ તે લાઇમલાઇટમાં આવી હતી. બીજી તરફ, 24 વર્ષીય ઐશ્વર્યાનું ગયા મહિને ચેન્નાઈમાં નેશનલ ઈન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન નાડાના અધિકારીઓ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. તેની તપાસનું પરિણામ પોઝિટિવ આવ્યું છે.

 

 

 

Published On - 9:11 pm, Sun, 24 July 22

Next Article