CWG 2022 Live Update Day 11 : હોકીમાં ભારતને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે થયો પરાજય

|

Aug 08, 2022 | 9:07 PM

Commownwelth Game 2022 day 11 Live Update in Gujarati : કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 18 ગોલ્ડ મેડલ આવ્યા છે. મેડલ ટેલીમાં ભારત 5માં ક્રમે છે

CWG 2022 Live Update Day 11 : હોકીમાં ભારતને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે થયો પરાજય
Commonwealth Games 2022

Follow us on

CWG 2022 Live Updates:કોમનવેલ્થ ગેમ્સનો આજે 11મો દિવસ છે.કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 11મો અને છેલ્લો દિવસ છે. ભારતના ખાતામાં 18 ગોલ્ડ છે અને આજે લગભગ 5 વધુ ગોલ્ડ મેડલ આવી શકે છે. પીવી સિંધુ, લક્ષ્ય સેન, શરથ કમલ, હોકી ટીમ અને સાત્વિક અને ચિરાગ શેટ્ટીની જોડી ગોલ્ડ માટે પોતાનો પડકાર રજૂ કરશે. ભારત પાસે મેડલ ટેલીમાં પણ ઉંચી છલાંગ લગાવવાની તક છે. અત્યારે ભારત પાંચમા સ્થાને છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Aug 2022 07:15 PM (IST)

    CWG 2022 Live: મેન્સ હોકીમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળી હાર

    CWG ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ફરી એકવાર ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને પછી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જબરદસ્ત પ્રદર્શનના આધારે ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમને વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયાએ 7-0થી ખરાબ રીતે પરાજય આપ્યો હતો અને સતત સાતમી વખત ગેમ્સમાં પુરૂષ હોકીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 08 Aug 2022 06:17 PM (IST)

    CWG 2022 Live :હોકીમાં ભારતીય ટીમ 7-0થી પાછળ

    હોકીમાં ભારતીય પુરુષ ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 7-0થી પાછળ છે. હવે ભારતનું પુનરાગમન ઘણું મુશ્કેલ બની ગયું છે અને ટીમ ઈન્ડિયાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડી શકે છે.


  • 08 Aug 2022 05:52 PM (IST)

    CWG 2022 Live : ચિરાગ-સાત્વિકની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો

  • 08 Aug 2022 05:45 PM (IST)

    CWG 2022 Live :ઓસ્ટ્રેલિયાએ 5મો ગોલ કર્યો

    ભારત માટે હવે મેચમાં વાપસી કરવી અશક્ય બની જશે. ઓસ્ટ્રેલિયાએ 5મો ગોલ કર્યો છે. ભારત પોતાનું ખાતું પણ ખોલી શક્યું નથી. ગોલ્ડ મેચમાં ઓસ્ટ્રેલિયા 5-0થી આગળ છે.

  • 08 Aug 2022 05:44 PM (IST)

    CWG 2022 Live :શરથ અને પિચફોર્ડ ટેબલ ટેનિસમાં

    ટેબલ ટેનિસમાં શરથ કમલ અને લિયામ પિચફોર્ડ વચ્ચેની મેચ ચાલુ છે. પ્રથમ ગેમ હાર્યા બાદ શરથે શાનદાર વાપસી કરી છે અને બે ગેમ જીતી છે. આ મેચ જીતવા માટે તેણે વધુ બે મેચ જીતવી પડશે.

  • 08 Aug 2022 05:37 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટનમાં ભારતીય જોડીએ પ્રથમ ગેમ જીતી

    બેડમિન્ટનમાં ભારતીય જોડીએ પહેલી ગેમ 21-15ના માર્જીનથી જીતી લીધી છે. ચિરાગ અને સાત્વિક શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે અને ઈંગ્લેન્ડ સામે સારું રમ્યા છે. આ જોડી ભારતને આજે ત્રીજો ગોલ્ડ અપાવી શકે છે.

  • 08 Aug 2022 05:37 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ – ફાઇનલ મેચ

    ભારતના શરથ કમલ અચંતા ઇંગ્લેન્ડના પિચફોર્ડ સામે પ્રથમ મેચ હારી ગયા છે

  • 08 Aug 2022 05:32 PM (IST)

    CWG 2022 Live :હોકી ફાઇનલ – ભારત વિ ઓસ્ટ્રેલિયા

    ઓસ્ટ્રેલિયાએ બીજા હાફમાં વધુ એક ગોલ કર્યો છે, હવે તે 3-0થી આગળ છે. ભારત માટે હવે મોટો પડકાર છે

  • 08 Aug 2022 05:25 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની જોડીનો મુકાબલો શરૂ

    બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના ચિરાગ અને સાત્વિકનો મુકાબલો ઇંગ્લેન્ડના બેન લેન અને વેદી સેન સામે થશે. પ્રથમ ગેમમાં બંને જોડી વચ્ચે  ટક્કર ચાલુ  છે.

  • 08 Aug 2022 05:21 PM (IST)

    CWG 2022 Live : ઓસ્ટ્રેલિયાએ ભારતીય પુરુષ હોકી ટીમ પર 2-0ની સરસાઈ મેળવી

    ભારતીય પુરુષ હોકી ટીમ પહેલા ક્વાર્ટરમાં 0-2થી પાછળ છે. 6 વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ આક્રમક રીતે રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ક્વાર્ટરમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું.

  • 08 Aug 2022 05:15 PM (IST)

    CWG 2022 Live : સાથિયાને ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

    જી સાથિયાને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સાથિયાને 7 ગેમ સુધી ચાલેલી મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડી પોલ ડ્રિંખાલને 4-3થી હરાવ્યો હતો.

  • 08 Aug 2022 05:12 PM (IST)

    CWG 2022 Live : ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સ્કોર કર્યો

  • 08 Aug 2022 05:07 PM (IST)

    CWG 2022 Live :હોકીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકીની ફાઈનલ શરૂ

    ગોલ્ડ મેડલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મેદાનમાં આવી છે. સ્પર્ધા શરૂ થઈ ગઈ છે

  • 08 Aug 2022 05:01 PM (IST)

    CWG 2022 Live :હોકી મેચ શરૂ

    બેડમિન્ટનમાં ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો છે. બેડમિન્ટનમાં ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે તમામ આશાઓ હોકી ટીમ પર છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમ ઈતિહાસ રચે તેવી અપેક્ષા છે. જોકે ઓસ્ટ્રેલિયાનો પડકાર ભારત માટે આસાન નથી.

  • 08 Aug 2022 05:00 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: સાથિયાન અને ડ્રિંકહોલ વચ્ચે રોમાંચક મેચ

    જી સાથિયાને બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના પોલ ડ્રિંકહોલ સામે પ્રથમ 3 ગેમ એકતરફી જીતી હતી, પરંતુ તે પછી તે સતત 3 ગેમ હારી ગયો હતો. મેચ 7મી ગેમ સુધી પહોંચી ગઈ છે

  • 08 Aug 2022 04:36 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેને બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો

    લક્ષ્ય સેને બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના આંગ જે યોંગને 19-21, 21-9, 21-16થી હરાવ્યો હતો. આ સાથે તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 20મો ગોલ્ડ મેડલ છે. આ સાથે જ આજે ભારતે બેડમિન્ટનમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.

     

     

  • 08 Aug 2022 04:32 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેનનો સ્કોર 18

    લક્ષ્ય ફાઈનલ ગેમમાં  14-18ની લીડ પર છે

  • 08 Aug 2022 04:23 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન – મેન્સ સિંગલ્સ – ગોલ્ડ મેડલ મેચ

    લક્ષ્ય ફાઈનલ ગેમમાં 12-8ની લીડ પર છે

  • 08 Aug 2022 04:19 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: જી સાથિયાને 3 ગેમ જીતી

    જી સાથિયાને પહેલી ગેમ 11-9, બીજી ગેમ 11-3 અને ત્રીજી ગેમ 11-5થી જીતી છે. 4થી રમત ચાલુ છે

  • 08 Aug 2022 04:18 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન મેન્સ સિંગલ્સ – ગોલ્ડ મેડલ મેચ

    અત્યાર સુધીની ત્રીજી ગેમમાં પણ લક્ષ્ય સેન શાનદાર રમત બતાવી રહ્યો છે અને અંતિમ ગેમમાં પણ તેનું રમત શાનદાર છે, હવે સ્કોર 9-7 છે.

  • 08 Aug 2022 04:13 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની મેચ શરૂ

    બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇંગ્લેન્ડના બેન લેન અને સીન વેન્ડી સામે થશે. ભારતીય જોડી માટે આ મેચ ઘણી મુશ્કેલ હશે, પરંતુ સાત્વિક ચિરાગની જોડી આ મેચ જીતીને દેશ માટે વધુ એક મેડલ આપવા ઈચ્છશે.

  • 08 Aug 2022 04:05 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન બીજો સેટ જીત્યો

    લક્ષ્ય સેને બીજી ગેમ 21-9ના માર્જીનથી જીતીને મેચ 1-1થી બરાબર કરી હતી.

  • 08 Aug 2022 04:03 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેન બીજી ગેમમાં 12-9 પર

    લક્ષ્ય સેને પ્રથમ ગેમમાં હાર બાદ લડત ચાલુ રાખી છે, વિશ્વમાં નંબર 10 સેને બીજી ગેમમાં 12-9 પર છે

  • 08 Aug 2022 04:01 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: સાથિયાન પ્રથમ ગેમ જીત્યો

    ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાને બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના પોલ સામે પ્રથમ ગેમ 11-9થી જીતી લીધી છે.

  • 08 Aug 2022 03:53 PM (IST)

    CWG 2022 Live :ટેબલ ટેનિસ: સાથિયાની બ્રોન્ઝ મેડલ મેચ શરૂ થઈ

    મેન્સ સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં સાથિયાન જ્ઞાનસેકરન ઈંગ્લેન્ડના પોલ ડ્રિંખાલ સામે એક્શનમાં છે.

  • 08 Aug 2022 03:53 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેને ગોલ્ડ મેડલની રેસમાં ટકી રહેવા બીજી ગેમ જીતવી પડશે

    ભારતનો લક્ષ્ય સેન ગોલ્ડ મેડલ માટેની સ્પર્ધામાં પાછળ છે. જી યોંગે પ્રથમ ગેમ 21-19થી જીતી હતી. લક્ષ્ય સેને ગોલ્ડ મેડલની રેસમાં ટકી રહેવા માટે કોઈપણ ભોગે બીજી ગેમ જીતવી પડશે.

  • 08 Aug 2022 03:51 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન અને મલેશિયાના યોંગ બંન્નેનો સ્કોર 3-3 પર

  • 08 Aug 2022 03:48 PM (IST)

    CWG 2022 Live : બીજો સેટ શરુ

  • 08 Aug 2022 03:45 PM (IST)

    CWG 2022 Live : પ્રથમ સેટ અને મલેશિયાના યોંગ જીત્યો

    લક્ષ્ય સેન પ્રથમ સેટમાં હારી ગયો. પ્રથમ સેટમાં મલેશિયાના જય યંગે લક્ષ્ય સેનને 21-19થી પરાજય આપ્યો હતો.

  • 08 Aug 2022 03:42 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન અને મલેશિયાના યોંગ બંન્નેનો સ્કોર બરાબર પર 19-19

  • 08 Aug 2022 03:40 PM (IST)

    CWG 2022 Live :જી યોંગ આગળ

    જી યોંગ પ્રથમ ગેમમાં લીડ પર છે. શરૂઆતમાં સેને યોંગ પર દબાણ બનાવ્યું હતું. પરંતુ યોંગે શાનદાર પુનરાગમન કર્યું અને તે 18-17થી આગળ છે. યોંગ પ્રથમ ગેમ જીતવાની નજીક છે.

  • 08 Aug 2022 03:35 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન: લક્ષ્ય સેન પ્રથમ ગેમમાં પાછળ

    લક્ષ્ય સેન પ્રથમ ગેમમાં 16-13થી પાછળ છે. રમતમાં શાનદાર ટક્કર ચાલી રહી છે. બંને વચ્ચે લાંબી રમતો ચાલી રહી છે.

  • 08 Aug 2022 03:31 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેનનો સ્કોર 11-13 પર

    લક્ષ્ય સેન લીડ લઈ રહ્યો છે હાલમાં લક્ષ્ય સેનનો સ્કોર 11-13 પર છે

  • 08 Aug 2022 03:23 PM (IST)

    CWG 2022 Live :બંને વચ્ચે કાંટાની ટક્કર

    ભારતના લક્ષ્ય સેન મલેશિયાના ખેલાડીનો સ્કોર 9-9 પર બરાબર પર છે

  • 08 Aug 2022 03:20 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન: લક્ષ્ય સેન લીડ પર

    લક્ષ્ય સેનની નજર ગોલ્ડ મેડલ પર છે. મેન્સ સિંગલ્સમાં તેને મલેશિયાના યોંગનો પડકાર છે. સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.

  • 08 Aug 2022 03:17 PM (IST)

    CWG 2022 Live : લક્ષ્ય સેનની મેચ શરુ

    મેન્સ સિંગલ્સની ફાઇનલમાં લક્ષ્ય સેનનો સામનો મલેશિયાના યંગ સામે. યંગે સેમિફાઇનલ મેચમાં કિદામ્બી શ્રીકાંતને હરાવ્યો હતો. આવી સ્થિતિમાં લક્ષ્ય માટે ફાઇનલ મેચ પણ આસાન નહીં હોય.

  • 08 Aug 2022 03:14 PM (IST)

    CWG 2022 Live :ભારત લક્ષ્ય સેનની મેચ થોડી જ વારમાં શરુ થશે

  • 08 Aug 2022 03:13 PM (IST)

    CWG 2022 Live :ભારત બેડમિન્ટનમાં વધુ બે ગોલ્ડ મેડલની આશા

    ભારતના લક્ષ્ય સેન હવે ટૂંક સમયમાં મલેશિયાના જી યોંગ એનજી સામે ટકરાશે. જો લક્ષ્ય સેન ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થશે તો ભારત મેડલ ટેલીમાં ન્યુઝીલેન્ડને હરાવી દેશે.

  • 08 Aug 2022 03:09 PM (IST)

    CWG 2022 Live :પીવી સિંધુ બાદ હવે લક્ષ્ય સેન પર નજર

    પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે નજર લક્ષ્ય સેન પર છે. શું લક્ષ્ય સેન ભારતને 20મો ગોલ્ડ મેડલ અપાવી શકશે?

  • 08 Aug 2022 02:59 PM (IST)

    CWG 2022 Live : ભારતના ખાતામાં 19મો ગોલ્ડ મેડલ

  • 08 Aug 2022 02:47 PM (IST)

    CWG 2022 :પીવી સિંધુએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

    પીવી સિંધુ (PV Sindhu)એ વિમેન્સ સિંગલ્સની મેચમાં કેનેડાની મિશેલ લીને 21-15, 21-13થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022માં એકપણ મેચ હારી નથી. જોકે ટીમ ઈવેન્ટમાં ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ સિંધુએ મહિલા સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારત મેડલ ટેલીમાં ન્યુઝીલેન્ડને પછાડી ચોથા નંબર પર પહોંચી ગયું છે.

     

     

  • 08 Aug 2022 02:45 PM (IST)

    CWG 2022 Live : પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો, ભારતના ખાતામાં 19મો ગોલ્ડ મેડલ

  • 08 Aug 2022 02:41 PM (IST)

    CWG 2022 Live : કોર્ટ પણ સિંધુના નામથી ગુંજી રહ્યું છે

  • 08 Aug 2022 02:40 PM (IST)

    CWG 2022 Live :સમાપન સમારોહમાં શરથ કમલ અને નિખત ઝરીન ધ્વજવાહક

    સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ અને વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીન કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે. 40 વર્ષીય શરથે આ ગેમ્સમાં સારું પ્રદર્શન કર્યું અને કુલ ચાર મેડલ જીત્યા. તેણે મેન્સ ટીમ અને મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ મેડલ અને મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ ઝરીને મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 08 Aug 2022 02:33 PM (IST)

    CWG 2022 Live :બીજી ગેમમાં પણ સિંધુનું શાનદાર પ્રદર્શન

    સિંધુ બીજી ગેમમાં પણ શાનદાર દેખાઈ રહી છે. સિંધુ 12-8થી આગળ છે.

  • 08 Aug 2022 02:30 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન: પીવી સિંધુ ગોલ્ડની નજીક

    પીવી સિંધુ બીજી ગેમની શરૂઆતમાં લીથી 1 પોઈન્ટથી પાછળ હતી, પરંતુ તેણે આગલી જ મિનિટે જોરદાર વાપસી કરીને મજબૂત લીડ મેળવી હતી. સિંધુ ગોલ્ડની નજીક  છે, સ્કોર 11-6

  • 08 Aug 2022 02:27 PM (IST)

    CWG 2022 Live : સિંધુ હાલમાં લીડમાં

    ઈજા છતાં સિંધુ સારું પ્રદર્શન કરી રહી છે. તે શાનદાર લયમાં દેખાઈ રહી છે અને ગોલ્ડ મેડલ પુરેપુરી તૈયારીમાં જોવા મળી રહી છેસિંધુ ગોલ્ડ મેડલની નજીક પહોંચી રહી છે, સ્કોર7-3 પર છે, સિંધુ હાલમાં લીડ લઈ રહી છે

  • 08 Aug 2022 02:21 PM (IST)

    CWG 2022 Live : બીજો સેટ શરુ

  • 08 Aug 2022 02:20 PM (IST)

    CWG 2022 Live :પીવી સિંધુએ પ્રથમ ગેમ જીતી

    પીવી સિંધુએ પહેલી ગેમ 21-15ના માર્જિનથી જીતી હતી.

  • 08 Aug 2022 02:18 PM (IST)

    CWG 2022 Live :પીવી સિંધુ અને મિશેલ વચ્ચે જોરદાર ટક્કર

    પીવી સિંધુ અને મિશેલ વચ્ચે જોરદાર ટક્કર શરુ થઈ રહી છે, સ્કોર 20-15 પર છે

  • 08 Aug 2022 02:17 PM (IST)

    CWG 2022 Live :ગોલ્ડ મેડલ માટે સિંધુની લડાઈ શરૂ

    બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સની ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. ભારતની પીવી સિંધુનો સામનો કેનેડાની મિશેલ લી સાથે થશે. સિંધુને તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા છે, પરંતુ તે હાલમાં સરળતાથી રમી રહી છે

  • 08 Aug 2022 02:14 PM (IST)

    CWG 2022 Live :સિંધુ પ્રથમ ગેમ જીતવાની નજીક છે

    પીવી સિંધુ પ્રથમ ગેમ જીતવાની નજીક પહોંચી ગઈ છે. પીવી સિંધુ પ્રથમ ગેમમાં 16-10થી આગળ છે. જો કે, મિશેલ લી પુનરાગમન કરવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

  • 08 Aug 2022 02:13 PM (IST)

    CWG 2022 Live : પીવી સિંધુ પ્રથમ ગેમમાં 16-11થી આગળ

  • 08 Aug 2022 02:12 PM (IST)

    CWG 2022 Live Update: પીવી સિંધુની મજબુત શરૂઆત

    પીવી સિંધુએ પ્રથમ ગેમમાં 11-8ની સરસાઈ મેળવી લીધી છે. પરંતુ મિશેલ લીનું આક્રમણ ચાલુ છે. બંને દરેક પોઈન્ટ માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

  • 08 Aug 2022 02:09 PM (IST)

    CWG 2022 Live :સિંધુ તેની પકડ મજબૂત કરી રહી છે

    પીવી સિંધુ પ્રથમ ગેમમાં 10-8થી આગળ છે. સિંધુ મેચમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. જો કે સિંધુને મિશેલ લીથી ખૂબ જ ટક્કર મળી રહી છે. સિંધુએ ગોલ્ડ મેડલ જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે.

     

  • 08 Aug 2022 02:08 PM (IST)

    CWG 2022 Live :સિંધુ અને લી વચ્ચે ટક્કર

    સિંધુ અને લી વચ્ચે ટક્કર શરુ છે. હાલમાં ભારતની સિંધુ પ્રથમ ગેમમાં 9-7થી આગળ છે.

  • 08 Aug 2022 02:00 PM (IST)

    CWG 2022 Live Update: પીવી સિંધુની પહેલા ગોલ્ડ મેડલ પર નજર

    પીવી સિંધુ કોર્ટમાં આવી ગઇ છે. તેની સામે કેનેડાની મિશેલ લીનો પડકાર છે. પીવી સિંધુની નજર કોમનવેલ્થમાં સિંગલ્સમાં તેના પ્રથમ ગોલ્ડ મેડલ પર છે.

  • 08 Aug 2022 01:35 PM (IST)

    CWG 2022 Live : વિમેન્સ સિંગલ્સની ફાઈનલ ટુંક સમયમાં શરુ થશે

    કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પીવી સિંધુ અત્યાર સુધી મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ સુધી જઈ શકી નથી. તેને 2014માં બ્રોન્ઝ મેડલ અને 2018માં સિલ્વર મેડલ મળ્યો છે.

  • 08 Aug 2022 01:29 PM (IST)

    CWG 2022: વેઈટલિફ્ટિંગ ટીમે 10 મેડલ સાથે તાકાત બતાવી, ટીમ નંબર 1 રહી

    ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતના 15 વેઈટલિફ્ટર ઉતર્યા હતા, જેમાંથી 10 મેડલ જીત્યા છે. 2018ની જેમ ભારતના 15 વેઈટલિફ્ટર્સ કોમનવેલ્થ 2022માં ગયા હતા, જેમાંથી 10 મેડલ જીતવામાં સફળ રહ્યા. ભારતના ત્રણ વેઈટલિફ્ટરે ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

  • 08 Aug 2022 01:27 PM (IST)

    CWG 2022 Live : ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની મેચ 3 વાગ્યે શરુ થશે

    મેન્સ ડબલ્સ ફાઈનલ, ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી વિ સીન/બેન, બપોરે 3 વાગ્યે

  • 08 Aug 2022 01:23 PM (IST)

    CWG 2022 Live :સોશિયલ મીડિયા પર બોક્સર ગર્લની થઈ રહી છે જય જયકાર

  • 08 Aug 2022 01:09 PM (IST)

    CWG 2022 Live :ભારતના મેડલ વિજેતા ખેલાડી

    18 ગોલ્ડ:  મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ, નવીન, ભાવિના, નીતુ, અમિત પંખાલ, અલધૌસ, નીતુ. ઝરીન, શરથ-શ્રીજા

    15 સિલ્વર:  સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, મેન્સ લૉન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબેકર,
    શરથ-સાથિયન, મહિલા ક્રિકેટ ટીમ, સાગર

    22 બ્રોન્ઝ:  ગુરુરાજા, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ-દીપિકા, કિદામ્બી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી

  • 08 Aug 2022 01:05 PM (IST)

    CWG 2022 Live : સિંધુ આ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીતવા માંગશે

    સિંધુ આ સ્પર્ધામાં અત્યાર સુધી જીતી છે અને તે આ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીતવા માંગશે. સાથે જ હારનાર ખેલાડીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.

  • 08 Aug 2022 12:54 PM (IST)

    CWG 2022 Live :લક્ષ્ય સેન પર નજર રહેશે

  • 08 Aug 2022 12:52 PM (IST)

    CWG 2022 Live :આજે ભારત આ રમતોમાં પડકાર રજૂ કરશે

    બેડમિન્ટન

    • મહિલા સિંગલ્સ ફાઇનલ, પીવી સિંધુ વિ મિશેલ લી, બપોરે 1:20 કલાકે
    • પુરુષોની સિંગલ્સ ફાઇનલ, લક્ષ્ય સેન વિ એનજી યંગ, બપોરે 2:10
    • મેન્સ ડબલ્સ ફાઈનલ, ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી વિ સીન/બેન, બપોરે 3 વાગ્યે

    ટેબલ ટેનિસ

    • મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ મેચ, સાથિયાન વિ. પોલ ડ્રિંકહોલ
    • મેન્સ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ, શરથ કમલ વિ લિયામ પિચફોર્ડ, 4:25 PM 

    હોકી

    મેન્સ ટીમ ફાઈનલ, ભારત વિ ઓસ્ટ્રેલિયા, સાંજે 5 વાગ્યે

  • 08 Aug 2022 12:41 PM (IST)

    CWG 2022 Live :શટલર પીવી સિંધુ ટૂંક સમયમાં ગોલ્ડ મેડલ મેચ રમશે

    ભારતીય મહિલા શટલર પીવી સિંધુ ટૂંક સમયમાં વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની મિશેલ લી સામે ટકરાશે.

  • 08 Aug 2022 12:25 PM (IST)

    CWG 2022 Live :ભારત-ઓસ્ટ્રેલિયા હોકીમાં ફાઇનલ, ક્યારે અને ક્યાં મેચ જોઇ શકાશે ?

  • 08 Aug 2022 12:15 PM (IST)

    CWG 2022 Live : જૂઓ આજનું શેડ્યુલ

  • 08 Aug 2022 12:09 PM (IST)

    CWG 2022 Live :કોમનવેલ્થ ગેમ્સનો આજે છેલ્લો દિવસ છે

    કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 11મો અને છેલ્લો દિવસ છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 18 ગોલ્ડ મેડલ આવ્યા છે

  • 08 Aug 2022 12:09 PM (IST)

    CWG 2022 Live :બેડમિન્ટન, ટેબલ ટેનિસ, હોકીમાં આજે ગોલ્ડ મેડલનો વરસાદ થશે

  • 08 Aug 2022 12:05 PM (IST)

    CWG 2022 Live : સિંધુની ગોલ્ડ મેડલની મેચ ટૂંક સમયમાં શરુ થશે

    રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 15 મેડલ જીત્યા હતા. આ એક દિવસનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા. નિખત ઝરીન અને અમિત પંઘાલે ગોલ્ડ જીત્યો હતો. ટેબલ ટેનિસ મિક્સ ઈવેન્ટમાં શરથ કમલ અને શ્રીજાની જોડી ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. આ સાથે જ એલ્ડોસ પોલે એથ્લેટિક્સમાં પણ ગોલ્ડ કબજે કર્યો હતો. તેણે ટ્રિપલ જમ્પમાં આ સિદ્ધિ મેળવી હતી. આજે ભારત બેડમિન્ટનમાં 3 ગોલ્ડ મેળવી શકે છે. પીવી સિંધુ અને લક્ષ્ય સેન સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરશે. મેન્સ ડબલ્સની ફાઇનલ મેચ રમાશે.

  • 08 Aug 2022 12:00 PM (IST)

    રવિવારે કેવું રહ્યું ભારતનું પ્રદર્શન

    ભારત માટે રવિવાર 7 ઓગસ્ટ બોક્સિંગ અને એથ્લેટિક્સની દ્રષ્ટિએ ખૂબ જ સારો દિવસ હતો. બોક્સિંગમાં ભારતે ચાર ફાઇનલમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર જીતીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. તો સાથે જ એથ્લેટિક્સમાં સૌને ચોંકાવીને ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. રવિવારે એથ્લેટિક્સમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ 4 મેડલ આવ્યા હતા.

  • 08 Aug 2022 01:06 AM (IST)

    CWG 2022 Live Update, Table Tennis: શરથ-અકુલાએ ગોલ્ડ જીત્યો

    ટેબલ ટેનિસમાં ભારતને ઐતિહાસિક સફળતા મળી છે. મિશ્ર ડબલ્સમાં ભારતના હિસ્સાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મેડલ તેને અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલાની જોડીએ આપ્યો છે. આ જોડીએ જોવેન ચુંગ અને કેરેન લિનની જોડીને હરાવીને મેડલ જીત્યો હતો.

  • 08 Aug 2022 12:51 AM (IST)

    Cricket, IND vs AUS: ભારતીય મહિલા ટીમની હાર, સિલ્વર મેડલ મેળવ્યો

    ભારતીય ટીમ અંતિમ ઓવરમાં 152 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની કેપ્ટન હરમીનપ્રીતે અડધી સદી નોંધાવી હતી. ભારતીય ટીમની 9 રને હાર થઈ હતી. ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ મેળવ્યો છે.

  • 08 Aug 2022 12:26 AM (IST)

    CWG 2022 Live Update, Badminton: કિદામ્બી શ્રીકાંતે બ્રોન્ઝ જીત્યો

    કિંદાબી શ્રીકાંતે બેડમિન્ટનમાં મેન્સ સિંગલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કિદામ્બીએ સિંગાપોરની જિયા હેંગ તેહને સીધી ગેમમાં 21-15, 21-18થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 11:54 PM (IST)

    CWG 2022 Live Update, Squash: સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલએ બ્રોન્ઝ મેડલ જીત્યો

    સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ અનુભવી ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું.

  • 07 Aug 2022 11:03 PM (IST)

    CWG 2022 Live Update, Cricket: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ગોલ્ડ જીતવા 162 રનનુ લક્ષ્ય

    ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે 161 રનનો સ્કોર ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે 8 વિકેટે નોંધાવ્યો છે. આમ ગોલ્ડ મેડલ જીતવા માટે ભારતે હવે 162 રનનુ લક્ષ્ય સામે છે.

  • 07 Aug 2022 10:06 PM (IST)

    CWG 2022 Live Update, Cricket: ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ પસંદ કરી

    કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારતીય ટીમે પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થઈ રહ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવીને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે, પરંતુ આ ટીમ તેને ગોલ્ડથી ઓછી નહીં ગણે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ શરુ કરી છે.

  • 07 Aug 2022 08:35 PM (IST)

    CWG 2022 Live Update, Table Tennis: અચંતા અને સાથિયાની જોડીએ સિલ્વર જીત્યો

    અચંતા શરથ કમલ અને જી સાથિયાને અપાવ્યો છે. આ બંનેએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં આ જોડીને ઇંગ્લેન્ડના પોલ ડ્રિકહોલ અને લિયામ પિચફોર્ડની જોડીએ હાર આપી હતી.

  • 07 Aug 2022 07:41 PM (IST)

    CWG 2022 Live Update, Boxing: નિખત ઝરીને જીત્યો ગોલ્ડ

    બોક્સિંગમાં ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની મહિલા બોક્સર અને વર્લ્ડ ચેમ્પિયન નિકત ઝરીને રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિખતે 51 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડની કેરી મેકનાલને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 06:48 PM (IST)

    CWG 2022 Live Update, Badminton: સાત્વિક-ચિરાગની જોડી ફાઇનલમાં પહોંચી

    સાત્વિક અને ચિરાગની જોડીએ પી ચાન અને કે તાનની જોડીને હરાવીને એકતરફી અંદાજમાં જીત મેળવી હતી. તેણે આ મેચ 6-21, 15-21થી જીતી હતી. તે હવે ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં પ્રવેશ કરશે

  • 07 Aug 2022 06:31 PM (IST)

    CWG 2022 Live Update, Badminton: ગાયત્રી-ત્રિસા જોડી હારી ગઈ, હવે બ્રોન્ઝ માટે ઉતરશે

    મહિલા ડબલ્સમાં ભારતની ગાયત્રી ગોપીચંદ અને ત્રિસાની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. ટેન કોંગ અને ટીનાહ મુરલીધરનની મલેશિયાની જોડીએ 21-13, 21-16થી મેચ જીતી હતી. તે ટૂર્નામેન્ટની ટોચની ક્રમાંકિત જોડી હતી. ભારતીય જોડી હવે બ્રોન્ઝ મેડલ માટે લડશે.

  • 07 Aug 2022 05:58 PM (IST)

    CWG 2022 Live Update: Badminton: ભારતની ટ્રીસા જોલી-ગાયત્રી ગોપીચંદ પહેલી ગેમ હારી ગઈ

    વિમેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં ભારતની ટ્રીસા જોલી-ગાયત્રી ગોપીચંદ મલેશિયાની કુંગ લે પર્લી ટેન/મુરલીધરન થિનાહ સામે પહેલી ગેમ 13-21થી હારી ગઈ.

  • 07 Aug 2022 05:39 PM (IST)

    CWG 2022 Live Update: મહિલાઓની 400 મીટર રિલે રેસ ટીમ મેડલથી ચુકી ગઈ

    મહિલાઓની 400 મીટર રિલે રેસમાં ભારતની દુતી ચંદ, હિમા દાસ, સરબાની નંદા અને જ્યોતિની ટીમ પાંચમા સ્થાને રહી અને મેડલ જીતવાથી ચૂકી ગઈ. ભારતીય જોડીએ પોતાની રેસ 43.81 સેકન્ડમાં પૂરી કરી હતી.

  • 07 Aug 2022 05:24 PM (IST)

    CWG 2022 Live Update: શ્રીકાંત બેડમિન્ટનમાં હારી ગયો

    કિદામ્બી શ્રીકાંત બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં હારી ગયો છે. મલેશિયાના યંગે તેને 13-21, 21-19, 21-10ના માર્જીનથી હરાવ્યો હતો. પરંતુ શ્રીકાંત પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે.

  • 07 Aug 2022 05:14 PM (IST)

    CWG 2022 Live Update: આજના મોટા અપડેટ્સ

    – બોક્સર અમિત પંઘાલ અને નીતુએ જીત્યો ગોલ્ડ મેડલ

    – ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

    – ટ્રિપલ જમ્પમાં ભારતના એલ્ડહોસે ગોલ્ડ અને અબ્દુલ્લા બાકરે સિલ્વર મેડલ જીત્યો

    – સંદીપ કુમારે 10 હજાર મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

    – પીવી સિંધુ અને લક્ષ્ય સેન સિંગલ્સ કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગયા છે

  • 07 Aug 2022 05:13 PM (IST)

    CWG 2022 Live Update: Table Tennis: ભારતની શ્રીજા અકુલાની હાર

    ભારતની શ્રીજા અકુલાના હાથમાંથી બ્રોન્ઝ સરકી ગયો છે. મેડલ માટેની મેચમાં ઓસ્ટ્રેલિયાના યેંગી લિયુએ હરાવી.

  • 07 Aug 2022 05:03 PM (IST)

    CWG 2022 Live Update: અન્નુ રાનીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

    અન્નુ રાનીએ મહિલાઓની જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે તેના ચોથા પ્રયાસમાં 60 મીટર દૂર જેવલિન ફેંકીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી.

  • 07 Aug 2022 04:56 PM (IST)

    CWG 2022 Live Update: Athletics: સંદીપ કુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

    ભારતના સંદીપ કુમારે 38:49.21 ના ​​પર્સનલ બેસ્ટ ટાઈમિંગ સાથે 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય ખેલાડીઓ આ વખતે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રિયંકા ગોસ્વામીએ સંદીપ પહેલા સિલ્વર મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 04:54 PM (IST)

    CWG 2022 Live Update: ભારતને મળ્યા અત્યાર સુધી 46 મેડલ

    એલ્ડહોસ પોલે, અબ્દુલ્લા અબુબકર અને સંદીપ કુમારના મેડલ જીતવાની સાથે ભારતની ગોલ્ડ મેડલ સંખ્યા 16 થઈ ગઈ છે, જ્યારે ભારતે અત્યાર સુધીમાં 12 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતના કુલ 46 મેડલ છે.

  • 07 Aug 2022 04:45 PM (IST)

    CWG 2022 Live Update: લક્ષ્ય સેને ફાઇનલમાં જગ્યા બનાવી

    ભારતીય શટલર લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં સિંગાપોરના જિયા હેંગને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેને 21-10, 18-21, 21-16થી જીત મેળવીને પોતાનો સિલ્વર મેડલ પાક્કો કર્યો.

  • 07 Aug 2022 04:43 PM (IST)

    CWG 2022 Live Update: Triple Jump: એલ્ડહોસે જીત્યો ગોલ્ડ, અબ્દુલ્લાએ જીત્યો સિલ્વર

    ભારતે ટ્રિપલ જમ્પમાં બે મેડલ પાક્કા કર્યા. એલ્ડહોસ પોલે 17.03 મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

  • 07 Aug 2022 04:42 PM (IST)

    CWG 2022 Live Update: ટ્રિપલ જમ્પમાં એલ્ડહોસ પોલ જીત્યો ગોલ્ડ મેડલ

    ભારતીય એથ્લેટ એલ્ડહોસ પોલે ટ્રિપલ જમ્પમાં 17.03 મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ની ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ જીત સાથે ભારતનો 16મો ગોલ્ડ મેડલ પણ આવી ગયો છે.

  • 07 Aug 2022 04:29 PM (IST)

    CWG 2022 Live Update: Table Tennis: શ્રીજા અકુલા બ્રોન્ઝ મેડલ જીતવાની નજીક

    ભારતની શ્રીજા અકુલા બ્રોન્ઝ મેડલ માટે ઓસ્ટ્રેલિયાની યાંગઝી લુ સામે ટકરાશે. બે ગેમ બાદ બંને 1-1થી બરાબરી પર છે. અકુલા તેની પહેલી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ મેડલ જીતવાની નજીક છે.

  • 07 Aug 2022 04:19 PM (IST)

    CWG 2022 Live Update: Table Tennis: શ્રીજા અને અકુલાની મેચ શરૂ

    ભારતની શ્રીજા અકુલા અને ઓસ્ટ્રેલિયાની યંગજી લિયુ વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ શરૂ થઈ.

  • 07 Aug 2022 04:10 PM (IST)

    CWG 2022 Live Update: Triple Jump: ત્રીજા પ્રયાસ બાદ પોલ ટોપ પર ભારતનો એલ્ડહોસ

    ટ્રિપલ જમ્પમાં પણ ભારત મેડલ માટે દાવેદાર છે. ભારતના એલ્ડહોસ પોલે તેના ત્રીજા પ્રયાસમાં 17.03 મીટરની છલાંગ લગાવી અને હાલમાં તે ટોપ પર છે. જ્યારે પ્રવીણ ચિત્રાવેલ ત્રીજા નંબરે અને અબ્દુલ્લા અબુબાકર ચોથા નંબરે છે.

  • 07 Aug 2022 04:00 PM (IST)

    CWG 2022 Live Update: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ મહિલા હોકી ટીમને પાઠવ્યા અભિનંદન

  • 07 Aug 2022 03:42 PM (IST)

    CWG 2022 Live Update: અમિત પંઘાલે ગોલ્ડ મેડલ જીત્યો

    ભારતીય બોક્સર અમિત પંઘાલે 48-51 કિગ્રા ફ્લાયવેટ ફાઈનલ મેચમાં ઈંગ્લિશ બોક્સર કિરન મેકડોનાલ્ડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના ખાતામાં આ 15મો ગોલ્ડ મેડલ છે.

  • 07 Aug 2022 03:33 PM (IST)

    CWG 2022 Live Update: અમિત પંઘાલે પહેલા રાઉન્ડમાં જીત મેળવી

    ભારતીય બોક્સર અમિત પંઘાલે 48-51 કિગ્રા ફ્લાયવેટ ફાઇનલમાં ઇંગ્લેન્ડના બોક્સર કિરન મેકડોનાલ્ડને હરાવીને પહેલા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.

  • 07 Aug 2022 03:28 PM (IST)

    CWG 2022 Live Update: Boxing: નીતુએ જીત્યો ગોલ્ડ

    ભારતીય બોક્સર નીતુએ ઈંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવીને મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો ગોલ્ડ મેડલ છે. તેણે આ ગેમ્સમાં ભારતને 14મો ગોલ્ડ મેડલ મેળવ્યો.

Published On - 12:00 pm, Mon, 8 August 22