પહેલીવાર દુનિયાની સામે આવેલી Peng Shuai પોતાની વાયરલ પોસ્ટને ખોટી ગણાવી, પોતાનું નિવેદન બદલ્યું

|

Feb 07, 2022 | 10:29 AM

(Peng Shuai) ચીનની સ્ટાર ખેલાડી છે. તે WTA રેન્કિંગમાં મહિલા ડબલ્સ કેટેગરીમાં વિશ્વની નંબર વન ખેલાડી રહી છે.

પહેલીવાર દુનિયાની સામે આવેલી Peng Shuai પોતાની વાયરલ પોસ્ટને ખોટી ગણાવી, પોતાનું નિવેદન બદલ્યું
Chinese tennis star Peng Shuai (file photo)

Follow us on

Peng Shuai : ચીન (China) ની સ્ટાર ખેલાડી પેંગ શુઆઈ (Peng Shuai)રવિવારે કહ્યું કે તેના વિશે ઘણા ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે અને તેણે ક્યારેય કોઈ ચીની અધિકારી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો નથી. પેંગે ડિસેમ્બર મહિનામાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચીની અધિકારી વિરુદ્ધ એક પોસ્ટ લખી હતી અને તે પછી તે ગુમ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી તેના કોઈ સમાચાર ન મળતાં હોબાળો મચી ગયો હતો. આઈઓસી (IOC) થી લઈને ડબલ્યુટીએ સુધી ચીને આ મામલે માહિતી માંગી હતી

હવે લાંબા સમય બાદ પેંગ શુઆઈ સામે આવીને આ સમગ્ર મામલાની સત્યતા જણાવી છે. શનિવારે તેણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચ સાથે ડિનર લીધું હતું. તે ચીન અને નોર્વે વચ્ચેની કર્લિંગ મેચનો પણ ભાગ બની હતી. હાલમાં ચીનમાં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે,

પેંગે તેની સોશિયલ મીડિયા પોસ્ટને પાયાવિહોણુી ગણાવી

પેંગે લી અક્વિપ અખબારને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેના ગુમ થવા અંગે પણ વાત કરી હતી. અખબારને પહેલાથી જ તમામ પ્રશ્નો પેંગને આપવાનું કહેવામાં આવ્યું હતું. ઈન્ટરવ્યુ દરમિયાન ચીન ઓલિમ્પિક કમિટીના એક સભ્ય ત્યાં હાજર હતા, પેંગને પૂછવામાં આવ્યું કે નવેમ્બરમાં તેણે ચીનના ટ્વિટર પર વેઇબો નામની એક પોસ્ટ કરી હતી જેમાં તેણે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાનાં ઝાંગ ગાઓલી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન પેંગે તેને પાયાવિહોણું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ‘મેં ક્યારેય નથી કહ્યું કે કોઈએ મારી સાથે યૌન શોષણ કર્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પેંગ જ્યારે ગુમ થઈ ત્યારે તેને સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળ્યું

પેંગ શુઆઇ એ ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 ડબલ્સ ટેનિસ ખેલાડી છે. પેંગના ગાયબ થયા પછી, WTAએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું. ડિસેમ્બર મહિનામાં WTA (મહિલા ટેનિસ એસોસિએશન)ના પ્રમુખ સ્ટીવ સિમોને ચીન સાથેના તમામ વ્યાપારી સંબંધો ખતમ કરવાની ધમકી આપી હતી.  આ પછી સ્ટીવે પોતાના નિવેદનમાં કહ્યું, ‘તે શુઆઈની સુરક્ષા માટે લાખો ડોલરનું નુકસાન સહન કરવા પણ તૈયાર છે.’ તેણે કહ્યું, ‘મહિલાઓનું સન્માન થવું જોઈએ, અત્યાચાર નહીં.

આ પણ વાંચો : Parliament Budget Session: PM મોદી આજે સંસદ પહોંચશે, લોકસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે

Next Article