
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેણે પોતાની સુવર્ણ કારકિર્દીને અલવિદા કહી દીધું છે. ભારતીય ટીમમાં તેની જગ્યાએ ઘણા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે.ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું છે. તે 20 વર્ષ ક્રિકેટ રમ્યો છે.ચેતેશ્વર પૂજારાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની પહેલી મેચ 2005માં રમી હતી. તે ફર્સ્ટ ક્લાસ મેચ હતી, જે સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રમાઈ હતી. તેણે ફર્સ્ટ ક્લાસ ખેલાડી તરીકે પોતાની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2025માં ગુજરાત સામે રમી હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂજારાએ વર્ષ 2010માં એન્ટ્રી કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગ્લુરુમાં ડેબ્યુ કર્યું હતુ. જે એક ટેસ્ટ મેચ હતી. વર્ષ 2013માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે ડેબ્યુ હતુ. પૂજારાનું વનડે કરિયર તો વધારે સારું ચાલ્યું નહી પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં સારું નામ હતુ. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જૂન 2023માં રમી હતી.
ચેતેશ્વર પૂજારાએ પોતાના સંન્યાસની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું ભારતની જર્સી પહેરવી, ભારતનું રાષ્ટ્રગીત અને દર વખતે ફીલ્ડ પર ઉતરવાની સાથે પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવું.તે બધાને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તે બધા મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. પરંતુ, દરેક સારી વસ્તુનો અંત આવે છે. મેં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસ લેવાનો પણ નિર્ણય લીધો છે.
ચેતેશ્વર પૂજારાના ક્રિકેટ કરિયરની જો આપણે વાત કરીએ તો 20 વર્ષમાં તેમણે 278 ફર્સ્ટ ક્લાસ મેચ,130 લિસ્ટ એ અને 71 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 21301 રન 66 સદી બનાવી છે. તો લિસ્ટ એમાં 16 સદીની સાથે 5759 રન બનાવ્યા છે. જ્યારે ટી20માં 1 સદી સાથે તેમણે 1556 રન બનાવ્યા છે.
પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. આ 108 ઈન્ટરનેશનલ મેચમાં તેમણે 7200થી વધારે રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ 19 સદી ફટકારી છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 206 રનનો છે.
Published On - 11:38 am, Sun, 24 August 25