Chess: ગોવાનો 14 વર્ષીય લિયોન મેંડોકા ભારતનો નવો ગ્રાંન્ડ માસ્ટર બન્યો

|

Jan 01, 2021 | 9:03 AM

ગોવા (Goa) ના 14 વર્ષીય શતરંજ (Chess) નો ખેલાડી લિયોન મેંડોકા (Leon Mendoka) ત્રીજો અને આખરી નોર્મ હાંસલ કરવા બાદ ભારતનો 67 મો ગ્રાંડ માસ્ટર (Grand Master) બની ચુક્યો છે. મેંડોકા માત્ર 14 વર્ષ, નવ મહિના અને 17 દિવસનો છે અને તેણે આ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે પ્રથમ ગ્રાંન્ડ માસ્ટર નોર્મ ઓક્ટોબરમાં રિજો શતરંજ […]

Chess: ગોવાનો 14 વર્ષીય લિયોન મેંડોકા ભારતનો નવો ગ્રાંન્ડ માસ્ટર બન્યો
Leon Mendoka

Follow us on

ગોવા (Goa) ના 14 વર્ષીય શતરંજ (Chess) નો ખેલાડી લિયોન મેંડોકા (Leon Mendoka) ત્રીજો અને આખરી નોર્મ હાંસલ કરવા બાદ ભારતનો 67 મો ગ્રાંડ માસ્ટર (Grand Master) બની ચુક્યો છે. મેંડોકા માત્ર 14 વર્ષ, નવ મહિના અને 17 દિવસનો છે અને તેણે આ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે પ્રથમ ગ્રાંન્ડ માસ્ટર નોર્મ ઓક્ટોબરમાં રિજો શતરંજ જીએમ રાઉન્ડ રોબિનમાં હાંસલ કર્યો હતો. નવેમ્બરમાં બુડાપેસ્ટ (Budapest) માં બીજો અને ઇટાલી (Italy) માં વેરજાની કપ (Verjani Cup)માં ત્રીજો નોર્મ મેળવ્યો હતો.

ઇટાલીની ટુર્નામેન્ટમાં તે યુક્રેનના વિતાલી બર્નાડસ્કી (Vitaly Bernadsky) ના પછી બીજા સ્થાન પર રહ્યો હતો. મેંડોકા અને તેના પિતા લિંડોન કોરોના મહામારીના બાદ લોકડાઉનના કારણે માર્ચ માસમાં યુરોપમાં જ ફસાઇ ગયા હતા. આ દરમ્યાન કેણે અનેક ટુર્નામેન્ટોમાં ભાગ લીધો હતો અને આમ તે ગ્રાન્ડ માસ્ટર બનવાની નજીક પહોંચી ગયો હતો. મેંડોકાએ માર્ચ થી ડિસેમ્બર સુધી 16 ટુર્નામેન્ટ રમી હતી. તેની ELO રેટીંગ 2452 થી વધીને 2544 થઇ ગઇ હતી.

મેંડોકાનુ કહેવુ હતુ કે, હું ખૂબ જ ખૂશ છુ. આના માટે ખૂબ જ મહેનત કરી છએ. હું મારા માતા પિતા, કોચ વિશુ પ્રસન્ના અને પ્રાયોજકોને ધન્યવાદ આપુ છુ. પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદએ પણ મેંડોકાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યુ હતુ કે, દેશના 67માં ગ્રાન્ડ માસ્ટર બનવા પર લિયોનને શુભેચ્છા. ગ્રાન્ડ માસ્ટર બનવાના સપના જોવા વાળાઓ માટે આ એક પ્રેરણાં છે. મને તમારી પ્રતિબદ્ધતા અને એકાગ્રતા પર ગર્વ છે. જીએમ નોર્મ હાંસલ કરવાને લઇને તેમે અને તમારો પરિવાર મહામારી દરમ્યાન જે રીતે યુરોપમાં રોકાયા એના પર પણ ગર્વ છે. ઉપલબ્ધીનો આનંદ લો.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

મેંડોકાના કોચ વિષ્ણુ પ્રસન્નાએ કહ્યુ હતુ કે, તે અનેક વાર રેટીંગ હાંસલ કરવાની નજીક પહોંચી ગયો હતો. જરુરી રેટીંગ આંક પણ હાંસલ કરી લીધા હતા. મેંડોકા ભારત પરત ફરવા અગાઉ હજુ એક ટુર્નામેન્ટ ઇટાલીમાં રમશે.

Next Article