T-20: ચેન્નાઈ આજે પ્રતિષ્ઠા જાળવવા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, બેગ્લોર પોઈન્ટ અને નેટ રનરેટ વધારવા ઉપર આપશે ધ્યાન

|

Oct 25, 2020 | 10:26 AM

  ટી-20 લીગની 13 મી સિઝનમાં રવિવારે બે મેચો યોજાનારી છે જેમાં, ડબલ હેડરની પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બેંગ્લોર વચ્ચે યોજાશે. દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે સિઝનની 44 મી મેચ યોજાશે. બંને ટીમો વચ્ચે આ મેચ બપોરે 03.30 લાકે શરુ થનારી છે. ટી-20 લીગમાં ત્રણ વાર ટુર્નામેન્ટનુ ટાઇટલ જીતનારી ટીમ આ વખતે […]

T-20: ચેન્નાઈ આજે પ્રતિષ્ઠા જાળવવા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, બેગ્લોર પોઈન્ટ અને નેટ રનરેટ વધારવા ઉપર આપશે ધ્યાન

Follow us on

 

ટી-20 લીગની 13 મી સિઝનમાં રવિવારે બે મેચો યોજાનારી છે જેમાં, ડબલ હેડરની પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બેંગ્લોર વચ્ચે યોજાશે. દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે સિઝનની 44 મી મેચ યોજાશે. બંને ટીમો વચ્ચે આ મેચ બપોરે 03.30 લાકે શરુ થનારી છે. ટી-20 લીગમાં ત્રણ વાર ટુર્નામેન્ટનુ ટાઇટલ જીતનારી ટીમ આ વખતે સિઝનમાં દરેક મોરચે સંઘર્ષ કરી રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ધોની આગેવાનીમાં સિઝનમાં રમી રહી છે અને હવે લગભગ ટુર્નામેન્ટની બહાર જ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

રવીવારેજ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ બેંગ્લોર ની સામે રમતમાં ઉતરશે, તો તેનો પ્રયાસ જીત નોંધાવીને સન્માન હાંસલ કરવા સમાન પ્રયાસ હશે. આ સિઝનમાં ચેન્નાઇએ અત્યાર સુધીમાં 11 મેચો રમી ચુકી છે. જેમાં થી ચેન્નાઇ માત્ર ત્રણ મેચોને જ જીતવામાં સફળ રહ્યુ છે. બાકીની આઠ મેચોમાં તેમે હાર મેળવી હતી.

પોઇન્ટ ટેબલમાં પણ ત્રણ જીત હોવાને લઇને અને શર્મજનક હારના સીલસીલાને લઇને તે હવે સિઝનમાં આખરી સ્થાન ધરાવે છે. ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સ સામેની તેની ગઇ મેચ દરમ્યાન ઋતુરાજ ગાયકવાડ અને નારાયણ જગદીશને પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કર્યા હતા. જે બંને ખેલાડીઓ ખાતુ ખોલ્યા વિના જ આઉટ થઇ ચુક્યા હતા. આમ ટીમે યુવાનોનો પણ અખતરો કર્યો હતો અને જેમાં થી કોઇ જ સ્પાર્ક ટીમને પણ જોવા નહોતો મળ્યો હતો.

તો વળી, બેંગ્લોરની ટીમ 14 અંક સાથે પોઇન્ટ ટેબલની ગણતરીમાં ત્રીજા સ્થાન  પર છે. બેંગ્લોરની ટીમ ની કોશીષ આ મેચ દરમ્યાન બે પોઇન્ટ હાંસલ કરવા માટેની હશે. સાથે જ સારી નેટ રનરેટ ને પણ તૈયાર કરવાનો પ્રયાસ પણ હશે. જેનાથી ટીમને પ્લેઓફમાં ફાયદો થઇ શકે છે. કોહલીની ટીમ રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ ની સામે લગાતાર બે જીત નોંધાવી ચુકી છે. આમ ટીમનો આત્મ વિશ્વાસ પણ જેમ જેમ ટુર્નામેન્ટમાં આગળ વધતા જવા સાથે વધતો ચાલ્યો છે

ચેન્નાઇ સુપર કિંગ્સ: મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, ઇમરાન તાહિર, મેચેલ સૈટનેર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સૈમ કરન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને  કર્ણ શર્મા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

 

Next Article