અંડર-19 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન કાશવી ગૌતમે ભારતીય ખેલાડી અનિલ કુંબલેની કરી બરાબરી, રચ્યો આ ઈતિહાસ

|

Feb 26, 2020 | 10:01 AM

ચંદીગઢની અંડર-19 ટીમની કેપ્ટન કાશવી ગૌતમે પોતાની દમદાર બોલિંગ કરી ઈતિહાસ રચ્યો છે. અરૂણાચલ પ્રદેશની સામે વન-ડે મેચમાં તેમને તમામ 10 વિકેટ પોતે લઈ લીધી. તેમાં એક હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. તે આ ઈતિહાસ રચનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana […]

અંડર-19 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન કાશવી ગૌતમે ભારતીય ખેલાડી અનિલ કુંબલેની કરી બરાબરી, રચ્યો આ ઈતિહાસ

Follow us on

ચંદીગઢની અંડર-19 ટીમની કેપ્ટન કાશવી ગૌતમે પોતાની દમદાર બોલિંગ કરી ઈતિહાસ રચ્યો છે. અરૂણાચલ પ્રદેશની સામે વન-ડે મેચમાં તેમને તમામ 10 વિકેટ પોતે લઈ લીધી. તેમાં એક હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. તે આ ઈતિહાસ રચનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કાશવીની આ સિદ્ધિને ટ્વીટર પર શેયર કરી છે. કાશવીએ માત્ર 4.5 ઓવરમાં માત્ર 12 રન આપી 10 વિકેટ ઝડપી હતી. પહેલી ઓવરમાં કાશવીએ 2 વિકેટ લીધી. તેમાં સામેની ટીમની બંને ખિલાડી ખાતુ પણ ન ખોલી શકી. બીજી ઓવરમાં તેમણે હેટ્રિક પણ લીધી. જ્યારે ત્રીજી ઓવરમાં 2 વિકેટ લીધી હતી. ત્યારબાદ મેચની નવમી ઓવરમાં ફરીથી પોતાની ઓવર રમવા આવેલી કાશવીએ ફરી 3 વિકેટ લઈને મેચનો જ અંત આણી દીધો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બોલિંગ ઉપરાંત કાશવી બેટિંગથી પણ પોતાનો જાદુ પાથરી ચૂકી છે. તેમણે 68 બોલમાં 49 રન બનાવ્યા હતા. જેના કારણે ચંદીગઢની ટીમ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 186 રનનો સ્કોર ઉભો કરી શકી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અરૂણાચલની ટીમ 161 રનથી હારતા માત્ર 25 રન જ બનાવી ઓલઆઉટ થઈ ગઈ. 8 ખિલાડીઓએ તો 1 પણ રન બનાવ્યા વગર પેવેલિયન પાછુ ફરવું પડ્યુ હતુ. રસપ્રદ વાત એ છે કે કાશવીએ લીધેલી વિકેટમાં કોઈપણ ફિલ્ડર્સનો ફાળો રહ્યો નહોતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર 2 જ ખિલાડી આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. તેમાં ભારતના જ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેનો સમાવેશ થાય છે. જેમણે 1999માં પાકિસ્તાન સામે 10 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને પત્ની અને પુત્ર સાથે મોકલાયા જેલમાં, જાણો સમગ્ર મામલો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article