મહેન્દ્રસિંહ ધોની પર ભારતીય ટીમના પૂર્વ ઓપનરે નિવેદન આપતા કહ્યું કે ‘પોતાની મરજી મુજબ સીરીઝ ના રમી શકાય’

|

Sep 27, 2019 | 3:19 AM

ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ધોની વિશ્વ કપ પછી ટીમમાં નથી અને તે સતત પસંદગીકર્તાઓ પાસે આરામ માંગી રહ્યા છે. ધોનીના નિવૃતીની ખબરો પર ગૌતમ ગંભીરે કહ્યું- મે હંમેશાથી કહ્યું છે કે નિવૃતીનો નિર્ણય દરેક લોકોનો અંગત નિર્ણય છે. મને લાગે છે […]

મહેન્દ્રસિંહ ધોની પર ભારતીય ટીમના પૂર્વ ઓપનરે નિવેદન આપતા કહ્યું કે પોતાની મરજી મુજબ સીરીઝ ના રમી શકાય

Follow us on

ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ધોની વિશ્વ કપ પછી ટીમમાં નથી અને તે સતત પસંદગીકર્તાઓ પાસે આરામ માંગી રહ્યા છે. ધોનીના નિવૃતીની ખબરો પર ગૌતમ ગંભીરે કહ્યું- મે હંમેશાથી કહ્યું છે કે નિવૃતીનો નિર્ણય દરેક લોકોનો અંગત નિર્ણય છે. મને લાગે છે કે પસંદગીકર્તાઓને ધોની સાથે વાતચીત કરવી જોઈએ અને પુછવુ જોઈએ કે તેમની રણનીતિ શું છે, કારણ કે જો તમે ભારત માટે રમો છો તો તમે સીરીઝની પસંદગી પોતાની રીતે નથી કરી શકતા.

વિશ્વ કપ 2019 દરિમયાન ધોની તેમની ધીમી બેટિંગના કારણે આલોચકોના નિશાના પર રહ્યા. તે ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ સેમીફાઈનલમાં રન આઉટ થઈ ગયા હતા, ત્યારબાદ જ ભારતની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યુ. ભારતીય ટીમ વિશ્વ કપમાંથી બહાર થયા પછી ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લઈ લીધો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધોની વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે બહાર રહ્યા, તે દરમિયાન ધોનીએ ટેરિટોરિયલ આર્મી યૂનિટનીસ સાથે કાશ્મીરમાં 15 દિવસ પસાર કર્યા. તે સાઉથ આફ્રિકાની સામેની સીરીઝમાં પણ સામેલ નહતા થયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધર્મશાલામાં સાઉથ આફ્રિકાની સામે ટી-20 મેચ પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે ધોની વિશે એક મોટી વાત એ છે કે તે ભારતીય ક્રિકેટ માટે વિચારે છે અને જે ટીમ મેનેજમેન્ટ વિચારે છે, તે પણ તે જ વિચારે છે. કોહલીએ કહ્યું હતું કે યુવા ખેલાડીઓને તૈયાર કરવા માટે અને તેમને તક આપવા માટેની તેમની જે પ્રકારની માનસિકતા હતી, તે આજે પણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધોની મેદાન પર પરત ફરવા માટે ફિટનેસ પર પૂરૂ ધ્યાન આપી રહ્યા છે. પોતાને ફિટ રાખવા માટે થોડા દિવસો પહેલા તેઓ રાંચીમાં પરસેવો પાડતા નજરે પડ્યા હતા. તે રાંચીના JSCA (ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ) સ્ટેડિયમમાં ટેનિસના યુવા નેશનલ ખેલાડીઓની સાથે પ્રેક્ટિસ કરતા નજરે આવ્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article