Breaking News : રમતગમત મંત્રાલયના એક્શનની અસર! અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક રદ્દ

|

Jan 22, 2023 | 9:30 AM

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભા રવિવારે યોજાવાની હતી. જો કે હવે આ બેઠક રદ કરવામાં આવી છે.

Breaking News : રમતગમત મંત્રાલયના એક્શનની અસર! અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક રદ્દ
અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક રદ્દ
Image Credit source: Twitter

Follow us on

શુક્રવારે મોડી રાત્રે મેરેથોન બેઠક બાદ, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી સહિતના દેશના કેટલાક ટોચના કુસ્તીબાજો દ્વારા સિંહ અને WFI પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે સરકારે એક મોનિટરિંગ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.અયોધ્યામાં રવિવારે યોજાનારી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભા રદ કરવામાં આવી છે. કુસ્તીબાજોના ધરણા બાદ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.

મીટિંગ કેન્સલ થવા પાછળ આ કારણ

આ બેઠકમાં બ્રિજભૂષણ શરણ સિંહ પણ ભાગ લેવાના હોવાના અહેવાલ હતા. જોકે, હવે આવું નહીં થાય. રમત મંત્રાલયે શનિવારે રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. મીટિંગ કેન્સલ થવા પાછળ આ કારણ માનવામાં આવે છે. કેટલાક કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી તોમર એથ્લેટ્સ પાસેથી લાંચ લેતા હતા અને નાણાકીય ભ્રષ્ટાચારમાં સામેલ હતા. જેના કારણે તેમને કરોડોની સંપત્તિ એકઠી કરવામાં મદદ મળી હતી. તોમરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર

દેશના ઘણા મોટા કુસ્તીબાજો બુધવારે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. બે દિવસની હડતાળ બાદ રમત મંત્રાલયે શુક્રવારે મોડી રાત્રે ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ બેઠક બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કુસ્તીબાજોની ફરિયાદોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. ચાર અઠવાડિયા પછી આ સમિતિ પોતાનો ચુકાદો આપશે. આ સાથે જ બ્રિજ ભૂષણ શરણ સિંહને પણ જ્યાં સુધી તપાસ ચાલી રહી હતી ત્યાં સુધી અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સાઈએ તપાસ માટે એક સમિતિની રચના કરી

શુક્રવારે મોડી રાત્રે મેરેથોન બેઠક બાદ, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી સહિતના દેશના કેટલાક ટોચના કુસ્તીબાજો દ્વારા સિંહ અને WFI પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે સરકારે એક મોનિટરિંગ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

 

 

Published On - 9:08 am, Sun, 22 January 23

Next Article