
Aaryavir Sehwag Century : એક કહેવત છે ને બાપ એવા ટેટા અને વડ તેવા ટેટા, પિતા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર હતા. પિતાને મોટી ઈનિગ્સ રમવા માટે ચર્ચામાં હતા. તો દીકરાએ પણ અંડર-19 એશિયા કપ 2026માં આ મિજાજથી ઝલક દેખાડી છે. વીરેન્દ્ર સહેવાગના દીકરા આર્યવીરે પોતાની અંડર-19 વનડે કરિયરમાં પહેલી સદી ફટકારી છે. યુએઈ અંડર 19 ટીમ વિરુદ્ધ કરો યા મરોની મેચમાં સદી ફટકારી આર્યવીરે શાનદાર પાર્ટનરશીપની સ્ક્રિપ્ટ લખી હતી.
આર્યવીર સહેવાગે અંડર 19 એશિયા કપ 2026માં યુએઈ વિરુદ્ધ રમાયેલી ગ્રુપ એના વનડે મેચમાં 130 બોલમાં સદી ફટકારી છે. આ દરમિયાન તેમણે 15 ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. આર્યવીર સહેવાગની યુથ ઓડીઆઈ કરિયરમાં આ પહેલી સદી છે. અંડર 19 એશિયા કપ 2026માં કોઈ પણ ભારતીય બેટ્સમેનના બેટમાંથી આવેલી આ બીજી સદી છે. આ પહેલા અર્જુન રાજપુતે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી ગત્ત મેચમાં લગાવી હતી.આર્યવીર સહેવાગની વાત કરીએ તો તેમણે અફઘાનિસ્તાન અંડર 19 ટીમ વિરુદ્ધ 168 બોલમાં 160 રન બનાવ્યા છે. જેમાં 17 ચોગ્ગા અને 7 સિક્સ સામેલ છે.
આર્યવીર સહેવાગે UAE અંડર 19 ટીમ વિરુદ્ધ સદી ફટકારી છે. આ સાથે 2 શાનદાર પાર્ટનરશીપ કરી છે. તેમણે પહેલા ઓપનિંગ વિકેટ માટે ઈન્ડિયા અંડર 19ના કેપ્ટન લક્ષ્ય રાયચંદાની સાથે મળી કુલ 62 રન ફટકાર્યા હતા. બીજી વિકેટ માટે વીકે વીનીથ સાથે પણ આટલા રન કર્યા હતા. અંડર 19 એશિયા કપ 2026માં સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ બની ગયો છે. આ્યવીર સહેવાગે સદી અને શાનદાર પાર્ટનરશીપની મદદથી યુએઈ અંડર 19 વિરુદ્ધ ઈન્ડિયા અંડર 19 મોટા સ્કોરની સ્ક્રિપ્ટ લખી હતી.
ભારતીય અંડર 19 ટીમને ગત્ત મેચમાં પાકિસ્તાન સામે હાર મળી હતી. હવે તેની નજર અફઘાનિસ્તાન સામે જીતવા પર છે. આ પહેલા ભારતે પહેલી મેચમાં નેપાળને હરાવ્યું હતુ.
Published On - 1:25 pm, Tue, 10 November 26