વિરાટ કોહલી (Virat Kohli) એ તેની 500મી મેચમાં 76 સદી ફટકારી કમાલ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામેની બીજી ટેસ્ટમાં વિરાટ કોહલીએ સદી ફટકારતાની સાથે જ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં આ 29મી સદી હતી. કોહલી માટે આ સદી ખૂબ જ ખાસ છે.
કેરેબિયન ભૂમિ પર ફરી એકવાર વિરાટ કોહલીનું બેટ હવામાં લહેરાયુ છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝમાં સાત વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં આખરે 7 વર્ષની સદીની રાહનો અંત આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે વિરાટ કોહલીએ તેની 29મી સદી પૂરી કરી.
A magnificent CENTURY by @imVkohli in his landmark game for #TeamIndia
This is his 29th in Test cricket and 76th overall #WIvIND pic.twitter.com/tFP8QQ0QHH
— BCCI (@BCCI) July 21, 2023
વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સદી સાથે વિરાટ કોહલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો. આંતરરાષ્ટ્રીય કરિયરની 500મી મેચમાં કોહલીએ 76 સદી ફટકારી છે જ્યારે સચિને 500મી મેચ સુધી 75 સદી ફટકારી હતી. આ મામલે વિરાટ સચિનથી આગળ નીકળ્યો હતો.
ચાર મહિના પહેલા વિરાટે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે 186 રનની યાદગાર ઇનિંગ રમી હતી. તે સદીની સાથે જ કોહલીએ ત્રણ વર્ષથી ચાલી રહેલા ટેસ્ટમાં સદીઓનો દુષ્કાળ પણ ખતમ કરી દીધો હતો. આ પછી, દરેક વ્યક્તિ તેની વિદેશમાં સદી ફટકારવાની રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને વેસ્ટ ઈન્ડિઝમાં, જ્યાં તેણે લાંબા સમયથી સદી ફટકારી ન હતી.
In @imVkohli celebrates his 29th Test ton #WIvIND pic.twitter.com/H0DdmUrBm0
— BCCI (@BCCI) July 21, 2023
આખરે કોહલીએ આ રાહનો અંત આણ્યો. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચના પહેલા દિવસે કોહલીએ સંપૂર્ણ ધીરજ સાથે બેટિંગ કરતા 87 રન બનાવ્યા અને અણનમ પરત ફર્યા. તેણે સદીની આશા જગાવી. અગાઉના ઘણા પ્રસંગોએ નજીક આવવાનું ચૂકી ગયેલો કોહલી આ વખતે નિરાશ થયો નથી. ફાસ્ટ બોલર શેનોન ગેબ્રિયલના બોલને પોઈન્ટ બાઉન્ડ્રી તરફ 4 રન પર મોકલીને તેણે તેની ટેસ્ટ કારકિર્દીની 29મી સદી પૂરી કરી.
Published On - 8:03 pm, Fri, 21 July 23