Breaking News : વિદર્ભે ઇતિહાસ રચ્યો, સૌરાષ્ટ્રને હરાવીને પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી

Vijay Hazare Trophy Final : વિજય હજારે ટ્રોફી 2025-26ની ફાઈનલમાં વિદર્ભની ટીમે જીત મેળવી છે. વિદર્ભે સૌરાષ્ટ્રની ટીમને હરાવી પહેલી વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. તેમણે આ મેચ 38 રનથી પોતાને નામ કરી છે.

Breaking News : વિદર્ભે ઇતિહાસ રચ્યો, સૌરાષ્ટ્રને હરાવીને પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી
| Updated on: Jan 19, 2026 | 9:51 AM

Vidarbha vs Saurashtra Vijay Hazare Trophy Final: વિજય હજાર્ ટ્રોફી 2025-26ની ફાઈનલ મેચ વિદર્ભ અને સૌરાષ્ટ્રની ટીમ વચ્ચે બેંગ્લુરના બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સીલેન્સ ગ્રાઉન્ડ 1માં રમાઈ હતી. આ મેચમાં વિદર્ભે સૌરાષ્ટ્રને 38 રનથી હરાવી પોતાનો પહેલો ખિતાબ જીત્યો છે. આ વિદર્ભે માટે એક ઐતિહાસિક પળ છે કારણ કે,ગત્ત વર્ષે તે ફાઈનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. આ વખતે તેમણે શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચ્યો હતો.

અથર્વ તાઈડેએ મેચ વિનિંગ ઇનિંગ રમી

આ મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતી પહેલા બોલિંગ લીધી હતી. પરંતુ વિદર્ભે પહેલા બેટિંગ કરી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 317 રનનો સ્કોર બનાવ્યો હતો. આ મજબુત સ્કોર અથર્વ તાઈડે રાખ્યો હતો. જેમણે 118 બોલમાં 128 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. આ સાથે ટીમને મોટો સ્કોર બનાવવા મદદ કરી હતી. અથર્વે 15 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી.

 

 

 

યશ રાઠૌડે 54 રન બનાવી મહત્વનું યોગદાન આપ્યું હતુ. રવિકુમાર સમર્થે પણ 25 રનની ઈનિગ્સ રમી હતી. બીજી બાજુ સૌરાષ્ટ્ર માટે અંકુર પંવારે સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. ચેતન સાકરિયા અને ચિરાગ જાની 2-2 વિકેટ લીધી હતી.

 

 

સૌરાષ્ટ્રની ટીમ 279 રનમાં ઓલઆઉટ થઈ

ટાર્ગેટનો પીછો કરતા સૌરાષ્ટ્ર 48.5 ઓવરમાં 279 રનમાં સમેટાઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધારે રન પ્રેરક મનકડે બનાવ્યા હતા. તેમણે 92 બોલમાં 88 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય ચિરાગ જાનીએ 63 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ રીતે વિદર્ભેની ટીમે 38 રનથઈ આ જીત મેળવી હતી.વિજય હજારે ટ્રોફી જીતનારી ટીમો વિશે વાત કરીએ તો. તમિલનાડુ 5 વખત, કર્ણાટક 5 વખત, મુંબઈ 4 વખત, સૌરાષ્ટ્ર 3 વખત,રેલવે બંગાળ,દિલ્હી,ઝારખંડ, ગુજરાત,હિમાચલ પ્રદેશ,હરિયાણા અને વિદર્ભની ટીમ 1-1 વખત આ ટ્રોફી જીતી ચૂકી છે.

વિજય હજારે ટ્રોફી 2025-26 ભારતમાં સૌથી વધુ ચર્ચિત રહેતી સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાંની એક છે. આ સિઝનમાં ઘણા અજાણ્યા ખેલાડીઓએ તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચે છે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. અહી ક્લિક કરો

Published On - 9:34 am, Mon, 19 January 26