Breaking News: છુટાછેડાના 3 વર્ષ પછી શિખર ધવને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, જુઓ ફોટો

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓપનર શિખર ધવનના પહેલી પત્ની આયેશા મુખર્જી સાથે છુટાછેડા થયા હતા. ત્યારબાદ તે આયરલેન્ડની સોફી શાઈનને ડેટ કરી રહ્યો હતો. હવે બંન્ને સગાઈ કરી છે.

Breaking News: છુટાછેડાના 3 વર્ષ પછી શિખર ધવને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, જુઓ ફોટો
| Updated on: Jan 13, 2026 | 10:11 AM

ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવને પોતાના ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્ન કર્યા છે. શિખર ધવને 12 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા છે. ફોટોમાં બંન્નેનો હાથ જોવા મળી રહ્યો છે. જેમાં સોફીના હાથમાં વીંટી જોવા મળી રહી છે. આ સાથે કેપ્શનમાં ધવન અને સોફીએ લખ્યું સ્મિતથી લઈને સપના સુધી. અમારી સગાઈ પર પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ બધાનો આભાર, અમે હંમેશા સાથે રહેવાનું પસંદ કર્યું.

 

કોણ છે સોફી શાઈન

સોફી શાઇન આયરલેન્ડની રહેવાસી છે. સોફીને ચેમ્પિયન ટ્રોફી 2025માં ધવન સાથે જોવા મળી હતી. ત્યારથી બંન્નેના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, સોફી મોટી આઇરિશ ફર્મમાં પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. તમને જણાવી દઈએ કે, શિખર ધવન પહેલી પત્ની આયશા મુખર્જીથી 2023માં અલગ થયો છે. શિખર ધવન અને આયશાને એક દીકરો પણ છે. જેનું નામ જોરાવર છે.

શોફી અને શિખર ધવનની પહેલી મુલાકાત

પૂર્વ ઈન્ડિયન ક્રિકેટર શિખર ધવન બીજી વખત ઘોડી પર ચઢવા જઈ રહ્યો છે. ઈન્ડિયન ક્રિકેટમાં ગબ્બર તરીકે ઓળખાતો શિખર ધવન સગાઈ બાદ તેની ગર્લફ્રેન્ડ અને આયરલેન્ડની મોડલ શોફી શાઈન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંન્ને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા હતા.શોફી શાઈન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શોફી અને શિખર ધવનની પહેલી મુલાકાત 2024માં થઈ હતી. ત્યારબાદ બંન્ને ચેમ્પિયન ટ્રોફી અને આઈપીએલમાં પણ સાથે જોવા મળ્યા હતા.

બંન્ને વચ્ચે ઉંમરમાં 5 વર્ષનો તફાવત

શિખર ધવનનો જન્મ 1985માં દિલ્હીમાં થયો હતો અને હાલમાં તે 40 વર્ષનો છે. તેની મંગેતર સોફી શાઇનનો જન્મ 1990માં આયર્લેન્ડમાં થયો હોવાનું કહેવાય છે અને તે હાલમાં 35 વર્ષની છે. આનો અર્થ એ થયો કે તેમની ઉંમરમાં પાંચ વર્ષનો તફાવત છે.

2008માં IPLમાં દિલ્હી ડેરડેવિલ્સમાં કર્યુ હતુ ડેબ્યુ, પુત્ર જોરાવર પિતાની જ કોપીપેસ્ટ, ગબ્બરના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

 

Published On - 9:58 am, Tue, 13 January 26