
ભારત (Team India) અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ હવે ODI શ્રેણી શરૂ થઈ છે, જેની પહેલી વનડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ને પાંચ વિકેટથી હરાવ્યું હતું અને સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. હવે આજે બંને દેશો વચ્ચે બીજી વનડે મેચ યોજાશે, જે પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ સામને બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11માં બે મોટા પરિવર્તન જોવા મળ્યા હતા. ટીમના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આજની મેચમાં આરામ આપવામાં આવ્યો છે. આ બંને સ્ટારની જગ્યાએ અક્ષર પટેલ અને સંજુ સેમસનને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું છે.
West Indies opt to bowl in the second ODI in Barbados 🌴
Hardik Pandya stands in for Rohit Sharma as captain for India.
📝 #WIvIND: https://t.co/194cPaXqId pic.twitter.com/vvIFre4k00
— ICC (@ICC) July 29, 2023
આજની મેચમાં રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ હાર્દિક પંડયા ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે. મેચ પહેલા ટોસ યોજાયો હતો ત્યારે રોહિતની જગ્યાએ હાર્દિક પંડયા ટોસ માટે આવ્યો હતો. જોકે આજની મેચમાં હાર્દિક ટોસ હારી ગયો હતો. ટોસ હાર્યા બાદ હાર્દિકે કહ્યું હતું કે અમે પહેલા બેટિંગ જ કરવા માંગતા હતા. રોહિત અને વિરાટ સતત ક્રિકેટ રમી રહ્યા છે, તેથી તેઓ આજની મેચમાં આરામ કરી રહ્યા છે.
A look at #TeamIndia‘s Playing XI for the 2nd ODI!@hardikpandya7 to lead the side today 👌
Follow the match – https://t.co/k4FosiRmuT#WIvIND pic.twitter.com/8wWBzdMrw7
— BCCI (@BCCI) July 29, 2023
ભારત:
શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટ કીપર), સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર
વેસ્ટ ઈન્ડિઝ:
બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, એલીક એથેનાઝ, શાઈ હોપ (વિકેટ કીપર / કેપ્ટન), શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, રોમારીયો શેફર્ડ, યાનિક કેરિયા, ગુડાકેશ મોટી, અલ્ઝારી જોસેફ, જયડન સીલ્સ
Published On - 6:36 pm, Sat, 29 July 23