India vs Sri Lanka 1st Test : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને ગાલે ટેસ્ટ જીતી ,સીરિઝ 1-0થી આગળ

India beat Sri Lanka at Galle: ભારત અને શ્રીલંક ગોલ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. ભારતે ગોલ ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. મેચના પાંચમાં દિવસે માનવ સુથારે શાનદાર બોલિંગ કરી હતી.

India vs Sri Lanka 1st Test : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને ગાલે ટેસ્ટ જીતી ,સીરિઝ 1-0થી આગળ
| Updated on: Aug 19, 2026 | 1:45 PM

ગોલ ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાનો કબજો થઈ ચૂક્યો છે. અહી રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં તેમણે શ્રીલંકાને હરાવ્યું છે. ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીતથી 2 ટેસ્ટની સીરિઝમાં ભારતે 1-0થી લીડ બનાવી લીધી છે. 600મી ટેસ્ટ હોવાના કારણે ગોલમાં મળનારી જીત ભારતીય ટીમ માટે શાનદાર હતી. ગોલ ટેસ્ટને જીતવા માટે ભારતે 372 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેનો પીછો કરવામાં શ્રીલંકાની ટીમ અસફળ રહી હતી.હવે બંને દેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં શરુ થશે.

પહેલી વખત આવું થયું

ગોલ ટેસ્ટની શરુઆત 15 ઓગસ્ટથી થઈ હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી ટેસ્ટ મેચ હતી. જેની શરુઆત 15 ઓગ્સ્ટથી થઈ હતી. પહેલી વખત આવું 2014માં થયું હતુ. ત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 15 ઓગસ્ટના રોજ શરુ થયેલી ટેસ્ટ મેચમાં ભારતને 244 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલી વખત છે. જ્યારે 15 ઓગસ્ટના શરુ થયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે.

ભારતે 9 વર્ષ બાદ ગોલમાં ટેસ્ટ જીતી

ગોલ ટેસ્ટમાં ભારતે 165 રનથી જીત નોંધાવી હતી. ભારતે શ્રીલંકાની સામે 372 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. તેનો પીછો કરતા 206 રન જ બનાવી શકી અને મેચ હારી હતી. ટીમ ઈન્ડિયાને 9 વર્ષ પછી ગોલમાં ટેસ્ટ મેચ રમી અને જીત મેળવી છે. આ પહેલા 2017માં અહી રમાયેલી ટેસ્ટમાં જીત મેળવી હતી.આજીતની સાથે ગોલમાં હવે ભારતની જીત અને હારનો હિસાબ બરાબર થયો છે. ભારતને ગોલમાં ઓવરઓલ આ છઠ્ઠી ટેસ્ટ હતી. અહી રમાયેલી 6 ટેસ્ટમાં ભારતે 3 જીત અને 3 હારી છે.

લંચ પછી માનવ સુથારનો જલવો

લંચ પછી માનવ સુથારે બેકટુબેક 3 વિકેટ લીધી અને શ્રીલંકાને ધુંટણીયે પાડ્યું હતુ. પહેલી વિકેટ સોનલ બીજી પ્રભાત જયસૂર્યા ત્યારબાદ લાહિરુ કુમારા 0 રને આઉટ થયો હતો. 199ના સ્કોર પર શ્રીલંકાની 3 વિકેટ પડી હતી. માનવ સુથારની બેક ટુ બેક બીજી મેચમાં આ બીજી 5 વિકેટ હોલ રહી હતી. મેચની છેલ્લી વિકેટ પણ માનવ સુથારે લીધી હતી. માનવ સુથાર સિવાય બીજી ઈનિગ્સ્માં પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ અને જાડેજા અને સિરાજે 1-1 વિકેટ લીધી હતી.

 

Published On - 1:27 pm, Wed, 19 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.