
Team India : જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની (Indian Cricket Team) આજે જાહેરાત કરવામાં આવી છે. બંને ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.જ્યારે અજિંક્ય રહાણે ટેસ્ટમાં અને ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વનડેમાં વાઇસ કેપ્ટન તરીકે જોવા મળશે. ગુજ્જુ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
આ સાથે જ ભારતીય ટીમમાં યુવા ક્રિકેટરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે મુકેશ કુમાર, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે સંજુ સૈમસને પણ આ વખતે ભારતીય ટીમ તરફથી રમવા માટે તક આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, 3 જુલાઈના રોજ ભારતીય ક્રિકેટરો 1 મહિનાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવાના થશે.
આ પણ વાંચો : PM Modi In USA :વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન PM Modiએ અમેરિકાની ક્રિકેટ ટીમના વખાણ કર્યા, બાઈડનનું રિએક્શન વાયરલ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની
| તારીખ | મેચ | સ્થળ |
| 12-16 જુલાઈ | પ્રથમ ટેસ્ટ | વિન્ડસર પાર્ક, રોઝો, ડોમિનિકા |
| 20-24 જુલાઈ | બીજી ટેસ્ટ | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , જયદેવ ઉનડકટ , મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક , મુકેશ કુમાર.
| તારીખ | મેચ | સ્થળ |
| 27 જુલાઈ | પ્રથન વનડે | કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ |
| 29 જુલાઈ | બીજી વનડે | કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ |
| 01 ઓગસ્ટ | ત્રીજી વનડે | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત ટેસ્ટ મેચથી થશે. 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ થશે. ત્યાર બાદ 27 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ થશે. જ્યારે 6 થી 13 ઓગસ્ટ વચ્ચે 5 મેચની ટી20 મેચની સિરીઝ થશે. ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત હાલમાં કરવામાં આવી નથી.
Published On - 4:10 pm, Fri, 23 June 23