
IND vs NZ, Playing XI : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટમાં બીજી વનડે મેચ રમાય રહી છે. આ મેચ માટે ટોસ થઈ ચૂક્યો છે.ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ્ બાદ બંન્ને ટીમના કેપ્ટનોએ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી હતી. બંન્ને ટીમની પ્લેઈંગ 11માં 1-1 ફેરફાર કરવામાં આવ્યો છે. વોશિગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થતા સીરિઝમાંથી દુર થયોછે. ત્યારબાદ ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારતની આ 5મી વનડે મેચ છે. ન્યુઝીલેન્ડની વાત કરીએ તો બંન્ને ટીમની આ મેદાન પર આ પહેલી ટકકર છે. ન્યુઝીલેન્ડે રાજકોટ વનડેમાં લેફ્ટ આર્મ સ્પિનર લિનિક્સને ડેબ્યુ કરાવ્યું છે. લિનિક્સને આદિત્ય અશોકના બદલે સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટીમની વાત કરીએ તો.વોશિગ્ટન સુંદર આ મેચનો ભાગ નથી.ઈજાને કારણે તે પહેલી સીરિઝથી બહાર થઈ ચૂક્યો છે. સુંદરને વડોદરામાં રમાયેલી પહેલી વનડે મેચ દરમિયાન ઈજા થઈ હતી. તેના સ્થાને ટીમમાં આયુષ બદોનીને સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને ડેબ્યુ કરવાની તક મળી નહી, ભારતીય ટીમ મેનેજમેન્ટે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને રમાડવાનો નિર્ણય લીધો છે. નીતિશ રેડ્ડી પહેલાથી જ વનડે સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમનો ભાગ હતો.
તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ વડોદરામાં રમાય હતી. આ મેચ ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીતી હતી. તેમજ સીરિઝમાં 1-0ની લીડ બનાવી હતી.રાજકોટ વનડેમાં ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ટોસ હાર્યા બાદ ભારત પહેલા બેટિંગ કરી રહ્યું છે. રોહિત અને ગિલ ઇનિંગ ઓપન કરવા માટે મેદાનમાં ઉતર્યા છે.
શુભમન ગિલ, રોહિત શર્મા,વિરાટ કોહલી,શ્રેયસ અય્યર, કેએલ રાહુલ,નીતિશ કુમાર રેડ્ડી,રવિન્દ્ર જાડેજા,હર્ષિત રાણા,કુલદીપ યાદવ,મોહમ્મદ સિરાજ,પ્રસિદ્ધ કૃષ્ણા
Published On - 1:28 pm, Wed, 14 January 26