
ભારત અને ન્યુઝીલેન્ડ પાંચ મેચની વનડે સીરિઝ રમી રહ્યા છે. સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે, જ્યાં ભારત પ્રથમ બેટિંગ કરશે. ભારતે સીરિઝની પ્રથમ બે મેચ જીતી હતી, અને પછી ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જોકે, ચોથી મેચમાં ન્યુઝીલેન્ડે જોરદાર વાપસી કરી અને મોટી જીત મેળવી. તેથી, ન્યુઝીલેન્ડ સીરિઝને ડ્રો પર સમાપ્ત કરવા માંગશે.
ન્યુઝીલેન્ડે આ સીરિઝમાં ટોસ જીત્યો છે. તેમણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે ટીમ ઈન્ડિયા આ મેચમાં પહેલા બેટિંગ કરશે.ભારતીય ટીમને ગત્ત મેચમાં શરમજનક 244 રનથી હાર મળી હતી. ત્યારે હવે આ છેલ્લી મેચ બિલકુલ સરળ રહેવાની નથી. જેમાં સૌથી વધારે નજર વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર રહેશે. જે ગત્ત મેચમાં પોતાનું સપનું ખોલવામાં સફળ રહી શક્યો ન હતો.
ભારતીય ટીમ માટે છેલ્લી 2 વનડે મેચમાં કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળી રહ્યો છે. જેમાં ચોથી મેચમાં અય્યર માટે ખરાબ રહી હતી. પહેલી વખત વનડેમાં તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 244 રનના મોટા અંતરથી હારી હતી. હવે પાંચમી વનડે મેચ તેના માટે ખુબ મહત્વપૂર્ણ છે. જેમાં અય્યરનો પ્રયત્ન હશે કે, ટીમને જીત અપાવે. જેનાથી સીરિઝ જીતી શકે.
ભારતીય ટીમે ઓકલેન્ડ અને વેલિગટનમાં શરુઆતની મેચ જીતી હતી. હેમિલ્ટનમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાય હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ઓવલમાં રમાયેલી ચોથી વનડે મેચમાં 244 રનથી જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ આ મેચમાં જીત મેળવી સીરિઝ પર કબ્જો કરવા માંગશે.
આ મેચ માટે ફાસ્ટ બોલર યશ ઠાકુરે પોતાનું ઓડીઆઈ ડેબ્યુ કર્યું છે. યશ ભારત માટે વનડે રમનાર 267મો ક્રિકેટર છે. યશને ડેબ્યુ કેપ અક્ષર પટેલે આપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની પણ પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી થઈ છે.ગુરનુર બરાર અને કુલદીપ યાદવ આ મેચનો ભાગ નથી.
Published On - 7:15 am, Sun, 15 November 26