
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ કોઈ પણ પરિણામ વગર પૂર્ણ રહી હતી. ડરહમ કાઉન્ટી ચેસ્ટર લે સ્ટ્રીટમાં બુધવાર 1 જુલાઈના રોજ રમાયેલી મેચ વરસાદના કારણે રદ થઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને 189 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે ઈંગ્લેન્ડને આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઉતરવાનું હતુ. આ પહેલા વરસાદે વિધ્ન કર્યું હતુ. આને લઈ આ મેચ રદ કરી પડી છે. આ રીતે ચેસ્ટર લે સ્ટ્રીટમાં ભારત-ઈંગ્લેન્ડ મેચનો જૂનો ઈતિહાસ યથાવત રહ્યો હતો.
બુધવારના 1 જુલાઈથી 5 ટી20 મેચની સીરિઝ શરુ થઈ હતી. પહેલી મેચ રિવરસાઈડ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જ્યાં ભારત-ઈંગ્લેન્ડ મેચનો ઈતિહાસ સારો રહ્યો નહી. ભારતીય ટીમ આ ટી20 ઈન્ટરનેશનલ તો પહેલી વખત રમી રહી હતી પરંતુ તે પહેલા 2 વનડે મેચમાં આ મેદાનનો અનુભવ લઈ ચૂકી છે. આ બંને મેચ 2002 અને 2011માં રમાઈ હતી. બંને મેચ વરસાદના કારણે રદ થઈ હતી. સંયોગથી આ બંને મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડની ઈનિગ્સ દરમિયાન વરસાદના કારણે મેચ રદ થઈ હતી.
ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી ઓવરથી વરસાદ શરુ થયો હતો. આખી ઈનિગ્સ દરમિયાન 2-3 વખત છાંટા સ્પષ્ટ જોવા મળ્યા હતા પરંતુ મેચ રોકવાની જરુર પડી ન હતી. પરંતુ 20મી ઓવરમાં વરસાદ વધારે આવતા જ ભારતીય ટીમની બેટિંગ પૂર્ણ થઈ હતી અને ખેલાડીઓ ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા. અંતે વરસાદ બંધ થયો નહી અને અમ્પાયરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
મેચની જો વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ કરવાની તક આપી નહી. ઓપનિંગ કરી રહેલા સંજુ સેમસન 1 રન સાથે આ પ્રવાસ પર સતત ત્રીજી વખત ફેલ રહ્યો હતો. ઈશાન કિશન 0, અભિષેક શર્માએ ભારતીય ઈનિગ્સ સંભાળી હતી. 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે પણ કેપ્ટન તરીકે પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. 47 બોલમાં 68 રન કર્યા હતા.શિવમ દુબેની સાથે મળી ટીમને મજબુત સ્થિતિમાં રાખી હતી. દુબે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. તાબડતોડ બેટિંગથી ટીમનો સ્કોર 189 સુધી પહોંચ્યો હતો.ઈંગ્લેન્ડના સાકિબ મહમુદે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.
Published On - 7:17 am, Thu, 2 July 26