વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ટીમ ઈન્ડિયાને તેની છેલ્લી ODI મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજકોટની સપાટ પીચ પર ઓસ્ટ્રેલિયા (Australia) એ પ્રથમ બેટિંગ કરીને 352 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેન ગ્લેન મેક્સવેલના ઓફ બ્રેકની સામે એવી રીતે ફસાઈ ગયા કે ટીમ 300 રન પણ બનાવી શકી ન હતી અને 66 રનથી હારી ગઈ હતી.
8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ટકરાતા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા માટે એકબીજાને ટેસ્ટ કરવા અને સમજવાની આ છેલ્લી તક હતી. બંને ટીમોએ કેટલાક મોટા ફેરફારો કર્યા હતા અને મોટા ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા હતા. ટીમ ઈન્ડિયામાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવની વાપસી થઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્ક આ સીરિઝમાં પહેલીવાર મેદાનમાં ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.
Australia salvage a win in the third ODI with a clinical all-round display #INDvAUS : https://t.co/VFCXdpO74l pic.twitter.com/JvhaorkL8U
— ICC (@ICC) September 27, 2023
રાજકોટની સપાટ પીચ પર ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી હતી. વોર્નરે માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિવાય સ્મિથે ક્લાસિક બેટિંગ દ્વારા પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 353 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS : વિરાટ કોહલી અચાનક જ લેબુશેન સામે ડાન્સ કરવા લાગ્યો, સ્ટીવ સ્મિથ જોતો જ રહ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ વિસ્ફોટક શરૂઆત આપી હતી, પરંતુ તે પછીના બેટ્સમેનો તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. રોહિત સિવાય વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી, પરંતુ તે ફિફ્ટી ફટકાર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. આ સિવાય શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજાએ લડાયક બેટિંગ કરી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહીં. આ રીતે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ તો ન કરી શકી પરંતુ 2-1થી જીતી ગઈ હતી. હવે બાને ટીમો વર્લ્ડ કપમાં ટકરાશે.
Published On - 9:35 pm, Wed, 27 September 23