ઓસ્ટ્રેલિયા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા અને બાદમાં ભારતમાં રમવા માટે તૈયાર છે, જેમાં પચાસ ઓવરની ટુર્નામેન્ટની તૈયારી તરીકે ત્રણ મેચની ODI શ્રેણી રમાશે. વર્લ્ડ કપ પછી, ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે, જે 23મી નવેમ્બરે વિઝાગમાં શરૂ થશે અને ત્રીજી ડિસેમ્બરે હૈદરાબાદમાં સમાપ્ત થશે. વર્લ્ડ કપની તૈયારી માટે વનડે સીરિઝ બંને દેશોના ખેલાડીઓ માટે ફાયદાકારક સાબિત થશે.
જાન્યુઆરીની શરૂઆતમાં ભારત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલના ભાગ રૂપે હૈદરાબાદ, વિઝાગ, રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં મેચો સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડની યજમાની કરશે. પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી શરૂ થશે. બે શ્રેણીની વચ્ચે, ભારત નવા વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાન સાથે ત્રણ મેચની T20 શ્રેણીનું પણ આયોજન કરશે, જેમાં વર્ષના અંતમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 તરફ નજર રહેશે.
NEWS – BCCI announces fixtures for International Home Season 2023-24.
The Senior Men’s team is scheduled to play a total of 16 International matches, comprising 5 Tests, 3 ODIs, and 8 T20Is.
More details here – https://t.co/Uskp0H4ZZR #TeamIndia pic.twitter.com/7ZUOwcM4fI
— BCCI (@BCCI) July 25, 2023
પહેલી ODI: 22 સપ્ટેમ્બર, 1:30 PM IST, મોહાલી
બીજી ODI: 24 સપ્ટેમ્બર, 1:30 PM IST, ઈન્દોર
ત્રીજી ODI: 27 સપ્ટેમ્બર, બપોરે 1:30 PM IST, રાજકોટ
પહેલી T20I: 23 નવેમ્બર, સાંજે 7:00 PM IST, વિઝાગ
બીજી T20I: 26 નવેમ્બર, સાંજે 7:00 PM IST, ત્રિવેન્દ્રમ
ત્રીજી T20I: 28 નવેમ્બર, સાંજે 7:00 PM IST, ગુવાહાટી
ચોથી T20I: 1 ડિસેમ્બર, સાંજે 7:00 PM IST, નાગપુર
પાંચમી T20I: 3 ડિસેમ્બર, સાંજે 7:00 PM IST, હૈદરાબાદ
🚨 JUST IN: India have announced a blockbuster home schedule for the 2023-24 season 🗓️
Details 👇 https://t.co/wuV8QYQvMp
— ICC (@ICC) July 25, 2023
પહેલી T20I: 11 જાન્યુઆરી, મોહાલી
બીજી T20I: 14 જાન્યુઆરી, ઇન્દોર
ત્રીજી T20I: 17 જાન્યુઆરી, બેંગલુરુ
પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી ટેસ્ટ: ફેબ્રુઆરી 2-6, વિઝાગ
ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાલા
Published On - 7:59 pm, Tue, 25 July 23