Breaking News : BCCIનો મોટો નિર્ણય , ટીમ ઈન્ડિયા એશિયા કપ નહીં રમે!

BCCIએ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે બીસીસીઆઈએ મોટો નિર્ણય લીધો છે. એવા સમાચાર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, તેમણે હાલ માટે આ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના નિર્ણય મુજબ, ટીમ ઈન્ડિયા નજીકના ભવિષ્યમાં એશિયા કપમાં ભાગ લેશે નહીં. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે.

Breaking News :  BCCIનો મોટો નિર્ણય , ટીમ ઈન્ડિયા એશિયા કપ નહીં રમે!
| Updated on: May 19, 2025 | 10:53 AM

BCCIએ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે બીસીસીઆઈએ મોટો નિર્ણય લીધો છે. એવા સમાચાર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, તેમણે હાલ માટે આ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના નિર્ણય મુજબ, ટીમ ઈન્ડિયા નજીકના ભવિષ્યમાં એશિયા કપમાં ભાગ લેશે નહીં. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે.

એશિયા કપમાંથી ચોક્કસપણે બહાર

એક મીડિયા રિપોર્ટ મુજબ એવું માનવામાં આવી રહ્યુંછે કે,BCCI આગામી મહિને શ્રીલંકામાં મહિલાઓની રમાનારી અમેર્જિંગ એશિયા કપનો બહિષ્કાર કરશે. આ સિવાયટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં યોજાનાર મેન્સ એશિયા કપમાંથી ચોક્કસપણે બહાર થઈ જશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) હાલમાં પાકિસ્તાની મંત્રી મોહસીન નકવીના નેતૃત્વમાં છે, જે PCBના અધ્યક્ષ પણ છે.

BCCIએ કેમ કર્યો એશિયા કપનો બહિષ્કાર?

સુત્રોના જણાવ્યા અનુસાર BCCIએ આ નિર્ણય પાકિસ્તાન ક્ક્રિકેટને અલગ પાડવાના ઈરાદાથી આ નિર્ણય લીધો છે. બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં રમશે નહીં જે પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળ છે. આ દેશની ભાવનાઓ સાથે સંબંધિત છે. અમે આવતા મહિને યોજાનાર ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી ખસી જવા અંગે ACC ને મૌખિક રીતે જાણ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે BCCI ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છે.

BCCIના નિર્ણયને કારણે પુરુષોનો એશિયા કપ ખતરામાં

BCCIના આ નિર્ણયથી સપ્ટેમ્બરમાં થનારા મેન્સ એશિયા કપ પર પણ સસ્પેન્સની તલવાર લટકી રહી છે. સુત્રો દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે,ટીમ ઈન્ડિયા વગર મેન્સ એશિયા કપ રમવાનો કોઈ મતલબ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટના અનેક સ્પોન્સર્સ ઈન્ડિયામાંથી છે. એટલું જ નહીં, જ્યારે ભારત ત્યાં નહીં હોય, ત્યારે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પણ બતાવવામાં આવશે નહીં, જે ફક્ત આવકનો સ્ત્રોત જ નહીં પણ બ્રોડકાસ્ટર્સ માટે એક હાઇ વોલ્ટેજ ડ્રામા પણ છે.ભારત ઉપરાંત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પુરુષ ક્રિકેટ એશિયા કપમાં રમે છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Published On - 10:22 am, Mon, 19 May 25