Breaking News : AUS vs PAK : બેંગલુરુમાં પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ઓસ્ટ્રેલિયા પહેલા કરશે બેટિંગ

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બેંગલુરુમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો. બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. 

Breaking News : AUS vs PAK : બેંગલુરુમાં પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ઓસ્ટ્રેલિયા પહેલા કરશે બેટિંગ
| Edited By: | Updated on: Oct 20, 2023 | 2:23 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં શુક્રવારે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો એક વાર વિશ્વ કપ જીતનાર પાકિસ્તાનની ટીમ સામે થશે. પાકિસ્તાન (Pakistan) ની ટીમ અંતિમ મેચમાં ભારત સામે હર બાદ ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા ઉતરશે. જ્યારે ઓસ્ટ્રેલિયા (Australia) ની ટીમ પોતાના અંતિમ મુકાબલામાં જીત મેળવી મેદાનમાં ઉતરશે.

પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ભારતમાં ચાલી રહેલ વનડે ફોર્મેટના વર્લ્ડ કપમાં આજે બેંગલુરુમાં આજે બે ટોપ ટીમો વચ્ચે મુકાબલો થશે. એક તરફ ઓસ્ટ્રેલિયા છે, તો બીજી તરફ પાકિસ્તાન. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમોએ મજબૂત પ્લેઈંગ 11 મેદાનમાં ઉતારી

આજે બેંગલુરુમાં બંને ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી રહી છે, બંને ટીમના કપ્તાનોએ પ્લેઈંગ 11માં મજબૂત ખેલાડીઓને સામેલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમમાં અનુભવી ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ અને મિશેલ સ્ટાર્ક સામેલ છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં પણ અનુભવી બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદી જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બંને ટીમની પ્લેઈંગ 11 :

ઓસ્ટ્રેલિયા (પ્લેઈંગ ઇલેવન):

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટ કીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

આ પણ વાંચો : Breaking News : ભારતને મોટો ફટકો, ઈજાના કારણે હાર્દિક પંડયા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી થયો બહાર

પાકિસ્તાન (પ્લેઈંગ ઇલેવન):

અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:38 pm, Fri, 20 October 23