
20મી એશિયન ગેમ્સ (Asian Games 2026 )માં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે.ભારતીય શૂટરોએ એશિયન ગેમ્સમાં ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું છે. કાયનાન ચેનાઈ અને નીરુ ઢાંડાની પ્રભાવશાળી જોડીએ રોમાંચક ફાઇનલમાં મિક્સ્ડ ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ભારતીય જોડીએ આ ઐતિહાસિક જીત હાંસલ કરી છે, કુલ 32 પોઈન્ટ સાથે ઈરાનને પાછળ છોડી દીધું.
આ સ્પર્ધા દરમિયાન, ભારતીય જોડીએ 34 પોઈન્ટનો નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો. શરૂઆતના રાઉન્ડમાં ચાર શોટ ચૂકી ગયા બાદ, નીરુ અને કાયનાને જોરદાર વાપસી કરી, આગામી બે રાઉન્ડમાં પરફેક્ટ શોટ ફટકાર્યા. આ ટુર્નામેન્ટમાં નીરુ ઢાંડાનો આ બીજો ગોલ્ડ મેડલ છે.
હવે આપણે એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલની વાત કરીએ તો. ભારત મેડલ ટેલીમાં 8માં સ્થાને છે. 9 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ અને 27બ્રોન્ઝ મેડલ સાથે કુલ 57 મેડલ છે.
તમને જણાવી દઈએ કે, આજે એશિયન ગેમ્સમાં ભારતની શરુઆત ગોલ્ડ મેડલ જીત સાથે થઈ હતી.જાપાનના આઈચી નગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે પોતાનો 7મો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતને આ સફળતા આર્ચરીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરીને આ સફળતા મેળવી. ફાઇનલમાં, ભારતે ચીનને 238-234 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી.
ત્યારબાદ ભારત અને સાઉથ કોરિયા 157-157 ના સ્કોર પર બરાબરી પર રહ્યા બાદ, મેચ શૂટ-ઓફમાં ગઈ. ભારતે અંતિમ ક્ષણોમાં કોરિયન ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ટીમનો આર્ચરીમાં આ બીજો ગોલ્ડ મેડલ છે.ભારતીય તીરંદાજંઓ 20મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે લોસ એન્જીલ્સ 2028માં રમાનારી ઓલિમ્પિકની ટિકિટ પર મેળવી લીધી છે.2026 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા બોક્સિંગ 60 કિગ્રા વર્ગમાં પ્રિયા ઘંઘાસે ફાઇનલમાં મેરી અલ-અહમદિયેહને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે કાયનાન ચેનાઈ અને નીરુ ઢાંડાની પ્રભાવશાળી જોડીએ રોમાંચક ફાઇનલમાં મિક્સ્ડ ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
Published On - 11:57 am, Wed, 30 September 26