
મહિલા ક્રિકેટમાં મળેલા ગોલ્ડ મેડલ પછી હવે પિસ્તોલ શૂટિંગ ( pistol Shooting)માં ભારતને મોટી સફળતા મળી છે.શૂટિંગમાં કમલજીત અને સુરુચીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે, Asian Games 2026માં ભારતે બીજો ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. આ પાંચ શૂટર્સે સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા માટે મેડલ ટેલીમાં લાંબી છલાંગ મળી છે.તમને જણાવી દઈએ કે, એશિયન ગેમ્સ પિસ્તોલની શૂટિંગ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો જ મેડલ છે. તેમજ આ છેલ્લી ઈવેન્ટ હતી.
જો એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ ટેલીની વાત કરીએ તો. ભારત મેડલ ટેલીમાં 12માં સ્થાને છે. ભારત પાસે 2 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 19 મેડલ છે.એક અલગ સ્પર્ધામાં, ભારતે રાઇફલ થ્રી પોઝિશન ટીમ ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યો છે. આમ ભારતે માત્ર 2 મિનિની અંદર ગોલ્ડ અને સિલ્વર મેડલ પર કબ્જો કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, ગોલ્ડ મેડલ જીતાડનાર આ જોડીનું હરિયાણા સાથે ખાસ કનેક્શન છે. સુરુચિ ઝજ્જરની રહેવાસી છે, જ્યારે કમલજીત રેવાડીના સુલખાનો છે.
પિસ્તોલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ, ભારતને રાઇફલ થ્રી પોઝિશન ટીમ ઇવેન્ટમાં પણ સફળતા મળી. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, નીરજ કુમાર અને રુદ્રાક્ષ પાટીલની ટીમ ૧૭૬૨ પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી અને સિલ્વર મેડલ જીત્યો. આ ગેમ્સમાં ભારતનો આ 19 મો મેડલ છે.
આ જીત સાથે, ઐશ્વર્યા (589) અને નીરજ (588) પણ વ્યક્તિગત ફાઇનલ માટે ક્વોલિફાય થયા, જ્યારે રુદ્રાક્ષ ચૂકી ગયો.
ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે, અને આ સફળતા પિસ્તોલ શૂટિંગમાં મળી છે, એક એવી રમત જ્યાં ભારત અગાઉ ખાલી હાથે હતી. કમલજીત અને સુરુચીની જોડીએ 10-મીટર એર પિસ્તોલ મિશ્ર ઇવેન્ટમાં 484.6 પોઈન્ટના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
Published On - 9:26 am, Fri, 25 September 26