Asian Games 2026 : ભારતે સોફ્ટ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે. ભારત માટે આ ઈતિહાસ રચનાર જય મીણા છે. જેમણે દેશને પહેલો મેડલ જીતાડ્યો છે. તેમણે ભારત માટે સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જય મીણાને સેમિફાઈનલમાં હાર બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.જય મીણા સેમિફાઇનલમાં 2-4 થી હાર્યો અને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો. એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં આ ભારતનો પહેલો મેડલ છે. ભારતનો જય સેમિફાઇનલમાં જાપાનના ત્સુયોયા કુરોસાકા સામે હારી ગયો હતો.
એશિયન ગેમ્સ 2026માં જય મીણાએ બ્રોન્ઝ મેડલ જીતતા ભારતનો આ 9મો મેડલ છે. ભારતના ખાતામાં આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. ત્રીજો એવો મેડલ છે. જે શૂટિંગથી કોઈ અલગ રમતમાં આવ્યો છે.
જય મીણા મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાનો રહેવાસી છે. જય મીણા બાળપણથી બાળકોની જેમ ક્રિકેટ જ પસંદ હતી પરંતુ શાળામાં તેની નજર ટેનિસ તરફ ગઈ હતી. અહી તેમણે સોફ્ટ ટેનિસમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું હતુ. જય મીણા સોફ્ટ ટેનિસમાં ભારતનું નામ રોશન કરી રહ્યો છે. જય મીણા પહેલી વખત ચર્ચામાં ગત્ત વર્ષે આવ્યો હતો. જ્યારે તેમણે એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અહી સુધી પહોંચનાર પહેલો ભારતીય બન્યો હતો. હવે તેમણે એશિયન ગેમ્સ 2026માં પણ ભારતનું નામ રોશન કર્યું છે.
Asian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી અહી ક્લિક કરો