
ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. ચીનની ઝિયાઓ જિયારુઇક્સુઆને ઈશાને શૂટ-ઓફમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.પિંકી બલહારાએ કુરાશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. મહિલાઓની 78 કિલોગ્રામ કેટેગરીમાં, તે સેમિફાઇનલમાં સાઉથ કોરિયાની મો સુ-મીન સામે 0-5 થી હારી ગઈ. આ વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો 38મો મેડલ (4 ગોલ્ડ, 16 સિલ્વર, 18 બ્રોન્ઝ) હતો. ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં 12મા ક્રમે છે.
PINCKY BALHARA WINS THE BRONZE MEDAL IN KURASH AT ASIAN GAMES 2026! https://t.co/NaCmUTSGUD
— The Khel India (@TheKhelIndia) September 28, 2026
તમને જણાવી દઈએ કે, પિંકી બલહારાએ અગાઉ 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તે 2022 એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. હવે આ વખતે એશિયન ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.આ એશિયન ગેમ્સમાં પિસ્તોલ શૂટિંગમાં ભારતનો આ એકમાત્ર બીજો મેડલ છે.
એશિયન ગેમ્સ 2026નો આજે 9મો દિવસ છે પરંતુ 2026 એશિયન ગેમ્સમાં રવિવાર ભારતીય એથ્લેટિક્સ માટે યાદગાર દિવસ હતો. મહારાષ્ટ્રના સર્વેશ કુશારે પુરુષોની હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને લાંબી રાહનો અંત લાવ્યો. ભારતે 56 વર્ષ પછી એશિયન ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં મેડલ જીત્યો છે. આ પહેલા ભીમ સિંહે 1970 બેંગકોક એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, 2 ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાખરનું આ વખતે એશિયન ગેમ્સ 2026માં પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.એશિયન ગેમ્સમાં ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં 12મા ક્રમે છે. ભારતના મેડલ ટેલીમાં (4 ગોલ્ડ, 16 સિલ્વર, 18 બ્રોન્ઝ) છે.
1 જાન્યુઆરી 2005ના રોજ હૈદરાબાદમાં જન્મેલી ઈશા સિંહ ભારતની સૌથી પ્રતિભાશાળી શૂટરોમાંની એક છે. ઈશાના પિતા સચિન સિંહ ડ્રાઇવર હતા. શૂટિંગ શરૂ કરતા પહેલા, ઈશાએ ગો-કાર્ટિંગ, બેડમિન્ટન, ટેનિસ અને સ્કેટિંગનો પણ હાથ અજમાવ્યો હતો. ગચીબોવલી એથ્લેટિક સ્ટેડિયમમાં શૂટિંગ રેન્જની મુલાકાતે તેમને એર પિસ્તોલ પસંદ કરવાની પ્રેરણા આપી. તેના પિતાએ તેને માટે પ્રેક્ટિસ કરવા માટે ઘરે પ્રેક્ટિસ રેન્જ બનાવી. બાદમાં તે ગગન નારંગની ગન ફોર ગ્લોરી એકેડેમીમાં જોડાઈ.
Published On - 11:35 am, Mon, 28 September 26