
નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ ઇવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. નીરુએ ફાઇનલમાં 28 પોઇન્ટ મેળવીને એક નવો એશિયન રેકોર્ડ બનાવ્યો. આ વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે, અને વ્યક્તિગત ઇવેન્ટમાં તેનો પહેલો ગોલ્ડ મેડલ હતો. અગાઉ, ચારેય ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટમાં આવ્યા હતા. ભારતના મેડલની સંખ્યા હવે 47 થઈ ગઈ છે. એશિયન ગેમ્સ 2026માં 5 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 47 મેડલ છે.
એક સામાન્ય પરિવારમાંથી આવતી અને પોતાની કારકિર્દી દરમિયાન નાણાકીય પડકારોનો સામનો કરતી નીરુની સફરને હિંમત અને દૃઢ નિશ્ચયની પ્રેરણાદાયી સ્ટોરી તરીકે જોવામાં આવે છે. લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે તે શોટગન શૂટિંગમાં ભારતની સૌથી મજબૂત મેડલ આશાઓમાંની એક માનવામાં આવે છે.
એશિયન ગેમ્સ 2026માં શૂટિંગમાં ભારતે મેડલ જીતવાનો સિલસિલો ચાલું રાખ્યો છે. મહિલા ટ્રૈપ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની ત્રિપુટી નીરુ, આશિમા અને મનીષાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.નીરુએ વ્યક્તિગત ઇવેન્ટના આઠ-શૂટર ફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું. તેમણે કતારના રે બેસિલ સાથે 118 પોઈન્ટ સાથે બરાબરી કરી, જે એશિયન ગેમ્સ ક્વોલિફિકેશનનો નવો રેકોર્ડ છે. વ્યક્તિગત ઇવેન્ટમાં, આશિમા અહલાવત 16મા અને મનીષા કીર 23મા સ્થાને રહી.
નીરુ ઢાંડા એક ભારતીય ટ્રેપ શૂટર છે. જે દેશના ટોચના શોટગન શૂટિંગ સ્ટાર્સમાંની એક તરીકે ઉભરી આવી છે. 26 વર્ષીય આ ખેલાડીએ ISSF વર્લ્ડ કપમાં મહિલા ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાંની એક, ઇટાલીના લોનાટોમાં ISSF શોટગન વર્લ્ડ કપમાં આ સિદ્ધિ હાંસલ કરી. નીરુએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું અને પછી ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અને ફ્રાન્સના ઓલિમ્પિયન કેરોલ કોર્મેનિયરને હરાવી હતી.
એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલની સંખ્યાની વાત કરી તો. 5 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 47 મેડલ સાથે ભારત એશિયન ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં 11માં સ્થાન પર છે.
Published On - 11:19 am, Tue, 29 September 26