AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Games 2026માં શૂટિંગમાં મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો

2026 એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતે વધુ એક સિલ્વર મેડલ જીત્યો છે. આ વખતે, મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો. નીરુ, મનીષા અને આસિમાની ત્રિપુટીએ 328 ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો.

Breaking News : Asian Games 2026માં શૂટિંગમાં મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો
| Updated on: Sep 29, 2026 | 9:06 AM
Share

એશિયન ગેમ્સ 2026ના 10માં દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે.શૂટિંગમાં, મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. નીરુ ઢાંડા, આશિમા અહલાવત અને મનીષા કીરની ત્રિપુટીએ ભારતને આ સફળતા અપાવી છે. નીરુએ મહિલા ટ્રેપ વ્યક્તિગત ઇવેન્ટના ફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું. નીરુએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 118 ના સ્કોર સાથે સંયુક્ત ટોચનું સ્થાન મેળવ્યું હતુ.

મહિલા ટ્રેપ ટીમ સિલ્વર મેડલ જીત્યો

નીરુએ મનીષા અને અસીમા સાથે મળીને ભારત માટે મહિલા ટ્રેપ ટીમ સિલ્વર મેડલ જીત્યો, પરંતુ વ્યક્તિગત ટ્રેપ શૂટિંગ ઇવેન્ટના ફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું. તેમનો ફાઇનલ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે યોજાશે.

નીરુ ઢાંડા કોણ છે ?

નીરુ ઢાંડા એક ભારતીય ટ્રેપ શૂટર છે. જે દેશના ટોચના શોટગન શૂટિંગ સ્ટાર્સમાંની એક તરીકે ઉભરી આવી છે. 26 વર્ષીય આ ખેલાડીએ ISSF વર્લ્ડ કપમાં મહિલા ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાંની એક, ઇટાલીના લોનાટોમાં ISSF શોટગન વર્લ્ડ કપમાં આ સિદ્ધિ હાંસલ કરી. નીરુએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું અને પછી ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અને ફ્રાન્સના ઓલિમ્પિયન કેરોલ કોર્મેનિયરને હરાવી હતી.

View this post on Instagram

શૂટિંગમાં ભારતની સૌથી મજબૂત મેડલ ખેલાડી

એક સામાન્ય પરિવારમાંથી આવતી અને પોતાની કારકિર્દી દરમિયાન નાણાકીય પડકારોનો સામનો કરતી નીરુની યાત્રાને હિંમત અને દૃઢ નિશ્ચયની પ્રેરણાદાયી સ્ટોરી તરીકે જોવામાં આવે છે. લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે તે શોટગન શૂટિંગમાં ભારતની સૌથી મજબૂત મેડલ આશાઓમાંની એક માનવામાં આવે છે.

જો એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓના મેડલની વાત કરીએ તો. ભારત મેડલ ટેલીમાં 12માં સ્થાને છે. 4 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ ,21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 46 મેડલ સાથે 12માં સ્થાને છે.

ખેલાડીઓ પાસે મેડલની આશા

10મા દિવસે ભારતની સૌથી વધુ આશા બોક્સરો અને ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સ પાસેથી રહેશે, જે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે. વધુમાં, ભારત બોક્સિંગ, તીરંદાજી અને શૂટિંગમાં ઘણા મેડલ જીતી શકે છે.ભારતના નીરજ મેન્સ સિંગલ્સની રિકર્વ તીરંદાજી ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે.

Breaking News Asian Games 2026: ટ્રક ડ્રાઈવરની દીકરીએ ભારત માટે જીત્યો બ્રોન્ઝ મેડલ, નેશનલ રેકોર્ડ તોડ્યો અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">