
ભારતે આર્ચરીમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં પોતાનો આઠમો ગોલ્ડ મેડલ જીત્યો છે. મિક્સ કમ્પાઉન્ડ ટીમ તીરંદાજી ઇવેન્ટની ફાઇનલમાં ભારતે સાઉથ કોરિયાને હરાવ્યું હતું. ભારતે શૂટ-ઓફમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતીય ટીમે એક તીરે બે નિશાન બનાવ્યા છે. 20મી એશિયન ગેમ્સમાં આર્ચરીમાં મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ તો જીત્યો છે. આ સાથે લોસ એન્જીલ્સ 2028માં રમાનારી ઓલિમ્પિકની ટિકિટ પર મેળવી લીધી છે.
2028માં રમાનાર ઓલિમ્પિકમાં પહેલી વખત આર્ચરી મિક્સ ટીમ ઈવેન્ટ રમાશે. જેના માટે ક્વોલિફાય કરનારી પહેલી ભારતીય ચિકિતા અને સાહિલ જાધવની જોડી બની છે. આ સફળતા ભારતીય જોડીને એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ મળી છે.
India adds another gold medal to it’s tally as Chikitha Taniparthi & Sahil Jadhav triumph in the Compound Mixed Team event in Aichi-Nagoya.
This is Chikitha’s 2nd gold of Asian Games 2026. https://t.co/pc6tPf6gd7
— RelianceFoundationSports (@RFYouthSports) September 30, 2026
આર્ચરીની મિક્સ ઈવેન્ટની ફાઈનલમાં ભારતનો સામનો વર્લ્ડ રેકોર્ડ બનાવનારી સાઉથ કોરિયાની જોડી સામે હતો. સાઉથ કોરિયાની જોડીએ આ એશિયન ગેમ્સમાં 27 સપ્ટેમ્બરના રોજ 160 માંથી 160 નિશાન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતની ચિકિતા અને સાહિલની સામે મોટો પડકાર પણ હતો. પરંતુ હવે ટીમે ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે.
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે આર્ચરીની મિક્સ ટીમ ઈવેન્ટની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલનો નિર્ણય શૂટ ઓફથી થયો હતો. શૂટ ઓફમાં ભારતના બેને તીરંદાજ 10-10 નિશાન સાધવામાં સફળ રહ્યા હતા. સાઉથ કોરિયાના આર્ચરે 10 અને 9 પર નિશાન લગાવ્યું હતુ. પરિણામ એ આવ્યું કે, ભારતના ચિકિતા અને સાહિલે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હવે આપણે એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલની વાત કરીએ તો. ભારત મેડલ ટેલીમાં 9માં સ્થાને છે. 8 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ અને 25 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 54 મેડલ છે.
Published On - 10:01 am, Wed, 30 September 26